ગરૂડપુરાણ (અ.૧૪) । garud puran

અધ્યાય ચૌદમો

            ગરૂડ પુછે  હે ભગવાન ! યમલોકનું સવિસ્તાર વર્ણન મને કહી સંભળાવો. ત્યારે ભગવાને કહ્યું, હે ગરૂડ, એ સ્થાન નારદાદિ ઋષિઓને ગમન કરવા યોગ્ય છે દક્ષિણ તથા નૈઋત્યની વચ્ચે યમપુર આવેલું છે. એ નગરનું ક્ષેત્રફળ સહસ્ત્રયોજન છે. અનેક દરવાજા, કોટ અને અનેક માર્ગ યુક્ત છે.

આ નગરમાં પચ્ચીસ યોજનના વિસ્તારવાળું શિલ્પ કામોથી ભરપુર ધ્વજપતાકાથી શણગારેલું પચ્ચીસ યોજનનું ચિત્રગુપ્તનું મંદિર છે. અને ચિત્રગુપ્તના મંદિરની આસપાસ અનેક રોગોનાં સ્થાન આવેલા છે.

પાપપુણ્યના હિસાબ રાખતા ચિત્રગુપ્તના મંદિરથી આગળ જતાં યમધર્મનું રત્ન જડિત મંદિર છે. અપ્સરાઓ સંગીત નૃત્ય સાથે યમની સેવા કરે છે વળી તે કાલપાશ ધારણ કરનારા યોદ્ધાઓથી વિંટળાયેલા છે.

યમધર્મની સભામાં ઋષિઓ સુર્યવંશી તેમજ ચંદ્રવંશી રાજાઓ સભાસદો તરીકે બીરાજે છે. આ ધર્મસભાને દક્ષિણના માર્ગે જનાર પાતકીઓ જોતા નથી. બાકીની ત્રણ દિશાઓથી આવનારા પુણ્યશાળીઓને યમધર્મ આવકારે છે. તેમનું સન્માન કરે છે. પુજન કરે છે અને સિંહાસન બેસવા આપે છે આમાના કેટલાક કલ્પ પર્યંત નિવાસ કરી રહેલ પુણ્યનાયોગ ફરીથી માનવયોની પામે છે. હે ગરૂડ આ વર્ણનની કથા જે સાંભળશે તે ધર્મ રાજાની સભાને પામશે.

            ઈતિ શ્રી ગરૂડપુરાણે સારાદ્વારે ધર્મરાજ નગર નિરૂપણોનામ ચતુર્દશોધ્યાય.

Leave a Comment

gu Gujarati
X