ગરૂડપુરાણ (અ.૪) । garud puran

       ગરૂડજી ભગવાનને પુછે હે ભગવાન, હે કેશવ કયા કર્મોથી પ્રાણ યમમાર્ગે જાય છે નરકમાં તેમજ વૈતરણીમાં પડે છે ત્યારે ભગવાને કહ્યું અધર્મ અશુભ કર્મો કરનારા પાતકી જીવો દક્ષિણ દરવાજેથી આવે છે વૈતરણીમાં પડે  વળી પોતાને જ મહાન માનનારા અભિમાનમાં અંધ થયેલ શુભકામમાં વિઘ્ન નાંખનારા, યજ્ઞ પુજાના દિને ત્યાગ કરનારા, નાસ્તીકો અસંયમી વ્યાભિચાર કરનારા, સાધુઓનો  દ્વેષ કરનારા, વિવાહની જાન તેમ જ યાત્રાળુને લુંટનાર નર્કમાં જાય છે. તેનો કદી પણ ઉદ્ધાર થતો નથી જે પુરૂષ ઘર, વન તથા ગામને આગ લગાડે છે તે ખચીત યમલોકમાં જાય છે. પણ તેને ધીકતા અગ્નિકુંડમાં નાખે છે. વળતો જીવ દૂતોને વિનવે છે. પણ દુતો તો દયા ન કરતા અસિપત્રના વનમાં લઈ જાય છે. ત્યાં તલવાર જેવા ધારવાળા પાંદડાથી તેનું શરીર છેદાય છે. તે વખતે દૂતો તેને તરસ લાંગતાં કડકળતું તેલ પીવા આપે છે તે પીતા તેનાં આંતરડાં બળી જાય છે ને જમીન પર પડે છે દુ:ખ પામે છે. પણ શબ્દ બોલતો નથી તે નિશ્વાસ નાખે છે હે ગરૂડ શાસ્ત્રમાં પાતકી જીવો માટે શિક્ષાઓ કહેલી જ છે. તેથી તે વર્ણવાથી ફળ શું ? પાતકી જીવ મહાપ્રલય થતા સુધી નર્કમાં દુ:ખ ભોગવ્યા જ કરે છે. આ નરકમાંથી જ્યારે તે મુક્ત થાય છે ત્યારે તે પહેલો ચાંડાલ યોનીમાં જન્મ લે છે અને તેમાંયે નાના વિધ રોગવાળો જે આગળ કહેવાશે.

ઈતિશ્રી ગરૂડપુરાણે સારોદ્વારે ચિહ્નનીરૂપણ નામ ચતુર્થોધ્યાય.

Leave a Comment

gu Gujarati
X