ગરૂડપુરાણ (અ.૧૦) । garud puran

અધ્યાય દસમો

       ગરૂડે પુછ્યું, હે પ્રભુ ! પુણ્યવનનો દેહ કેમ દહન કરવો તે મને કહો ત્યારે ભગવાને કહ્યું, હે ગરૂડ ! મરનારના સંતાનોએ બાંધવો સહિત મુંડન કરાવવું નખ તથા બગલના વાળ પણ લેવડાવવા, પછી સ્નાન કરી પ્રેતને સ્નાન કરાવવું. ચંદન અને ગંગાજીની મૃતિકા ચોપડવી. પુષ્પોની માળા નવા વસ્ત્રથી આચ્છાન કરવું પછી અપરાધક ગોત્રો તેમજ નામોચ્ચાર કરી સંકલ્પ કરવો અને તેના નામેથી જ પિંડદાન આપવું તેથી પૃથ્વીના અધિષ્ટાતા દેવ સંતુષ્ટ થાય છે. પછી બારણા આગળ પિંડ આપવો જેથી ભુતપ્રેતાદિ સંતુષ્ટ થાય છે. તે પછી ઘરની પુત્રવધુઓએ મરનારની પ્રદક્ષિણા કરી પુજન કરવું, તે પછી જે માતાપિતાએ સંતાનને પુત્રોએ પ્રેતને ખભે લેવું આમ કરવાથી પુત્ર પિતૃઋણમાંથી મુક્ત થાય છે. સ્મસાને જતા સમયે પ્રેતને સ્નાન કરાવી ભવ ભવ નામના પ્રેતને પિંડદાન કરવું જોઈએ. આ પિંડદાન કરવામાં ન આવે તો આ રાક્ષસાદી પ્રેતવાહન કરનારને યોગ્ય રહેવા દેતા નથી પછી પ્રેતનું માથું ઉત્તર તરફ રાખવું ને દહન કરવા યોગ્ય સ્થાન શોધી કાઢવું, તે સ્થાન જળથી સ્વચ્છ કરી ગાયના છાણથી લીંપવું અને એ ઠેકાણેની થોડીક માટી અંગુઠા તથા ટચલી આંગળીની જોડથી ભેગી કરી ઉપાડી લઇ ત્યાં વિધિપુર્વક અગ્નિની સ્થાપના કરવી અને પુષ્પા ક્ષતૈરથા કવ્યાદ એવા નામથી પુજા કરવી અને પ્રાર્થના કરવી હે કવ્યાદ પ્રાણીમાત્રને ધારણ કરનાર આપ છો. આ સંસારીજન મરણ પામ્યો છે. તેને સ્વર્ગ લઈ જાવ પછી જ્યાં અગ્નિ હોય ત્યાં ચંદન તુલસી, ખાખરો અને પીપળાના લાકડાની ચિતા કરવી તે પર પ્રેતને સુવાડી એક ચિતા પર અને બીજો તેના હાથમાં પ્રેત નામનો પિંડ એમ બે મુકવા. ત્રણવાર પિંડદાન કરે ત્યારથી સપિંડ સુધી કરનાર પ્રેત નામ પ્રાપ્ત થાય છે. આમ પાંચ પિંડ આપતા શબને આહુતિની યોગ્યતા આવે છે. અગર જો પંચકમાં માણસ મરી જાય તો તે માટે પ્રાયાશ્ચિત કરવું. નહિ તો પ્રેતને સદ્દગતિ થતી નથી, જો પ્રાયાશ્ચિત સિવાય દહન ક્રિયા કરવામાં આવે તો ઘરમાં ગોત્રીમાં વિઘ્ન આવ્યા વિના રહેતું નથી.

હે ગરૂડ! જો માણસ પંચકમાં મરે તો તેની પાસે દર્ભના ચાર પુતળા કરી ઋણ મંત્રિત કરવા, જયંતમંત્રથી સંપુટીત ઋક્ષ મંત્ર વડે હોમ કરવો, પછી પુતળાં સાથે પ્રેતને દહન કરવું. અને સપિંડને દિવસે પુત્રે શાંતિરૂપવિધિ કરવો. સંતોષની શાંતિ માટે તિલપાત્ર, હિરણ્ય, રોપ્ય, અને ઘીથી ભરેલું કાંસાનું પાત્રાદિ દાન કરવું. વળી સ્ત્રીએ પોતાના પતિ પાછળ સહગમન કરવું જોઈએ તે વખતે સ્નાન કરી વસ્ત્રાભૂષણો ધારણ કરી બ્રાહ્મણ વગેરેને દાન આપીને ગુરૂને નમસ્કાર કરી ઘરમાંથી બહાર નીકળવું. દેવાલયમાં જઈ વિષ્ણુને નમસ્કાર કરી વસ્ત્રાભૂષણ ત્યાં મુકી લજ્જા ત્યાગી હાથમાં શ્રીફળ લઈ સ્મશાને જવું ત્યાં જઈને સૂર્યને નમસ્કાર કરી ચિતાને પ્રદક્ષિણા કરી શ્રીફળ પોતાની સખીને આપી ચિતા પર ચઢવું આમ કરતા સ્ત્રીને પુનરપિ જન્મ લેવો પડતો નથી ને સ્વર્ગમાં પતિની સેવા કરતાં તે અપ્સરાઓથી સેવાય છે. ચૌદ ઈન્દ્ર થાય ત્યાં સુધી ત્યાં વાસ કરે છે. સહગમન કરવાથી તેના મોસાળીઆ પિયેરિયા અને સાસરીઆનો ઉદ્ધાર થાય છે. અને તે સ્ત્રી પતિ  સાથે સુર્ય ચંદ્ર રહે ત્યાં સુધી ક્રીડા કરે છે અને પછી વિમળ કુળમાં જન્મ લઈને તે જ પતિને પામે છે. પ્રેતને ચિતા પર ચઢાવ્યા પછી ગૃહસ્થની લાકડાવતી અને પતિની ખોપરીને શ્રીફળ વડે ફોડવી અને પિતૃલોકની પ્રાપ્તિ માટે બ્રહ્મલોકની પ્રાપ્તિ માટે બ્રહ્મરંધ્રમાં કાણું પાડી આજ્યાહૂતિ આપી કહેવું. હે અગ્નિ તમે વિષ્ણુથી ઉત્પન્ન થજો, પ્રેત દગ્ધ થયા પછી તિલમિશ્ર આજ્યાહૂતિ આપી શોક કરવો.

       શબના બળી ગયા પછી સ્ત્રી-પુત્રાદિઓએ સ્નાન કરી મરનાર નામ તથા ગોત્રનો ઉચ્ચાર કરી તિલાંજલિ આપવી. કડવા લીમડાના પાંદડા ભક્ષણ કરી મરનારના ગુણ ગાવા, સ્ત્રીઓને આગળ કરી ઘેર જવું, ઘેર આવી સ્નાન કરવું, ગાયને ગૌગ્રાસ આપવો પછી બીજાના ત્યાં અન્ન પત્રાળમાં જમવું, મરનાર જે જગ્યાએ મૃત્યુ પામ્યો હોય તે સ્થળને ગાયના છાણ વડે લીપવું અને તે સ્નાનના અથવા ચકલામાં માટીના પાત્રોમાં દૂધ તથા પાણી ભરી ત્રણ દિવસ મુકવુ, આ પાત્રો સાંઠી તથા દોરડીથી બનાવેલા તરવૈયા પર મુકવા અને કહેવું હે મરનાર તમે સ્મશાનના અગ્નિથી દગ્ધ થયા છો. બાંધવાદિએ તમારો ત્યાગ કર્યો છે માટે આ પાત્રોમાંનું દુધ તથા જળપાન કરો. મરનારની ટાઢી વાળવા ચોથે દિવસે સારૂં ન હોય તો બીજે કે ત્રીજે દિવસે સ્મશાનમાં જવું ત્યાં સ્નાન કરી ઊન અને સૂતરની બનાવેલી પવિત્રી ધારણ કરી, ત્યાં રહેતા ચંડાળને યથાશક્તિ દાન આપી અડદનું બલિદાન આપતા યમાયત્વેતિનો ઉચ્ચાર કરવો, ત્રણ ડાબી પ્રદક્ષિણા કરવી, પછી ચિતા પર દુધ અને પાણી છાંટી માહી રહેલા અસ્થિઓ બહાર કાઢી ખાખરાના પાન ઉપર મુકી દૂધ તથા જળથી ધોઈ માટીના પાત્રમાં મુકવા પછી શ્રાદ્ધ કરી ત્રિકોણ ચોકો કરી ગાયના છાણથી લીંપી દક્ષિણાભિમોઢે બેસી બાકીનો ત્રણે દિશાઓે ત્રણ પિંડ આપવા પછી ઘડાને જળમાં નાંખવો ને રાંધેલા ભાતમાં દહીં, ઘી અને જળથી તેના પિંડ કરી ભેળવી વિધિપુર્વક પ્રેતને આપવા પછી ઉત્તર દિશાએ પંદર ડગલા જઈ ત્યાં ખાડો ખોદી અસ્થિવાળું પાત્ર મુકી દાહ કર્યાની પિડા નીવારણાર્થે પિંડદાન કરવું અને અસ્થિપાત્રને ઊંડા ધરા પાસે લઈ જઈ દૂધ તથા જળની પલાળી કેસર, ચંદન ચઢાવી સંપુટમાં ઘાલી હ્રદય તથા મસ્તકને અડકાડવું પછી તે અસ્થિની પ્રદક્ષિણા કરી નમસ્કાર કરી જળમાં પધરાવવા.

જો આ અસ્થિ દશ દિવસમાં ગંગાજીમાં જઈ પડે તો પ્રાણી બ્રહ્મલોકમાંથી પાછું આવતું નથી, જેટલા દિવસ તે અસ્થિ ગંગાજીમાં રહે તેટલા હજાર વર્ષો તે પ્રાણી સ્વર્ગમાં રહે છે. ગંગાજીનો વાયુ જો મરનારને સ્પર્શે તો તે પાપ મુક્ત થાય છે માટે પુત્રે પિતાના અસ્થિને ગંગાજીમાં પધરાવવા, પછી પ્રેતની નિવૃતિ અર્થે દશાગાત્રાખ્ય કર્મ કરવું જો માણસ પરદેશમાં મરી જાય અને તેના સમાચાર મળે ત્યારે દર્ભનું પુતળું કરી દહન કરવું અને તેની રાખોડી ગંગાજીમાં નાખવી પછી દસ ગાત્રાદિ સિવાયના બીજા કર્મ કરવાં વળી તેના અસ્થિ ગંગાજળમાં નાખવા, જળ ભરેલા કુંભમાં દાન કરવાં, દુધ આપવું અને બાળકને જમાડવા, ગર્ભમાં મરેલા બાળકની કાંઈ જ ક્રિયા કરવાની હોતી નથી. પાંચ વર્ષની અંદરનું બાળક મરણ પામે તો માત્ર બાળક જમાડવા જનોઈવાળું કે કુંવારું બાળક હોય તો ખીર અને ગોળના કરેલા દસ પિંડ આપવા અગીયારમાં અથવા બારમા દિવસે વૃષોત્સર્ગ સિવાયના બીજા કર્મ કરવાં પિતા જીવતાં પાંચ વરસની અંદરના બાળકનું સપિંડ શ્રાદ્ધ કરવું નહી. પણ બારમે દિવસે એકોતિષ્ટ જ કરવું, સ્ત્રીઓ તથા શુદ્રના વિવાહને ઉપનયનના સ્થાને જાણવા અને તેની વય પ્રમાણે કરવી, કિશોરાવસ્થામાં મરણ પામેલા પાછળ શૈયાદાન, વૃક્ષોત્સર્ગ , પદદાન-મહાદાન ગૌદાન વગેરે કરવા. પરમહિંસાદિને દહન કરવા નહિ દાટવા તેમ તેમના પાછળ ક્રિયાઓ કરવી નહી, પણ તેમના પુત્રોએ પિતૃભક્તિને કારણે તિથિ શ્રાદ્ધ તેમજ ગયા શ્રાદ્ધ કરવું, જો સન્યાસી પરમહંસ, કુટીચક્ર અને બહુદકના શબને મહાનદી પાસે હોય તો તેમાં વહેવડાવવા.     

   ઈતીશ્રી ગરૂડપુરાણે દાહાસ્થિ સંચયકર્મ નિરૂપણો નામ દશમોધ્યાય.     

Leave a Comment

gu Gujarati
X