ગરૂડપુરાણ (અ.૧૭) । garud puran

અધ્યાય સત્તરમો            

ભગવાન ગરૂડને કહે છે , હે ગરૂડ મેં તમને ઉર્ધ્વદેહિક કહ્યું તે મરનાર મનુષ્ય પાછળ જે દસ દિવસ સુધી સાંભળશે તે સર્વ પાતકોથી મુક્ત થશે, માતા પિતાના મરણ પછી પુત્ર વગેરે જે આ ગરૂડ પુરાણ સાંભળે તેના પિતાઓ મુક્ત થવા ઉપરાંત સંતતી પ્રાપ્ત થશે. તેમ જ મનોરથ પૂર્ણ થશે.

આ પુરાણ સર્વ દુ:ખનો નાશ કરનાર તેમ જ ધર્મ, અર્થ કામ અને મોક્ષ આપનાર છે આ પુરાણ બ્રાહ્મણ સાંભળે તો તેને વિદ્યા પ્રાપ્ત થાય, ક્ષત્રીય સાંભળે તો રાજ પ્રાપ્ત થાય. વૈશ્ય સાંભળે તો ધનવાન થાય અને શુદ્ર સાંભળે તો પાતકોથી મુક્ત થાય.

આ પુરાણ વાંચનારને જે દાન આપવા કહ્યા છે તે આપવા. ન આપે તો કર્મ ફલ થતું નથી.

પ્રથમ પુરાણની પુજા કરવી. પછી વસ્ત્રલંકાર વગેરે ઉપચાર સમર્પણ કરીને વાંચનારની પુજા કરવી. વાંચનારને સુવર્ણ તથા ભુમિ વગેરેના દાન આપવા એમ ભગવાન ગરૂડને કહે છે, હે ગરૂડ ! વાંચનાર સંતુષ્ટથી હું સંતુષ્ટ થાઉં છું.

            ઈતિ શ્રી ગરૂડપુરાણે શ્રવણ ફલ સમાપ્ત.

Leave a Comment

gu Gujarati
X