ઓખાહરણ, કડવું -૭૧ થી કડવું- ૭૫ મું. / okhaharan

                               કડવું -૭૧ મું.

        રાગ ઢાળ- આણી વાતે કુંવર મારા, શરમાણા નવ થઈએ, મારી વાતો તુજને કહું રાખ તારે હૈયે. ૧. કુબજા પેલી રાંટી, ટુંડી, કંસરાયની દાસ; મારા મનમાં ગમતી તે ગમી, બેસાડી રાખી આવાસ. ૨. નરકાસુરને મારીને, સોળ હજાર લાવ્યો તરૂણી; તારા સમજો એમાં મુજને; એકે નથી પરણી. ૩. તારી માને જઈને લાવ્યો, બાંધવને બંધાવી; જાંબુવતી રીંછડી, તેને, માનીતિ કહી બોલાવી. ૪. તું મારો દીકરો, ધન્ય તારી માનું પેટ; બીજા સર્વે દીકરા તે, દેવ કેરી વેઠ.

૫. આપણાં કુળમાં ચાલ્યું આવ્યું, શરમાણા નવ થઈએ; રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ. ૬. ઓધવને અક્રુર બે હસિયા ખડખડ કાઢ્યા દાંત, રૂડી શિખામણ છોકરાને, દ્યો છો જાદવનાથ. ૭. આવી શિખામણ અમારા છોકરાને, જો દેશો તમે શ્યામ, તો તો પડશે મુકવું, જરૂર દ્વારકા ગામ રે. ૮.

                                 કડવું-૭૨ મું.

       રાગ જેજેવંતી- શ્રીકૃષ્ણે જાદવ મોકલ્યો શોણિતપુરમાં જાય, જઈને કહેજો બાણાસુરને, પરણાવો કન્યાય. ૧. હોંશે હોય તો જુદ્ધે આવો, તેમાં નથી અમારી નાય; જાદવ ત્યાંથી સંચર્યો, આવ્યો અસુર સભાની માય. ૨. સાંભળને રાજા વિનંતી; આવ્યા છે વૈકુંઠનાથ; દીકરી પરણાવી ચરણે લાગો, નહિ તો જુદ્ધ કરો અમ સાથ. ૩. બાણાસુરને મહાદુ:ખ લાગ્યું, નેત્રે વરસી અગન; નીચ જાદવને જોઈએ મારી, કુળવંતી તન. ૪. ચાલ- એ ભરવાડો, એ પીંઢારો, ગોકુળમાં ચારી ગાય; માર્યા વિના મુકું નહિ, થનાર હોય તે થાય. ૫. સેના લઈને રાજા ચાલ્યો, જોદ્ધાનો નહિ પાર; હસ્તીઘોડાને સુખપાલો, બાંધ્યા બહુ હથિયાર.

૬. ખડગ ખાંડા ને તંબુર ઝોર, ગોળા હાથને નાળ; ત્રિશુળ સાંગ ને મુગદર ફરસી, તોમરને ભીંડીમાળ. ૭. લાલ લોહમય ઝળકે હાથે ધરી તલવાર, જોદ્ધા જોર કરતા આવ્યા, ને કરતા મારો માર. ૮. કો જોજન, બે જોજન ઊંચા, કોને સમ ખાવા નહિ શીશ; વિકરાળ દંત દેખાડીને, વળી પાડે ચીસ. ૯. બુમરાણ કરતા આવી પડીયા; જાદવની સેન્યા માંહ્ય, ગિરધારીને ઘેરી  લીધા, પડે સંગ્રામ સહુ સૈન્યા કરે, આયુદ્ધ ધારા રહી વરસી.

૧૧. જગદીશે જાદવ હલકાર્યા, કર ધનુષ્ય બાણને તીર; તુટે કુંભ સ્થળ તુટે દંતશૂળ, ચાલે નીર રૂધિર, ૧૨. બહુ ભડ ત્યાં પડવા લાગ્યા, ભુંગળને ભડાકે; વાંકડી તલવારો મારે, ખડકને ઝાટકે. ૧૩. તુટે પાખર ને બખ્તર; કીધો કચ્ચરઘાણ; સર્વ જોદ્ધાઓને મારી કરીને, પાછા વળ્યા ભગવાન. ૧૪.

       વલણ- પૂરણ પુરૂષોત્તમ પાછા વળ્યા, કરી અસુરનો નાશ રે; સૈન્યમાં આવી કરીને, શંખનો કર્યો નાદ રે. ૧૫.

                               કડવું-૭૩ મું.

       રાગ મારૂ -શંખ શબ્દ તે વિકરાળ રિપુ દૈત્યને વિદારનાર; કૃષ્ણ આવ્યા તે જાણ જ થયું, બાણ પરાક્રમ તે ક્યાં ગયું. ૧. અનિરૂદ્ધ કહે સુણ સુંદરી, શંખ જણાયો આવ્યા હરિ, છુટ્યા બંધ તે આજ થકી, ઓ ગાજે હળધર સાત્યકી. ૨. બોલે પ્રદ્યુમન મોટે સ્વરે, બાણ હાથ છેદાય ખરે; ગોવિંદની ગત્ય ન જાએ કળી, જાદવ સેના આવી મળી. ૩. જાદવ સૈન્યાએ ચાંપ્યો દેશ, મંત્રી કહે ઊઠો નરેશ, અનુચર આવ્યો તે લાવ્યો વાત, કહે દ્વાર દિસે ઉત્પાત. ૪. મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જઈ સેનાને આપો આજ્ઞા; દુદુંભી નાના વિધ ગડગડે, આયુધ ધારીને યુદ્ધે ચઢે.

૫.ત્યાં નૃપ થયા તૈયાર, સેના સજી ટોપ જીવ રાખી ધરી ત્રિશુળને બખ્તર પાળ, ડચકારે ઘોડા દે ફાળ. ૬. મોરડે મણિ ફુંમતાં લટકે, પોતાના પડછાયા દેખી ભડકે; વાંદરા વાદે નાચતા, ઘુંટે ઊંટ ઘોડાને પાણી પંથા. ૭. કાબરોને કલંકી, કુમેદ લીલાને પંચરંગી; હાંસીઓ હણહણીઆ જેહ, કાળા પછી કાબરો તેહ. ૮. પીળા પાખેર પોપટ શ્વેત, વાયુ વેગે માંકડિયા કેતક; રથપાળા અસવાર અનંગ, દીર્ઘ દીસે અને કરડે દંત. ૯. પુરની પોળે સેના નવ માય, હણો જાદવ કહેતા જાય; ટોળાં ઉપર ટોળાં આવે, પગને પ્રહારે ધરતી ધ્રુજાવે.

૧૦. રીસે અંતરમાં હર ઘડે, રખે રાય બાણાસુર ચઢે; ઝટકારે બાણાસુર મલ્લ, પૃથ્વી થઈ જ્યાર ઉથલ. ૧૧. ગર્જના કીધી મુખથી ભૂપાળ, ખળભળ્યા ત્યારે સાત પાતાળ; બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણને દીધો સાદ. ૧૨. ગરૂડ આસન આવ્યો ખેપ કરી, નહિ જાવા દઉં કુશળો ફરી; ઉન્મત જાદવ ઉછાંછળા, સકળ સંસારે બહું આકળા. ૧૩. કુંવારી કન્યા કપટે વર્યો, બોલાવે શાપ થાય પધારો; કુડુંકરમ કીધું કુંવરે, વળી તું વઢવા આવ્યો ઉપરે.

૧૪. ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમો લઈ આવ્યા છીએ જાન; જો વિધાતાએ કીધો સંબંધ; વરકન્યાના છોડો બંધ. ૧૫. ત્યારે બાણાસુર બોલ્યો તત્કાળ, સંબંધ શાનો રે ગોવાળ; એવી આપીશ પહેરામણી, સૌને મોકલીશ જમપુરી ભણી. ૧૬. બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણ લીધું સારંગ; કડા ઝુડ બે કટકાં થયાં, ઉઘાડાં આયુધ કરમાં ગ્રહ્યા. ૧૭. ફરસી તલવાર, કો કહાડે માથેથી ભાર; ત્રિશુળ તોમર ગદા ત્રિશુળ, ગજર્યો હાથ ધરી મુશળ. ૧૮. છપ્પન કોડ જાદવ ગડગડે, દાનવ તૂટી પડે; દાનવ દળ બહુ પળાય, બાણાસુર દેખી અકળાય. ૧૯.  

                                    કડવુ-૭૪ મું.

           રાગ ઝુલણા છંદનો – અલ્યા જો પરો, જા નંદના છોકરા, વઢવાને અહીં તું શીદ આવ્યો, નીચ ગોવાળિયા જાત કહાવ્યો; તું તો મારી સાથ નહિ જાય ફાવ્યો. ૧. અલ્યા ગોકુળ માંહી ગાવલડી ચારતો, પનીહારી કેરાં તુ ચીર હરતો, હાથમાં લાકડી, ખાંધે હતી કામળી, મધુવન વિષે તું રે ફરતો. ૨. સાંગ શ્રી સૂર્ય તણી, તેજ ત્રિશુળ તણું, મારા હાથમાં તેહ ચળકે, મારે ક્રોધે કરી ડોલે છે દેવતા, ધરણી ધ્રુજે અને શેષ સળશે. ૩.

                                    કડવું- ૭૫ મું.

        રાગ ઢાળ- એવી વાણી સાંભળતાં, કોપ્યા દીનદયાળ; બાણાસુરના હાથ છેદ્યા, સ્વામી શ્રી ગોપાળ. ૧. કોપ કરી કર પાઉ મેલ્યું, વળતું તેણી વાર, બે હાથ રહ્યા છે બાણાસુરના તેનો કહું વિસ્તાર. ૨. રૂધિર વહે છે બાણાસુરને, મન થયો નિરાશ; મહાદેવજીએ હાથ આપ્યા, માટે ગયો કૈલાસ. ૩. નારદ ચાલી આવિયા, જ્યાં બાણાસુરની માય; તારા કુંવરના હાથ વાઢ્યા, કહો વલે શી થાય ? ૪.

ઓખાહરણ જોવા કલીક કરો:- https://youtu.be/WpyjJktlR2Q

Leave a Comment

gu Gujarati
X