ગરૂડપુરાણ (અ.૩) । garud puran

            ભગવાનના શબ્દો સાંભળી ગરૂડે પુછ્યું હે કેશવ યમમાર્ગના ત્રાસ સહન કર્યા પછી પાતકી જીવને ક્યા દુ:ખ ભોગવવા પડે છે તે કહો, તેના જવાબમાં ભગવાને કહ્યું હે ગરૂડ, હું તમને આદિથી અંત સુધીનું હ્રદયને કંપાવતું નર્કનું વર્ણન કહી સંભળાવું છું. મેં તમને બહુભીતી નામના યમમાર્ગે જતાં જે જે નગરો આવે છે તે કહો સંભળાવ્યા. હવે ચુમ્માલીસ યોજનના વિસ્તારવાળા યમનગર વિશે કહું તે સાંભળો. જીવ યમનગર પાસે આવતાં તેને જોતાં ઘણું કલ્પાત કરે છે. ત્યારે ત્યાંના રહેવાસીઓ ધર્મધ્વજ નામના યમપાલને ખબર આપે છે. દ્વારપાલ એ જીવના શુભાશુભ કર્મો ચિત્રગુપ્ત યમ ધર્મરાયને કહે છે. સર્વજ્ઞ-ધર્મ બધુ જાણતા હોવા છતાં એ પાતકી જીવ માટે ચિત્રગુપ્તને પુછે છે ત્યારે ચિત્રગુપ્ત બ્રહ્મપુત્ર ત્રણ લોકમાં સંચાર કરનાર જીવનાં કાયિક માનસિક અને વાચિક તેમજ ગુપ્ત કર્મોને જાણનાર દૂરદૂરના બનાવોને જોનાર શ્રવણને પુછે છે.

આ શ્રવણની સ્ત્રીઓ પણ તેમના પતિની માફક બધું જાણતી હોવાથી પતિ-પત્નીઓ ચિત્રગુપ્તને બધું કહે છે. અને જેઓ પુણ્યદાન કરી આવ્યા હોય તેમને મોક્ષ અને સ્વર્ગની ભલામણ કરે છે. વળી તે પાતકી જીવ માટે દુ:ખ દેનાર પણ થાય છે વળી જીવના બધાં કર્મો સુર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ આકાશ, ભુમિ જલ, અંતરાત્મા, યમ, દિવસ, રાત્રિ બેઉ સંધિકાલ જાણતા હોય છે.

યમ એ પાતકી જીવન પોતાની પાસે બોલાવી પોતાનું પાડા પર સવાર થયેલું પ્રલયકાળના મેઘના જેવા અવાજવાળુ, ઉગ્રદ્રઢ અને ભયંકર મુખવાળું દીર્ઘ નાસિકાવાળું મૃત્યુ અને જ્વર પાસે ઉભા છે. તેવું ત્રણ યોજનના વિસ્તારવાળા દેહનું ઉગ્ર સ્વરૂપ બતાવે છે. અને યમની પાસે રહેતા ચિત્રગુપ્ત અને દુતો પણ તેવું જ ભયંકર સ્વરૂપ બતાવે છે.

આ સ્વરૂપ જોતા જીવ ત્રાસ પામતો રૂદન કરે છે. કંપે છે! એટલે ચિત્રગુપ્ત ત્યારે યમ ચિત્રગુપ્તને જીવને તેના કર્મો માટે પુછવા કહે છે ? એટલે ચિત્રગુપ્ત પુછે હે પાતકી જીવ! પાપનો અહંકાર નો આશ્રય કરી તે ભયંકર પાપ આનંદથી કર્યા છે. તેની સજા ભોગવતા હવે શા માટે કંપે છે ? યમ-ધર્મ પાસે સર્વકોઈ સરખા જ છે.

જીવ ચિત્રગુપ્તના શબ્દો સાંભળી રડતો ચુપ ઉભો રહે છે. તેને યમ-ધર્મરાય તેનાં કર્મો તેમજ સજા કહી સંભળાવે જે પછી નિર્દયતાથી માર મારતા યમદુતો કહે છે તું હવે ભયંકર નર્કમાં જા. ગરૂડ ? યમ-ધર્મની આજ્ઞા પાડનાર ચંડ-પ્રચંડ વગેરે દૂતો હોય છે. તેમાંના કોઈ જીવને પાશથી બાંધી નરકમાં લઈ જાય છે. એ નરક પાસે પાંચયોજન વિસ્તારનું એકયોજન ઊંચાઈ વાળું જેની પર અનેક પાપી જીવ લટકેલા છે. એનું અગ્નિ જેવું તેજસ્વી શીર્ળાયું વૃક્ષ છે, એ વૃક્ષ છે. એ વૃક્ષપર સાંકળથી બાંધી જીવને લટકાવી માર મારવામાં આવે છે. ત્યારે નિ:સહાય જીવ રડે છે. પણ યમદૂતો ભયંકર લોખંડી શસોથી મારે જ જાય છે. આ મારથી જીવ બેશુદ્ધ થાય છે. ત્યારે યમદુતો કહે છે પાતકી, તને અન્ન કે જલદાન કરવાનું એય ન સુજ્યું ? પિતૃઓને સંતોષવા તર્પણ પણ ન કર્યું. સત્સંગ તીર્થયાત્રા દેવીપુજન કાંઈ જ તે ન કર્યું. બોલતો દુતોનો માર ખાતો જીવ નીચે પડે છે ને વૃક્ષના પાંદડાથી તેનું શરીર છેદાય છે, કુતરાઓ તેને કરડે છે. જીવ બુમો પાડે છે, ત્યારે દુતો તેના મોઢામાં માટી ઘાલે છે. પછી કેટલાક પાતકી જીવને કરવતથી વહેરે છે, ને કેટલાકના કુહાડીથી કટકા કરે છે તો કેટલાકને અગ્નિમાં તપાવે છે તો કેટલાકને ઘી કે તેલમાં તળે છે.  મદોન્મત હાથીના માર્ગમાં નાખે છે. તો કેટલાકને હાથ પગ બાંધી મોઢામાં લાકડાની ફાચર મારી ઉંચા કરે છે, કેટલાકને કુવામાં નાખે છે તો કેટલાકને પર્વત પરથી ગબડાવે  વળી કેટલાકને કીડાથી ખદબદતા કુંડામાં કેટલાકને માંસ ભક્ષણની ઈચ્છાવાળા કઠણ ચાંચોવાળા કાગડા અને ગીધ વળગી તેની આંખ માથા કોચે છે. ત્યારે લેણદારો આવી પોતાનાં લેણાની માગણી કરે છે. એટલે યમદુતો સાણસાથી જીવના દેહમાંથી માસ કાઢી લેણદારને આપે છે તેને મિશ્રાદિ નર્કમાં નાખે છે.

હે ગરૂડ! ભયંકર ચોરશી નરકો છે જેમાં પડતા જીવને જુદી વ્યથાઓ બ્રહ્માના એક એક દિવસ સુધી ભોગવવી પડે છે વળી મનુષ્યોથી ઉતરતી યોનીઓને પ્રાપ્ત કરી, યાતનાઓ સહન કરી, શુદ્ધ થઈને ફરીથી મનુષ્ય દેહને પામે છે.       

ઈતિશ્રી ગરૂડપુરાણે સારોદ્વારે યમતાના નિરૂપણ નામ તૃતીયોધ્યાય.

Leave a Comment

gu Gujarati
X