ગરૂડપુરાણ (અ.૬) । garud puran

              અધ્યાય છઠ્ઠો

       ભગવાનના શબ્દો સાંભળી ગરૂડે ફરીથી પૂછ્યું , હે ભગવાન, નરકયાતના ભોગવ્યા પછી માના ઉદરમાં તે શું દુ:ખ ભોગવે છે. તે કહો, ત્યારે ભગવાને કહ્યુ; હે ગરૂડ, રજોદર્શન એટલે ઈન્દ્રનું બ્રહ્મહત્યાનું પાતક-ઈન્દ્રે કરેલી બ્રહ્મહત્યા આમ વહેંચાઈ છે. રજોદર્શન પામેલી સ્ત્રી પહેલે દિવસે ચાંડાલિની, બીજે દિવસે બ્રહ્મઘાતી અને ત્રીજે દિવસે ધોબણ જાણવી. પ્રથમ દિવસ રજસ્વલા સ્ત્રી સ્પર્શને યોગ્ય નથી, આ દિવસોમાં જ નરકથી મુક્તિ મળેલા પાતકી જીવો ગર્ભરૂપે સ્થાન પાપે છે. પુરૂષના વીર્યરૂપે જીવસ્ત્રીના ઉદરમાં પ્રવેશ થાય છે. એક રાત્રી પછી સ્ત્રીના રક્તમાં તે વીર્ય બની જાય છે, પાંચ રાત્રી પછી કઠણ બોર જેવું થાય છે. પછી દેહાકૃતિ બનવા માંડે છે.

પહેલા મહિના પછી નખ, વાળ, ચામડી તેમજ છીદ્રો, ચોથા મહીના પછી સાતે ધાતુઓની ઉત્પતિ થાય છે. પાંચમાં મહિનામાં ક્ષુધા તૃષા લાગે છે. છઠ્ઠા મહિનામાં ઓરથી તે વીંટાય છે. અને શ્વાસ લેતો થાય છે. સ્ત્રીની જમણી કુખે હાલવા માંડે છે અને આઠમાં મહિનામાં ખાધેલી પીધેલી વસ્તુઓથી ધાતુ પુષ્ટ થાય છે. જીવ સ્ત્રીના ઉદરમાં વિષ્ટાના વસ્તુને રહે છે. ત્યાં વિષ્ટાના જીવો તેને દંશ દે છે. તેથી જીવ દુ:ખી થતો મુર્છા પામે છે.

ગર્ભીની માતાએ ખારાખાટા ખાધેલા પદાર્થોના રસ ગર્ભને સ્પર્શતા વેદના થાય છે. ગર્ભાશયના આંતરડાથી વિંટળાએલો હોય છતાં માથું નીચું રાખી બરડો નમાવી ગર્ભીણીની જમણી કુખમાં રહે છે. ત્યાં ગર્ભથી અંગ ફેરવાતું નથી. પરાધીન પંખીની જેમ પડી રહે છે. અને ત્યાં તેને સો જન્મોનું સ્મરણ થતા નિ:શ્વાસ નાખતો, આત્મસાક્ષાત્કાર પામેલો સાત ધાતુરૂપી સાત બંધનોથી બંધાયેલો જીવ દીનતાભરી વાણીમાં પ્રભુને પ્રાર્થના કરે છે.

આપ જગદાધાર છો, દીનદયાળ. પતિ પાવન, શરણાગતનું રક્ષણ કરનાર હે પ્રભુ ! અહીંથી છુટ્યા પછી માત્ર આપનું જ સ્મરણ કરીશ ને મોક્ષ મેળવીશ, મળમુત્રના કુવામાં પડેલો જઠરાગ્નિથી બળેલો હું બહાર આવવા ઈચ્છા રાખું છુ. હવે મારે આ સંસાર ન જોઈએ, હું માત્ર આપનો જ આશ્રય કરી કાર્યો કરીશ હે ગરૂડ ! દસ માસ પુરા થતા પ્રસુતિકાળના વાયુનો સ્પર્શ થતા અતિકષ્ટે પ્રાણી યોની દ્વારા બહાર આવે છે . ત્યારે ગર્ભમાં થયેલું જ્ઞાન ભુલી જાય છે. ગર્ભ સમયનું સ્મશાન વિષેનું દુ:ખ  સમયનું અને શાસ્ત્ર-પુરાણ જ્ઞાન માનવ ભુલી ન જાય તો સહેજે માયા બંધનથી પ્રાણી છુટા પાડી શકે છે પણ માયામાં ફસાયેલા પ્રાણી કોઈને કાંઈ કહ્યા વીના બાલ્યાવસ્થા દુ:ખ ભોગવે છે તારુણ્યાવસ્થામાં ધનની વિષય ભોગવવાની ઈચ્છામાં ભગવાનને ભુલી જાય છે. વળી એ આશાએ પુરી ન થવાથી તેઓ પર ક્રોધ કરતો શોક કરે છે.

હે ગરુડ! અતિ દૂર્લભ માનવ દેહ પ્રાપ્ત થયો હોવા છતાં તેની કિંમત સમજાતી નથી. કાળે કરી વૃદ્ધાવસ્થા આવે છે. અને તે અવસ્થામાં નાનાવિધ દુ:ખો ભોગવી પ્રાણી નરકે જાય છે. એ પ્રાણી પાછળ મુવા પછીની ક્રિયાઓ શ્રાદ્ધાદિક ન થવાથી નરકમાં જઈ પડે છે. તે હું કહી ગયો છું. હવે શું સાંભળવા ઈચ્છા છે ?

       ઈતિશ્રી ગરૂડપુરાણે પાપી જન્માદી દુ:ખ નિરૂપણો નામ ષષ્ટોધ્યાય.

Leave a Comment

gu Gujarati
X