ગરૂડપુરાણ (અ.૧ર) । garud puran

અધ્યાય બારમો
ગરૂડ પુછે છે, હે સુરેશ્વર અગિયારમાં દિવસનું તથા ધષોત્સર્ગનું વિધાન કહો. ભગવાન કહે છે, અગિયારમાના દિવસે સ્નાન કરી હાથ જોડી પ્રેતની મુક્તિ માટે પ્રાર્થના કરવી, આ દિવસે ગોર અને ગામોટ સહિત સ્નાન સંધ્યાદિ કરી મંત્ર સાથે પિંડદાન કરવું (દશ દિવસ સુધી માત્ર નામ તથા ગોત્રનો ઉચ્ચાર કરી શ્રાદ્ધ ધર્મ કરવાં એ દિવસે સુવર્ણથી વિષ્ણુની, રૂપાની બ્રહ્મદેવની, ત્રાંબાની રૂદ્રની અને લોઢાની યમરાજની પ્રતીમાં કરવી. ગંગોદકથી ભરેલો વિષ્ણુ કલશ પશ્ચિમ દિશાએ સ્થાપન કરવો અને તેના પર પીળા વસ્ત્રવાળી વિષ્ણુની મૂર્તિ સ્થાપન કરવી. પુર્વ દિશાએ જળ અને દૂધ ભરેલો કુંભ સ્થાપન કરવો અને તેના પર રાતા વસ્ત્રવાળી રૂદ્રની પ્રતિમા સ્થાપન કરવી. દક્ષિણ દિશાએ જળથી ભરેલો કુંભ સ્થાપન કરવો અને તેના પર કાળા વસ્ત્રવાળી યમરાજની પ્રતિમા સ્થાપન કરવી.

ચારે કુંભ વચ્ચે રંગમંડળ ભરવું અને ત્યાં કૌશિક બ્રાહ્મણની પ્રતિમા સ્થાપન કરવી, પછી દક્ષિણ દિશાએ મોં કરી જનોઈ અપસવ્ય કરી તર્પણ કરવું, પછી શિવ, બ્રહ્મા વિષ્ણુ અને યમ ધર્મનું વેદોક્ત મંત્રોથી તર્પણ કરવું હોમ કરવો અને દશઘટાદિક શ્રાદ્ધ કરવું. પિતૃઓના ઉદ્ધાર્થે ભગવાનને પ્રાર્થના વસ્ત્રો તેમજ ઘીથી ભરેલા પાત્ર તેમજ સાત ધાન સાથે ગાયનું દાન કરવું. જો અંત સમયે તિલાદિ આઠ મહાદાન ન આપ્યા હોય તો તે શૈયાદાન સાથે આપવાં. શૈયાદાન લેનાર વિદ્વાન બ્રાહ્મણનાં પગ ધોઈ વસ્ત્રાદિ આપી પુજન કરવું. તેમજ લાડું, ચોળાના પુડલા અથવા વાટેલી દાળના વડા કરી જમાડવા. પછી શૈયા પર સુવર્ણના પુરૂષની સ્થાપના કરી તેનું પુજન કરી બ્રાહ્મણને શૈયા આપવી. અને કહેવુ સકળ સામગ્રીયુક્ત પ્રેતની પ્રતિમાવાળી શૈયા મેં તમને સમર્પણ કરી છે. કહી નમસ્કાર કરી બ્રાહ્મણને જવા દેવો.

અગિયારમાં દિવસે વૃષોત્સર્ગ કરતાં ધ્યાન રાખવું કે વાછરડો ખોડીલો ન હોવો જોઈએે. એ વાછરડો લાલ આંખ વાળો છીંકણીના રંગનો હોવો જોઈએ. શીંગડા, ગળું તથા પગની ખરીઓ રાતા જોઈએ. પેટ શ્વેત અને પુંઠ કાળી જોઈએ. ક્ષત્રીએ લાંલ અથવા મુંજડીયા રંગનો વૈશ્ય પીળા રંગનો વાછરડો આપવો આખા શરીરે તપખીરીયો રંગ હોય પણ પગ તેમજ પુંછડે શ્વેત હોય અથવા વાછરડાનો ઉત્સર્ગ કરતાં પિતૃઓની પ્રીતિ પ્રાપ્ત થાય છે. માટે વૃષોત્સર્ગ ખચીત કરવો. વૃષોત્સર્ગ કર્યા પછી વાછરડાને પકડવો નહિ તેમ તેને ઘરમાં રાખવો નહિ, વૃષોત્સર્ગ કરતી વખતે નવગ્રહનું તન્મંત્ર વડે સ્થાપન કરવું પછી હોમ કરી વાછરડા-વાછરડીનું પુજન કરી તેમણે કંકણ બાંધવા. ત્યાં વિધીથી એક સ્તંભ રોપી વાછરડા વાછરડીનું સ્થાપન કરી તેમને રૂદ્રદેવના જળ વડે સ્નાન કરાવી ગંધપુષ્પ વડે પુજન કરી પ્રદક્ષિણા કરાવી એ વૃક્ષના જમળે પાશે ત્રિશુળ ને ડાબે પાસે ચંદ્ર સ્થાપન કરવા પછી હાથ જોડી કહેવું ધર્મરૂપી વૃક્ષ તમને બ્રહ્માએ આ રૂપે નિર્માણ કર્યા છે. મેં તમારો ઉત્સર્ગ કર્યો છે. તમે મારું ભવસંસારથી રક્ષણ કરો કહે નમસ્કાર કરી છોડી મુકવો.

ભગવાન કહે છે કે હે ગરૂડ ! આ કર્મ કરનારને હું વરદાન આપી પ્રેતને મોક્ષ આપું છું. આ કર્મ શુભ ફળ દેનારું છે વળી આ કર્મ કાર્તિકાદિમાસના ઉત્તરાયણના સુર્ય સાથે થાય ત્યારે સુદ કે વદ બારસથી આરંભ તેની જોડેની તિથિએ તેમાં ગ્રહણની તિથિએ અને મેષ તથા તુલા સંક્રાંતિએ શુભ મુહુર્ત લગ્નમાં નિર્મળ અંત:કરણથી કરવું. આ ક્રિયા માટે વિદ્વાન બ્રાહ્મણને બોલાવવો હોમાદી કરી દાન આપી દેહ શુદ્ધ કરવો, પછી શાલિગ્રામની સ્થાપના કરી વૈષ્ણવની તેમજ આત્મશ્રાદ્ધ કરવું છે. બ્રાહ્મણને દક્ષિણા આપવી આથી પુત્રવાન અથવા પુત્રવિહીનના સકળ મનોરથ સિદ્ધ થાય છે. સર્વ પાપોથી મુક્ત થાય છે. વૃષોત્સર્ગ સમુ આ જગતમાં પુણ્ય નથી. વૃષોત્સર્ગ કર્યા પછી સપિંડી સુધીના શ્રાદ્ધ કરવાં તેની વિધિ હું તમને કહું છું.

મરણ પામે તે સ્થાને ઘરના બારણે, સ્મસાનના અર્ધે રસ્તે ચિતામાં પ્રેતના હાથ ઉપર અસ્થિ એકઠાં કરવાના ઠેકાણે અને દશ દિવસના દશ એવી રીતે પિંડ આપવા. પ્રથમ તેમજ ષોડશ શ્રાદ્ધ મલિન કહેવાય છે. હે ગરૂડ હૂં ષોડશમાંના બીજા શ્રાદ્ધ વિષે કહું છું. પહેલો પિંડ વિષ્ણુને, બીજો શિવને, ત્રીજો સપરિવાર યમને ચોથો ચંદ્રને, પાંચમો અગ્નિને, છઠ્ઠો કવ્યાહ દેહનો સાતમો કાલ દેવને, આઠમો રૂદ્રને, નવમો ગરૂદેવન, દશમો પ્રેતને, અગિયારમો વિષ્ણુને બારમો બ્રહ્મદેવને, તેરમો વિષ્ણુને ચૌદમો શિવને, પંદરમો યમરાજને અને શોળમો યમ પુરૂષને આપવો, આ શ્રાદ્ધને મધ્યમષોડશ કહેવામાં આવે છે. બાર મહિના સુધી દરેક માસે માસિક શ્રાદ્ધ કરવું. તહેવાર, પાક્ષિક, ત્રિપાક્ષિક ન્યુનષણ્માસિક અને ન્મુનાબ્દિક મળીને શોળ શ્રાદ્ધ કરવાં, પ્રેતત્વના નાશ માટે અડતાલિશ શ્રાદ્ધ થાય છે. તેથી તત્વમાંથી મુક્ત થઈ પિતૃઓની પંક્તિમાં ભળે છે. આ શ્રાદ્ધ ન થાય ત્યાં સુધી પ્રેતત્વ જતું નથી તેમજ સ્વદત્ત શ્રાદ્ધ તેને પ્રાપ્ત થતાં નથી. માટે મરનાર પાછળ રહેલ પુત્ર અથવા પત્નિએ આ શ્રાદ્ધ કરવાં. આ શ્રાદ્ધ કરનારની સ્ત્રી સતી મનાય છે. તેનું જીવન સફળ થયું ગણાય છે.

હે ગરૂડ ! કોઈપણ પ્રાણી દેવયોગે જળ અગ્નિથી મરણ પામે અથવા ઈરાદાપુર્વક આત્મહત્યા કરે તો તેની પાછળ પહેલાં કરેલી નારાયણ બલિ વગેરે ક્રિયાઓ કરવી. પણ સર્પદંશથી મરણ પામ્યો હોય તો સુદ અને વદની પાંચમે જમીન ઉપર લોટના નાગ કરી તેમનું સુગંધયુક્ત ધોળા પુષ્પોથી પુજન કરવું, ચંદન ચઢાવવું, ધુપદીપ સમર્પણ કરવું, તલ ચોખા ચઢાવવા, કુલેરનું નૈવેદ્ય ધરવું, દુધ સમર્પણ કરવું,બ્રાહ્મણને યથાશક્તિ સુવર્ણદાન તેમજ ગાય આપવી. પછી પ્રાર્થના કરતાં કહેવું હે નાગરાજ ! મારા પુજનથી સંતુષ્ટ થજો. પછી મરનારની નારાયણ બલિની ક્રિયા કરવી, આમ વર્ષ સુધી ક્રિયાઓ કરતા અન્નોદક સહિત નિત્ય ઘટદાન કરવું અથવા અગિયારમાંના દિવસે સકલ સપિંડિ કરવી અને સુતક ગયા પછી શૈયાદાન અને પદદાન કરવું.
ઈતિશ્રી ગરૂડપુરાણે સારોદ્વારે એકાદશી વિધિ નિરૂપણે નામ દ્વાદશોધ્યાય.

Leave a Comment

gu Gujarati
X