ઓખાહરણ ની વાર્તા / okhaharan ni varta

કવિ પ્રેમાનંદ દ્વારા રચાયેલા આ આખ્યાન ને નામ આપવામાં આવ્યું છે ઓખાહરણ. અહીં હું તમારી સમક્ષ એના વિષે થોડાક અંશ રજુ કરીશ.

ઓખાહરણ ની ઉત્પત્તિ ખરેખર તો શિવ મહાપુરાણ માંથી થઇ છે, જેમાં દર્શાવવામાં આવ્યા મુજબ જ્યારે ભગવાન શિવ તપ કરવા જાય છે ત્યારે દેવી પાર્વતી ને આપેલા વરદાન મુજબ તેઓ બે સંતાન ને ઉત્પન્ન કરે છે.

આ બે સંતાન માં એક ભગવાન ગણેશ અને બીજી હતી ઉષા કે જેને આપણે ઓખા તરીકે ઓળખીયે છીએ. આમ આ બે સંતાનો ની વિશેષ માહિતી જાણવા મળે છે આપણને અલુણાવ્રત ની વાર્તા માં, આ વાર્તા માં ભગવાન ગણેશ નો શિરોચ્છેદ થઇ જવાના સમયે ઓખા નમક ની કોઠી માં સંતાઈ ગઈ હોવાને કારણે  માતા પાર્વતીજી ઓખાને શ્રાપ આપી દે છે, પણ ભગવાન શિવજી ની સમજાવટ ને લીધે શ્રાપ ને હળવો કરવા જે વરદાન પાર્વતીજી દ્વારા આપવામાં આવે છે તે છે આપણું આ ઓખાહરણ.

આ ઓખાહરણ કવિ પ્રેમાનંદજી એ પોતાની આગવી શૈલી માં કડવા ના રૂપે નિરૂપણ કર્યું છે. જેમાં કુલ ત્રાણું કડવા માં ઓખાના જન્મથી માંડી ને તેની યૌવન અવસ્થામાં સ્વપ્નમાં દેખાતા રાજકુમાર અને તેની સાથે ના વિવાહ વિગેરે જે બતાવાયું છે, તેને સત્ય કરવા ઓખા ની સહેલી ચિત્રલેખા દ્વારા રાજકુમાર નું અપહરણ કરવા થી માંડી ઓખા ના ઉદ્ધાર સુધી ની રજૂઆતને  સમાવી લીધી છે.

કવિ એ ભગવાન ગણેશ ની સ્તુતિ અને માતા અંબાજી ની પ્રાર્થના થી શરૂઆત કરી છે. 

સાથે જે કડવા મુક્યા છે તે અલગ અલગ રાગ પર આધારિત બનાવાયા છે, તે પણ એ  રીતે બનાવાયા છે કે વાંચનાર ને રાગ ના આવડતો હોય તો પણ તે વાંચવાનું શરુ કરે એટલે દરેક  શબ્દો તેના કંઠે થી રાગ-રાગીણી માં જ બહાર આવે.

આ કૃતિ માં નામ બાબતે જોઈએ તો ખરેખર તો હરણ રાજકુમાર અનિરુદ્ધનું થાય છે, તેથી અનિરુદ્ધ હરણ એવું નામ  હોવું જોઈતું હતું  છતાં પણ નામ ઓખા હરણ રાખવામાં આવ્યું છે.

આ ઓખાહરણ ને વાંચવા માટે આપણી આ (dharmpanti.com) વેબ સાઈટ પર કુલ અગિયાર ભાગ માં મળી જાશે જેની લિંક અહીં નીચે આપવામાં આવી છે.

(૧)  ઓખાહરણ – કડવું -૧ થી કડવું – ૧૦ । Okhaharan

(ર)  ઓખાહરણ કડવું -૧૧ થી કડવું -૨૦ મું./ okhaharan

(૩)  ઓખાહરણ કડવું -૨૧ થી કડવું -૩૦ મું./ okhaharan

(૪)  ઓખાહરણ કડવું -૩૧ થી કડવું -૪૦ મું./ okhaharan

(પ)  ઓખાહરણ કડવું -૪૧ થી કડવું -૫૦ મું. / okhaharan

(૬)  ઓખાહરણ, કડવું -૫૧ થી કડવું- પ૬ મું. / okhaharan

(૭)  ઓખાહરણ, કડવું -૫૭ થી કડવું- ૬૨ મું. / okhaharan

(૮)  ઓખાહરણ, કડવું -૬૩ થી કડવું- ૭૦ મું. / okhaharan

(૯)  ઓખાહરણ, કડવું -૭૧ થી કડવું- ૭૫ મું. / okhaharan

(૧૦) ઓખાહરણ, કડવું -૭૬ થી કડવું- ૮૧ મું. / okhaharan

(૧૧) ઓખાહરણ, કડવું -૮૨ થી કડવું- ૯૩ મું. / okhaharan

કહેવાય છે કે ચૈત્ર માસ માં ઓખા હરણ વાંચવાથી કે સાંભળવા માત્ર થી જ તાવ તરિયો, એકાંતરિયો ચઢતો નથી કે મહારોગ થતો નથી. આવી રીતે ઓખાહરણ ની સાથે અલૂણાં વ્રત કરાય  તો ઉત્તમ રહે છે.

ચૈત્ર માસ માં કોઈ પણ રીતે આ ઓખાહરણ વાંચવું જોઈએ, સામાન્ય રીતે ચૈત્ર માસનાં અંતમાં વધુ વંચાય છે.

કોઈ પણ પાંચ, ત્રણ કે એક દીવસ પણ અવશ્ય વાંચવું કે સાંભળવું જરૂરી છે. તો વાંચક મિત્રો આ ચૈત્ર માસ માં ઓખાહરણ વાંચજો અને બીજાને સંભાળવજો એવી આશા સાથે અહીં હું વિરામ લઉં  છું.

ઓખાહરણ નો વિડીયો જુવો:- https://youtu.be/rFIZ_JLL_J0

અસ્તુ 

Leave a Comment

gu Gujarati
X