ગરૂડપુરાણ (અ.૨) । garud puran

અધ્યાય બીજો

   ગરૂડ પુછે છે, હે કેશવ પાતકી જીવ જે માર્ગે જાય છે. તે માર્ગ કેવો ભયંકર છે તેનું વર્ણન આપ મને કહી સંભળાવો. ત્યારે ભગવાન કહેવા લાગ્યા. હે ગરૂડ, એ માર્ગનું વર્ણન સાંભળતા હ્રદય કંપી ઉઠશે.

જે માર્ગે પ્રેત જાય છે. ત્યાં ન તો વૃક્ષ છે ન ખાવાપીવા વસ્તુઓ છે. સમયે સમયે જે દ્વાદ્વશ સુર્ય પ્રકાશમાન થાય છે, તેમ એ નિરંતર દ્વાદિશાદિત્ય પ્રકાશતા હોય છે, યા જતા પ્રેત કાંટાથી વિંધાય છે. સિંહ, વાઘ, વરૂઓથી કરડાય છે વળી કેટલેક સ્થાને તો વીંછીઓ દંશ દે છે. કેટલેક સ્થળે અગ્નિ થાય છે. એ માર્ગે તલવાર જેવા પાંદડાવાળું અસિપત્ર નામનું બે હજાર યોજનના વિસ્તારવાળું વન છે. આ વન કાગડા, ઘુવડ ગરઘેણ્યો, મધમાખીઓ તથા મોટા ડાંસથી ભરેલું છે. ત્યાં સદાય દાવાગ્નિ દવ બળ્યા કરે છે આ વનમાંથી પસાર થતા પ્રેત ઘણું દુ:ખ પામે છે. તલવાર જેવા પાંદડાથી તેનું શરીર અંધકૃપમાં પડે છે. તો કોઈક સ્થળે પર્વત પરથી પડે છે. ક્યાંક તો તીક્ષ્ણ અણીવાળા ખીલાઓ પરથી જવું પડે છે. ક્યારેક અંધકારમાં થઈને ઠોકરો ખાતા જવું પડે છે, તો ક્યારેક જળમાં પડવું પડે છે. કોઈક સ્થળે બહુ જ તવી ગયેલા કીચડમાં પડે છે. કોઈક સ્થળે દઝાતી રેતીમાંથી પસાર થવું પડે છે. ને ક્યારેક બાળતા તામ્રમય પ્રદેશમાંથી ગમન કરવું પડે છે, ક્યારેક અંગારાના ઢગલામાંથી તો ક્યારેક ધુમાડાવાળા પ્રદેશમાંથી જવું પડે છે. ક્યારેક તો તેના પર અગ્નિની, વજની અને પાષાણની વૃષ્ટિ થાય છે, તો ક્યારેક રાખોડી, રક્તની, ઊના પાણીની અને કાદવની વૃષ્ટિ થાય છે. ક્યારેક ડુબી જવાય એવા ધરામાંથી જવું પડે છે, તો ક્યારેક કોઈ પ્રદેશમાં શિખરોની છેલ્લી ટોચ પર બેસવું પડે છે વળી ક્યારેક પર્વતોની અંધકારમય ઉંઠી ગુફાઓમાં પ્રેમથી જવું પડે છે. આ ગુફાઓમાં ખરબચડી શિલાઓ, રૂધિર તેમજ  પાચના ધરા અને વિષ્ઠાથી ભરેલા કુંડ હોય છે.

     યમલોકમાં જવાના માર્ગમાં રક્ત અને માસથી ભરેલી સો યોજનના વિસ્તારવાળી વૈતરણી નદી આવે છે મોટા હાડકા આ નદીની ભેખડો છે, માસ કીચડ છે અને વાળ સેવાળ છે. આ નદીમાં અને આસપાસ, મોટા મગરો અને સોયની અણી જેવા કીડાઓ, વજ્ર જેવી ચાંચવાળા, ગરેઘેણો કાગડાઓ તેમજ સળવેણ્યો, કાળા સર્પ, વીંછી, જળોમત્સ, કાચબા તેમજ માંસાહારી જળજંતુઓ પુષ્કળ હોય છે, આવી ભયંકર નદીમાંથી પાતકી જીવને તરી જવું મુશ્કેલ પડે છે.

     પાતકી જીવના આવતાંની સાથે જ આ નદી જ્વાળા અને ધુમાડાથી ભરપુર થઈ જાય છે. ઘીની માફક પાણી કકડવા લાગે છે, ત્યાં પાતકી જીવ દુ:ખથી તરડતો હે પિતા ?’ હે માતા? હે બંધુ તથા હે પુત્ર ? વગેરેને યાદ કરી કરે છે, નદી તરતાં ક્ષુધા તૃષા લાગે છે.ત્યારે રક્તપાન કરે છેે નદીમાં પુષ્કળ વમળો-ભમરો આવતા હોવાથી ડુબી જાય છે. તળિયે બેસે છે. અને ઉપર આવે છે, ત્યાં પ્રાણી ગાઢસ્વરે રૂદન કરે છે પશ્ચાતાપ કરે છે આ નદીમાં પાતકી જીવને બીજે કિનારે લઈ જવાં યમદુતો દોરડાથી બાંધી ખેંચે છે, અંકુશ વડે ખેંચે છે, તો કેટલાકને કાલપાશથી ખેંચે છે. તો કેટલાક જીવ લોઢાની સાંકળોથી બંધાઈ લોઢાનો ભાર ખેંચતા ચાલે છે. વળી તે જીવ યમદૂતોનો માર ખાતો લોહી ઓકતો અને તેજ ભક્ષણ કરતો પોતાના કર્મોને યાદ કરતો દુ:ખી થાય છે. અને કહે છે. મોટા પુણ્યે મનુષ્યાવતાર મળ્યો હતો, છતાં મારાથી ધર્મ કર્મ થયા નહિ, મેં દાન કર્યા નહી, હવન કર્યો નહિ તપપુજન કર્યું નહિ, વિધિ પુર્વક તીર્થયાત્રા કરી ગંગા-ગોદાવરીમાં સ્નાન કર્યું નહી, પરોપકાર કર્યો નહિ, સતસંગ કર્યો નહિ, અને જન્મ વૃથા ગુમાવ્યો. વળી મનુષ્ય અને પશુ-પક્ષીઓ માટે જળાશય બંધાવ્યા નહી, ગાયને ચારો નાખ્યો નહી, શાસ્ત્રો પર શ્રદ્ધા રાખી સત્યનો વિચાર કર્યો નહિ, તો કર્યા કર્મ હવે જીવ ભોગવ.

     પવિત્ર વ્રત ધર્મ પાળ્યો નહિ વૃદ્ધ સાસુ તેમ જ ગુરુજનની મર્યાદા, પ્રતિષ્ઠા જાળવી નહિ, પતિસેવા કરી નહિ અને પતિ મૃત્યુ તેની પાછળ અગ્નિ પ્રવેશ કર્યો નહિ, અને પતિ વધવ્ય દશામાં સંયમ પાળ્યો નહિ, માસોપવાસ ચાંદ્રાયણાદી વ્રતોથી દેહને ગાળ્યો નહી, સકળ દુ:ખોનું પાત્રભુત આ સ્ત્રીશરીર માત્ર જન્માંતર્રાજીત દુષ્કર્મોથી મેળવ્યું હવે માનવજન્મ કેમ પ્રાપ્ત થશે ? આમ કહેતો જીવ આગળ વધી  અઢારમાં દિવસે સૌમ્ય પુરમાં જાય છે. આ નગરમાં પ્રેતોનો મોટો સમુદાય પુષ્પભદ્રા નામની નદી અને રમણીય વડનું ઝાડ છે. અહીં જીવ વિશ્રાંતિ લેવા થોભે છે. ને દુ:ખી થતો પોતાના પરિવારને તેમજ ધન, મિત્ર વગેરેને સંભારે છે. શોક કરે છે ત્યારે યમદુતો તેને મુદ્દગર વડે મારતા કહે છે. હે જીવ, જેને માટે તું શોક કરે છે. તેમાંનું અત્યારે તારી સાથે કોઈ જ નથી. એકલા હવે કરેલાં કર્મોને ભોગવતો આગળ ચાલ, હે જીવ, તું યમનું અને અમારૂ બળ તેમ જ યમયાતના ન થાય તેવા કર્મને પણ જાણતો નથી જે વાત નાના બાળકો જાણે છે, તેમની પાસેથી શું તે નથી સાંભળી ? પુરાણોમાંથી કે બ્રાહ્મણોથી શું તે નથી જાણી !

     દુ:ખ પામતો પ્રાણી નાસવા પ્રયત્ન કરે છે. ત્યારે યમદુતો બાંધેલા પાશથી ખેંચે છે. એ ઠેકાણે પ્રીતિપુર્વક તેના પુત્રપુત્રાદિક કે આપેલા માસિક શ્રાદ્ધના પિંડને ભક્ષી જીવ આગળ સૌમ્યપુરના માર્ગે ચાલે છે. એ ગામમાં ભયંકર યમ જેવો જંગલ નામનો રાજા છે. એ નગરમાં ગયા પછી ત્રીપક્ષી શ્રાદ્ધનાં અન્નોદકનો ઉ૫ભોગ કરી નગેન્દ્રભવન નગરમાં ઉતાવળે જાય છે. માર્ગમાં આસિપત્રનું વન જોઈ હાહાકાર કરે છે. પછી નગરમાં પહોંચતા ત્યાનાં નિર્દય પુરૂષો જીવને દોરડાથી ખેંચે છે. અહીં બે મહિને મુશ્કેલીઓ પહોંચે છે. અહીં તેમના પરિવારે આપેલા અન્ન વસ્ત્ર દાનનો ઉપયોગ કરે છે, યમદૂતો પછી તેને ખેંચી આગળ લઈ જાય છે. ત્યાં ત્રણ માસ પુરા થાય છે. અને પ્રાણી ગંધર્વપુર પહોંચે છે.

અહીં માસિક શ્રાદ્ધમાં આપેલા જળ તથા પિંડનો સ્વીકાર કરી આગળ વધે છે. અહીં જીવ ચોથા માસે શૈલાગમ નગરમાં પહોંચે છે. અહીં તેના ઉપર પાષાણની વૃષ્ટિ થાય છે. અહીં ચોથા માસના શ્રાદ્ધના પિંડો આપે છે. અને પછી પાંચમે મહિને કૌંચપુરે જાય છે. અહીં પિંડ   ભક્ષકરી ક્રુરપુરે જઈ ઉનષણ્માસિએ સાડાપાંચ મહિને આપેલા પિંડને ખાઈ પ્રેત કેટલોક સમય ત્યાં રહે છે, અહીંથી યમદૂતો તેનો તિરસ્કાર કરતા વિચિત્ર ભુવનમાં લઈ જાય છે. આ નગરમાં વિચિત્ર નામનો રાજા રાજ કરે છે. આ રાજા એટલો ભયંકર છે જેને જોતાં જ પ્રાણી નાસી જાય છે. ત્યં વહાણ હાંકનારા તરીવાહક આવી રહે છે. તત્વવેતાઓ દાનને વિતરણ કહે છે. જો તે દાનપુણ્ય કર્યા હોય, ગૌદાન કર્યા હોય તો વહાણમાં બેસી સામે પર જાય ત્યારે શોક કરી કહે છે, મારાથી કાંઈ જ દાન પુણ્ય થયું નથી તે વખતે નદીમાં પુર આવે છે. પ્રાણી ત્રાહ્યવાહ્ય પોકારે છે. તે કાદવમાં ખુંપી જાય છે. ત્યાં યમદૂતો અંકોડી ઘાલી તેને ખેંચી સામે પાર લઈ જાય છે. ત્યાં જીવષણ્માસિક શ્રાદ્ધક્ષુધાથી તરફડતો ઉપભોગ કરે છે, છતા તેને તૃપ્તિ થતી નથી અને રડતો રડતો આગળ વધે છે ત્યારે સાતમાં માસનો આરંભ થાય છે. ને બ્રમા પદપુરમાં જાય છે, અહીં તે સાતમાં માસના આપેલા પિંડનો ઉપયોગ કરે છે. તે પછી બહુ દુ:ખ અનુભવતો દુ:ખદ નામના ગામમાં પ્રવેશે છે.

આ સ્થળે આઠમાં માસના શ્રાદ્ધનો ઉપભોગ કરી આગળ ચાલે છે. નવમો માસ પુરો થતાં નાનક્રંદ નામના પુરમાં જાય છે. ત્યાં ભયંકર અવાજ કરના ક્રંદગણને જોઈ દુ:ખી થતો જીવ રડે છે. દશમે માસે એ નગરમાં ત્યાગ કરી યમદૂતોનો તિરસ્કાર સહન કરતો સુતપ્ત નામના નગરમાં જાય છે. અહીં પિંડ તથા જળનો ઉપભોગ કરવા છતાં સુખી થતો નથી. અગિયારમો માસ પુરો થતા જીવ રૌદ્રપરમાં જાય છે, અહીં પિંડનો ઉપભોગ કરી. સાડા અગિયાર માસે પયોવર્ષણ નામના નગરમાં જાય છે. જ્યાં દુ:ખ દેનાર મેઘ વરસે છે. અહી દુ:ખી થતો જીવ ન્યુનાદિક વરસી શ્રાદ્ધનો ઉપભોગ કરે છે. વરસ પુરું થતાં નગરમાં પ્રવેશે જ્યાં ભયંકર ટાઢ પડે તેથી દુ:ખ અનુભવતો જીવ ચોદિશ જુએ છે, ગળગળા અવાજે બોલે છે, મારું દુ:ખ હરનાર કોઈબંધુ છે ! ત્યારે યમદૂતો કહે છે તારું એવું પુણ્ય ક્યાંથી કે તારે અહીં બંધુ હોય ! વાર્ષિક શ્રાદ્ધનો ઉપભોગ કરતો ધીરજ ધરતો જીવ યમલોક નજીક પહોંચે છે. ત્યાં પિંડથી થયેલા એક હાથ ઉંચાઈના દેહનો ત્યાગ કરે છે. પછી વાયુ આદિ સત્તર તત્વોથી ઉત્પન્ન થયેલા અંગુઠા જેવડા દેહને ધારણ કરી લિંગ દેહના કર્મોથી સજા પામતો જાય છે. યમપુરીને ચાર દરવાજા છે, અહીં ભોગવવા યમદૂતો સાથે જાય છે. હે ગરૂડ, જે જીવે દાન કર્યા નથી તે બંધાઈને ત્યા દુ:ખ પામતો જાય છે. યમપુરીને ચાર દરવાજા છે, તેમાંના ભયંકર દક્ષિણ દરવાજેથી પ્રાણીને લઈ જાય છે અહીં તેને ક્ષુધા, તૃષા, શ્રમ લાગે છે. છતાં યમદુતો ત્રાસ આપતા પ્રેતને ચલાવે છે હવે હે ગરુડ, તમે વધુ શું સાંભળવા ઈચ્છા કરો છો?

ઈતિશ્રી ગરૂડપુરાણે સારોદ્વારે યમમાર્ગે નિરુપણ નામે દ્વિતિયોધ્યાય.

Leave a Comment

gu Gujarati
X