ગરૂડપુરાણ (અ.૧પ) । garud puran

અધ્યાય પંદરમો

            ગરૂડ પુછે છે, હે ભગવાન ! પુણ્યના યોગે ફરીથી માનવ જન્મ લેનારની ઉત્પતિ શી રીતે થાય છે. તે મને કહો, ભગવાન કહે, ગરૂડ ! તમે અતિ ઉત્તમ પ્રશ્ન પુછ્યો છે, અને સંબંધમાં હું કહું છું તે શ્રવણ કરો. સ્ત્રી ઋતુ મતી થતા સ્ત્રીને ચાર દિવસ સુધી અશ્પૃશ્ય ગણવી, ઋતુ રહ્યા પછી સોળ રાત ગર્ભ ધારણ કરવાનો કાળ છે. અને તેમાએ ચૌદમી રાતે ગર્ભ રહેતા મહાન ધાર્મિક પુત્ર ગર્ભથી જન્મે છે. વીર્ય પતન કાળે જે વિચારો કરે તેવા જ ગુણવાળા પુત્રપુત્રી જન્મે છે.

હે ગરૂડ ! પૃથ્વી જલ, તેજ, વાયુ અને આકાશને સ્થુલ ભુતો કહે છે એ શરીરમાં ત્વચા, અસ્થિ નાડી, કેશ અને માંસ પૃથ્વીના ગુણ, લાળ, મુત્ર વીર્ય અને મજ્જા અને રક્ત એ જળના ગુણ, ક્ષુધા , તૃષા, આલસ્ય, નિંન્દ્રા અને ક્રાંતિ તેજના ગુણ, આંકુચન, ધાવન, ચલન, લઘન, પ્રસારણ અને ચેષ્ટિલ વાયુની ગુણ, દોષ, ચિંતા, શુન્યત્વ, મોહ અને શંસય એ આકાશના ગુણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર અંત:કરણના ધર્મ છે. શ્રોત્ર, ત્વફ, જીહ્વા અને ઘણા આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. વાક, પાણિ, પગ ગુદાદ્વાર તથા ઉપસ્થ આ પાંચ કર્મનેન્દ્રિયો છે. દિક, વાત, અર્ક પ્રચેતા, અશ્વિ, અગ્નિ, ઈંન્દ્ર, ઉપેન્દ્ર તથા મિત્ર આ જ્ઞાનેન્દ્રિયોના અધિષ્ટાતા દેવો છે. ઇંડા, પિંગાળા, સુષેમ્ના, ગાંધારી, ગજ, જીહ્વા, પુષા યશસ્વિની, અલંબુષ શુહુ તથા શંખની આ દશ નાડીઓ છે.

પ્રાણ, અપાન ઉદાન સગાન અને વ્યાન આ પાંચ્ પ્રાણવાયું છે નાગ, કર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય એમની સંજ્ઞા છે. હ્રદયમાં પ્રાણ ગુદ્દામાં અપાન નાભિમાં સમાન, કંઠમાં ઉદ્દાન અને શરીરમાં વ્યાન જાણવો, જ્યાંથી ઓડકાર આવે છે. ત્યાં નાગ વાયુ રહે છે. વિકાશના સ્થાનમાં કૃમવાયું ક્ષુધાની જાણ કરનાર કૃકલવાયુ બગાસુ લાવનાર વાયુનુ દેવદત્ત અને આખાય શરીરમાં રહેનાર વાયુને ધનંજય વ્યાન નામનો વાયુ શરીરમાં રહી ખાધેલા અન્નનો રસ નાડીઓમાં પહોંચાડે છે.

ખાધેલા અન્નવાયુને યોગે બે ભાગ છે. તે એમ કે અગ્નિ ઉપર જલ અને પર અન્ન અગ્નિને વાયુ પ્રદિપ્ત કરે છે. અને તેથી મલનું પૃથકકરણ થાય છે. પછી વ્યાનવાયુ રસને નીચે કરે છે. અને પૃથક થયેલો મલ કર્ણ, અક્ષિ, નાસિકા જિહવા, દંત, નાભી, નખ, ગુદ્દા, ગુહ્ય, શિર, શરીર તથા કેશ આ બાર સ્થાનોથી બહાર આવે છે. આ શરીરના બે રૂપ છે. એક વ્યાવહારિક કાર્ય કરનારું અને બીજું ખરું પારમાર્થિક કાર્ય કરનાર વ્યવહારિક શરીર સાડાત્રણ કરોડ રોમ, સાત લાખ કેશ અને વીસ નખ બત્રીસ દાંત સો તોલા રૂધિર. હજાર તોલા માંસવાળું છે, દસ તોલા મેદ, સીત્તેર તોલા ત્વચા, બાર તોલા મજ્જા, ત્રણ તોલા મહારક્ત (સ્ત્રીના ઋતુથી ઉત્પન્ન થનાર) પાશેર વીર્યશોણિત ત્રણસે સાંઠ હાંડકા, કોટયાવધી નસો, પચાસ તોલા પિત, પચ્ચીસ તોલા શ્લેષ્મથી ભરપુર છે. જ્યારે પારમાર્થિક શરીરમાં સકલ ભુવનો, પર્વતો દ્વીપો, સમુદ્ર તથા આદિત્યાદી ગ્રહો નિવાસ કરી રહ્યા છે.

આ પારમાર્થિક શરીરમાં છ ચક્ર છે. સકલ બ્રહ્માંડ પણ તેમા વાસ કરે છે. પગ નીચે તલ, પગના ઉપરના ભાગમાં વિતલ, ઢીંચણમાં સુતલ, જાંગોના મહાતલ જાંગોના મુળમાં તલાતલ, કમ્મરમાં પાતાલ જાણવું, નાભીને ભુર્લોક તેની ઉપર ભુવર્લોક, હ્રદયમાં સ્વર્ગલોક કંઠમાં મહાલોક મુખમાં લલાટમાં તપલોક, બ્રહ્મધ્રરમાં સત્યલોક જાણવો હ્રદયમાંના કમલના ત્રિકોણ પર મેરુ તેની નીચે મંદર, જમણા પાસ કૈલાસ ડાબે પાસે હિમાલય ઉપરની રેખા પર નિષધ જમણી રેખા પર ગંધમાદન, ડાબી રેખા પર રમણ પર્વત જાણવા. અસ્થિસ્થાને જંબુદ્વીપ મજ્જા સ્થાને શાક, માંસને વિશે કુશ શિરાઓને વિષે કૌચ, ત્વચામાં શાલ્મકી સફલ રોમોમાં ગોમેદ અને નખમાં પુષ્કર દ્વીપ જાણવો.

મુત્રને વિષે ક્ષાર સમુદ્ર દુધ, પાણી, પરસેવા વિષે ક્ષીર સમુદ્રશ્લેમને વિશે સુરા સમુદ્ર મજ્જાને વિશે ધૃત સમુદ્ર શરીરમાંના રસને સમુદ્ર રૂધિરને દધી સમુદ્ર ગળા માહેના લંબિકા નાડીને શુદ્ધોદક સમુદ્ર જાણવો. બિંદુ ચક્ર પર સુર્ય બ્રહ્મરંધ્રમાં મંગલ, હ્રદયમાં બુધ, નાભિમાંના મણિપુર ચક્ર પર બૃહસ્પતિ વીર્યને શુક્ર નાભિસ્થાને શનિ મુખમાં રાહુ, વાયુસ્થાને કેતું જાણવા.

મનુષ્યના શરીરમાં મુલાધાર, સ્વાધિષ્ટાન પાંખડીઓવાળું સુર્ય સમાન તેજસ્વી છે મણિપુર દસ પાંખડીઓવાળું ડ થી ફ સુધીના અક્ષરવાળું લાલ રંગનું છે. અનાહત ચક્ર ચાર પાંખડીઓ વાળું ફ થી ટ સુધીના બાર અક્ષરોવાળું છે. વિશુદ્ધવ્યાખ્ય ચક્ર સોળ સ્વરવાળું પાંખડીયાળું નિર્મળ અને હંસ શબ્દથી યુક્ત છે. તેની ઉપર સહસ્ત્રદલાત્મક એક કમલ છે. એ કમલમાં સતચિત્ત આનંદ એવું શિવસ્વરૂપ રહેલુ; છે. એ ચક્રમાં ગણેશ બ્રહ્મદેવ, શિવ, વિષ્ણુ, ગુરુનું ચિંતન કરવું પ્રત્યેક દિવસે એકવીસ હજાસ છસે શ્વાચ્છોશ્વાસની ક્રિયા થાય છે ‘હ’ ઉચ્ચાર સાથે શ્વાસ બહાર જાય છે. અને ‘સ’ કારથી અંદર પ્રવેશે છે. આમ જીવ ‘હં સ’ નો જાપ જપે છે. આમ કરતા છસે જપ ગણપતિને છ હજાર બ્રહ્મદેવને, છ હજાર વિષ્ણુને તેટલા જ શિવને, એક હજાર જીવને એક હજાર ગુરુને અને એક હજાર ચિદાત્માને ભાગે જાય છે.

શુક્રાદિ ઋષિઓ પોતાના શિષ્યોને ઉપદેશ કરતા કહે છે પ્રથમ ભગવાનની માનસ પુજા કરવી. પછી નિર્મળ અંત:કરણથી અપજા ગાયત્રીનો જાપ કરવો. પછી હજાર પાંખડીઓવાળા બ્રહ્મરંધ્રને લગતા અધૌમુખ કમલમાં ‘હં સ’ શબ્દ વાચ્ય શ્રી ગુરુનું ધ્યાન ધરવું પછી આરોહ અવરોધ (ચડતા ઉતરતા) અનુક્મે ષટ ચક્રમાં સંચાર કરનાર કુંડલીનું ધ્યાન ધરવું, પછી સુષુમ્ના નામના તેજનું ધ્યાન બ્રહ્મમુહુર્ત માં કરવું તેથી વિષ્ણુપદને પમાય છે. માનસ પુજા કરીને હરીને શિવની પ્રતિમાઓનું સ્નાન સંધ્યા સાથે પુજન કરવું તેમ જ સંસારી જીવોને મારી જ ભક્તિ કરવી જે મોક્ષને આપનાર છે. અને આ ભક્તિમાર્ગ સંપુર્ણ વિચારે કરી બતાવવામાં આવ્યો છે

            ઈતિ શ્રી ગરૂડપુરાણે સારોદ્વારે સુકૃતિ જન્માચરણ નિરુપણો નામસાર્થ પંચદશોધ્યાય.

Leave a Comment

gu Gujarati
X