કરવાચોથનું વ્રત । Karvachoth

       ભક્તજનો ! આસો વદ ચોથના દિવસે સંકટચતુર્થી તો છે. પણ, સાથે સાથે કરવાચોથનું વ્રત પણ છે. કરવાચોથ ખરેખર તો ઉત્તરના રાજ્યોમાં કારતક મહિનાની ચોથના દિવસે કરે છે. તે આપણે અહીં ગુજરાતમાં આસો વદ ચોથનાં રોજ મનાવી શકાય. આસો વદ ચોથના એટલા માટે કે આપણે ગુજરાતમાં કાર્તિકી પંચાંગનો ઉપયોગ થાય છે. યાને કી આપણે અમાસ પૂર્ણ થતા મહિનો પુર્ણ થાય છે. માટે તે લોકોને ત્યાં કારતક માસની પહેલી ચોથને કરવાચોથ તરીકે ઉજવવામાં આવે છે. અને આપણે ત્યાં આસો વદ ચોથને કરવાચોથ તરીકે ઉજવવામાં આવે છે.

       માતાઓ, બહેનો આપણે હવે આગળ જોઈએ તો આ દિવસે ક્યા ક્યા નિયમો પાળવા જોઈએ, આ દિવસે શીવણ, ભરતગૂંથણ કરવું નહિ, કે કાતર સામે પણ જોવું નહી, કાતરને સંતાડી રાખવી. વ્રતપુર્ણ થાય ત્યાં સુધી કાળા કલરનો બિલકુલ ઉપયોગ કરવો નહિ, જેમ બને તેમ સુહાગને લગતા કલર પસંદ કરવા, ઘરમાં કોઈનું પણ અપમાન કરવું નહિ, ઘરમાં હસી ખુશીનું વાતાવરણ બનાવી રાખવું. જેથી પ્રભુનું નામ લેવામાં કોઈ અડચણ ઊભી ના થાય. આ દિવસે કોઈપણ પ્રકારની ગેમ રમવી નહિ. બને ત્યાં સુધી પ્રભુભક્તિના પાઠ કરવા. કે ભજનોનું મનોમન રટણ કરવું. વહેલા ઉઠી નાહી-ધોઈને માતાજીની પુજા કરવી ને આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો. રાત્રે ચંદ્રોદય થયા પછી ચંદ્રને અર્ધ્ય આપીને પછી જમવું. આ વ્રતને સમજવા માટે આપણે આગળ  એક વાર્તા સાંભળીએ.

       પુજન માટે એક તાંબાનું કે માટીનું કોઈપણ વાસણ લેવું. તેમા અડદદાળ, ચોખા, તથા ગ્લાસ લેવો. સુહાગની નિશાની એવો સિંદૂર તથા કળશ, લાલ કપડું, ચાંદીની વીંટી, અરીસો, બંગડી, દાંતિયો, રીબીન, બ્લાઉઝ પીસ, ઘઉંના દાણા, પતાસાનું પાણી સાથે રૂપિયાનો સિક્કો પણ લેવો.

       વિધિ :

          આસો વદ ચોથનાં દિવસે કરવાચોથનું વ્રત કરતી સ્ત્રીએ એક ગ્લાસ લઈ તેમાં ચોખા, સિક્કો અને પતાસું નાખી લાલ કાપડ વડે બાંધી દેવુ, વાર્તા સાંભળતી વખતે માટીનું ચાર ખુણાંવાળું ચોરસ ચોકઠું બનાવવું. ચારે ખુણે કંકુના ચાંદલા કરવા. વચ્ચે સોપારી રાખી તેને ગણેશજી માનીને કંકુ, ચોખા સિંદૂરથી પુજા કરવી. ચોરસ લીંપણની વચ્ચે સોપારીની બાજુમાં બ્લાઉઝ પીસ, પાણીનો કળશ, પતાસુને ચાંદી મુકવી. ને હાથમાં ઘઉંના ચાર દાણા લઈને આ પ્રમાણે કથા સાંભળવી. કથા સાંભળ્યા પછીની વિધી કથા પૂર્ણ થયા પછી જોઈશું. તો આ વિડીયો અંત સુધી જોવાનું ચુકશો નહિ. કથા આ પ્રમાણે છે.

       એક ગામ હતું. ત્યાં એક પરિવારમાં દરેક સભ્યો સાથે એક લાડકી બહેન હતી. તેથી પરિવારનાં દરેક સભ્યો સાથે મળીને ખાતા જ્યારે બેનના લગ્ન થઈ ગયા તો બહેને પતિના લાંબા આયુષ્ય માટે કરવાચોથનું વ્રત કર્યું. બધા ભાઈઓ જ્યારે સાંજે જમવા બેઠાં ત્યારે પોતાની બહેનને જમવા બોલાવી ત્યારે બહેને કહ્યું આજે મારે ચોથમાતાનું વ્રત છે. ત્યારે ભાઈઓએ વિચાર્યું કે ખબર નહિ ચાંદો ક્યારે ઉગે ને આપણી બેન આખા દિવસની ભુખી છે. તેથી ભાઈઓએ એક ઉપાય વિચાર્યો ને તે મુજબ પહાડ પર જઈ અગ્નિ સળગાવીને તેની આગળ ચારણી રાખીને ચાંદ જેવું બનાવી દીધું. અને બેનને કહ્યું બહેન ચાંદો ઉગી ગયો. બહેને પોતાની ભાભીઓને પુછ્યું: ભાભીઓએ પણ કહ્યું આ ચાંદો ફક્ત તમારા માટે જ ઉગ્યો છે. બેન બિચારી ભોળી હતી તેથી નકલી ચાંદને અસલી સમજી અર્ધ્ય આપીને સહપરિવાર જમવા બેસી ગઈ. બહેને જેવો પહેલો કોળિયો લીધો તો તેમાં કાળોવાળ આવી ગયો, બીજો કોળિયો લીધો તો તેના સાસરેથી તેડું આવ્યું કે દિકરીને તરત જ સાસરે મોકલો.

       જ્યારે મા દિકરીને વિદાય કરવા માટે કપડાની પેટી ખોલે છે તો પેલું કાળા કલરનું કપડું જોઈ ઘબરાઈ ગઈ. માએ દિકરીને એક ચાંદીનો સિક્કો આપતા કહ્યું કે તને રસ્તામાં જે કોઈપણ મળે તેને પગે લાગતી જાજે અને જો તને સદાસુહાગન રહે તેનો આશીર્વાદ આપે તેને આ સિક્કો આપીને તારા પાલવનાં છેડે ગાંઠ વાળી લેજ દીકરી આખે રસ્તે જે મળે તે બધાને પગે લાગતી ગઈ પણ કોઈએ તેને સદાસુહાગણના આશીર્વાદ ના આપ્યો. જ્યારે તે સાસરે પહોંચી તો ત્યાં તેની જેઠની દીકરી રમતી હતી તેને તે પગે લાગી તો તેણે સદાસુહાગણનો આશીર્વાદ આપ્યો ને પાલવને છેડે ગાંઠ વાળી ઘરની અંદર ગઈ ને જુવે છે તો સામે તેનો પતિ મરેલો પડ્યો છે. જ્યારે લોકો તેના પતિને જલાવવા સ્મશાને લઈ જવા લાગ્યા તો તેણે જવા ના દીધા ત્યારે બધાએ કીધું કે લાશને ગામમા ના રખાય. તેના ઉપાયો પેટે તે ગામની બહાર એક ઝુંપડી બાંધીને પતિની લાશ સાથે તે રહી લાશની સેવા કરવા લાગી. તે રોજ ઘેરથી નાના બાળકો તેને જમવાનું આપી જતાં.

       થોડાક સમય પછી ચોથ આવી તો તેણે વ્રત કર્યુ ને રાત્રે ચોથમાતા ઘુઘવાટા મારતા આવ્યા તો તેણે માતાજીનાં પગ પકડી લીધા. માતા પગ છોડાવવા લાગ્યા ને બોલ્યા:‘‘ સાત ભાઈઓની બહેન ઘણી ભુખી મારો પગ છોડ.’’ જ્યારે તેણે પગ ના છોડ્યો તો ચોથમાતા બોલ્યા ‘‘હું કાઈ નહી કરી શકુ મારાથી મોટી વૈષાખી ચોથ આવી તો તેના પગ પકડજે.

       થોડાક સમય પછી વૈષાખી ચોથ આવી તો તે પણ એમ જ કહેવા લાગ્યા’’ હું કાંઈ નહી કરી શકું મારાથી મોટી ભાદરવાની ચોથ આવશે તેના પગ પકડજે.’’ જ્યારે ભાદરવાની ચોથ આવી તો તેણે પણ એમ જ કહ્યુ ‘‘ હું કાંઈ નથી કરી શકતી મારાથી મોટી આસો વદ ચોથ છે. ’’ તે તારા પતિને જીવતદાન દઈ શકશે. પણ એ તારી પાસે સુહાગનો સામાન માગશે. તે તું તૈયાર રાખજે અને હા, જો તને આ બધુ કોણે કહ્યું તો મારું નામ ના આપતી.

       જ્યારે આસોવદ ચોથ આવી તો તેણે પોતાના પતિ માટે વ્રત કર્યું. રાતે ચોથમાતા આવ્યા ને તેના પગ પકડી લીધા. માતા બોલ્યા: ‘‘ સાત ભાઈઓની લાડકી બેન ઘણી ભુખી, પાપણી મારો પગ છોડ.

       ત્યારે તે બોલી ‘‘ માતા મારાથી ભુલ થઈ થઈ મને માફ કરી દ્યો.’’ અને મારા પતિને જીવતદાન આપો. જ્યારે તેણે માતાના પગ ના છોડ્યાં. તો માતા બોલ્યા: ‘‘ઠીક છે. હું જે સામાન માંગુ તે તું આપીશ ?’’ માતાએ જે સામાન માગ્યો તે તેણે આપ્યો. ત્યારે ચોથમાતા બોલ્યા કે તને આ બધુ કોણે બતાવ્યું. તો જવાબમાં તેણે કહ્યુ: ‘‘ મને આ જંગલમાં કોણ બતાવે હું તો અહીં એકલી રહું છુ.’’

       ચોથમાતાએ માંગમાંથી સિંદુર, આંખમાંથી કાજલ ને ટચલી આંગળીમાંથી મહેંદી કાઢીને તેના પતિ પર છાંટ્યું. તો તે જીવીત થઈ ગયો ને માતાજીએ પતિને જીવતદાન દીધું. સાથે સાથે સદા સુહાગણનો આશીર્વાદ પણ આપ્યો.

       સવારે જ્યારે બાળકો જમવાનું લઈને આવ્યા તો પોતાના કાકાને જીવીત જોયો, દોડતાં દોડતાં ઘેર આવીને દરેકને સઘળી વાત કરી કહ્યું કાકા જીવીત થઈ ગયા છે. બધા લોકો ત્યાં જઇને જુવે છે. તો બાળકોની વાત સાચી નીકળી.

       પોતાના દિકરાને જીવતો જોઈ સાસુએ વહુના પગ પકડી લીધા તો વહુ બોલી ‘‘સાસુજી ! તમે આ શું કરો છો? મેં કશું જ નથી કર્યું આ બધુ તો ચોથમાતાએ કર્યું છે. હે ચોથમાતા! જેમ એને સુહાગ આપ્યો તેમ સહુને સદા સુહાગણ ને આશીર્વાદ આપો. બોલો ચોથમાતાની જય ! હવે વાર્તા પુર્ણ થયા પછી જે ચાર દાણા ઘઉંના હાથમાં રાખ્યા હતો તે રાતે ચંદ્રને અર્ધ્ય દેવા માટે રાખવા બીજા ચાર દાણા હાથમાં લઈ હાથમાં રાખી ગણેશજીનું સ્મરણ કરવું. જે પુજામાં હતી તે વીંટીં હાથમાં લઈ સુર્યને અર્ધ્ય આપવો. રાતે ચંદ્રોદય થાય ત્યારે જે ઘઉંના ચાર દાણા વાર્તા સાંભળતી વખતે રાખ્યા હતા તેનાથી અર્ધ્ય આપવો  ને ભોગ લગાવવો ને જે રીતે સ્થળ મુજબ વિધિથી ચંદ્ર જોતા હોય તે પ્રમાણે જોઈ બ્લાઉઝપીસ સાસુ કે નણંદને આપીને વ્રત ખોલવું. તો ભક્તજનો આ હતી માહીતી કરવાચોથની તે કેવી લાગી તે કોમેન્ટ બોર્ડમાં અવશ્ય જણાવશો. જય માતાજી, જય શ્રીકૃષ્ણ. 

Leave a Comment

gu Gujarati
X