ગરૂડપુરાણ (અ.૧૧) । garud puran

અધ્યાય અગિયારમો
ગરૂડ પુછે છે, હે ભગવાન ! દશ ગાત્રાદિ કર્મ એટલે શું અને તેથી શું થાય તે કહો ? ભગવાને કહ્યું હે ગરૂડ ! પુત્રે પિતાના શોકનો ત્યાગ કરી પિતૃઋણથી મુક્ત થવા પંડદાનાદિ કર્મ કરવું, જો પુત્ર ન હોય તો પત્નીએ એ પણ ન હોય તો બાંધવોએ અગર શિષ્યોએ, પિત્રાઈઓએ, ગોર અથવા નાના ભાઈના પુત્રોએ દશગાત્રાદી કર્મ કરવું તેથી કોટિ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. મરી ગયેલું પાછું આવતું નથી તેવું જ્ઞાન મનમાં લાવી શોક કરવો નહિ. લીંટ વગેરે પાડવું નહિ. કારણ કે તે મરનારને ભક્ષણ કરવું પડે છે.

જો મોટો ભાઈ મૃત્યુ પામ્યો હોય તો નાના ભાઈએ ક્રિયા કરવી પણ પુત્ર મરણ પામ્યો હોય તો પિતાએ દશાગાવાદિ કર્મ કરવું નહિ, કોઈને ઘણાં પુત્રો હોય તો પણ મોટાએ જ શ્રાદ્ધાદિ સર્વ ક્રિયાઓ કરવી. મા બાપની પાછળ શ્રાદ્ધાદિ ક્રિયાઓ કરવા ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. વરસ પુરૂં થાય સુધીની ક્રિયા કરનાર પુત્રને ગયા શ્રાદ્ધનું ફળ પ્રાપ્ત થાય છે હે ગરૂડ ! હું દશગાત્રાખ્ય કર્મના વિધિ કહું છું તે સાંભળો. જળાશયમાં અગર તો તીર્થ સ્થાને મધ્યાહન્ન પછી મંત્રહીન સ્નાન કરવું સ્નાન કરવું એ પછી વૃક્ષની હેઠળ દક્ષિણ બાજુ મોં કરી બેસવું ત્યાં એક ઓટલી કરીને ગાયના છાણથી લીંપી એ ઠેકાણે કૌશિક નામના બ્રાહ્મણનું પાંદડા પર દર્ભથી સ્થાપન કરવું, પછી તેને પાદ્યાદી અર્પણ કરવાં પુણ્યસંકાશમંત્રથી નમસ્કાર કરવા પછી તેની આગળ પીંડ માટે દર્ભાસન મુકવું તેમજ ગોત્રોચ્ચાર કરી ત્યાં રાંધેલા ભાત અથવા જવનો લોટના પિંડ મુકવા અને તેના પર ચંદન ભાંગરા, પુષ્પો ચઢાવવા, ધુપ-દીપ, નૈવેદ્ય તાંબુલ તથા દક્ષિણા સમર્પણ કરવાં, દુધ પાણી ભેગા કરીને તેમાં અન્ન મેળવીને કાગડાઓને નાખવા અને પછી પ્રેતના નામનો તથા ગોતરનો ઉચ્ચાર કરી તલની અંજલી આપવી. તેમ જ અન્નોદક સમર્પણ કરવા.

મરનાર સ્ત્રી હોય તો યા પુરૂષ પણ મરણ પામે ત્યારથી સપિંડ સુધી પ્રેત શબ્દનો ઉચ્ચાર કરીને અન્નોદક આપવુ, પ હેલા દિવસથી નવ દિવસ સુધી જેના પિંડ પહેલે દિવસે આપ્યા હોય તેના જ આપવા, પ્રેતને સ્વર્ગ પ્રાપ્ત માટે નવમે દિવસે સપિંડથી તૈલાભ્યંગ કરવું. ઘર બહાર સ્નાન કરવું, સ્ત્રીઓને આગળ કરી હાથમાં ધરો તેમ જ જઈ લઈ મૃતસ્થાન તરફ જવું ને કહેવું ધરોની જેમ તમારા કુળની વૃદ્ધિ હજો. રંગેલા ચોખા અથવા વિરણના વાળાની મુળની પેઠે તમારું કાળ વિકસજો. આમ કહી ત્યાં ચોખા સાથે ધરો નાખવી દશમે દિવસે અડદના લોટનો પિંડ આપવો તેમજ તે દિવસે સઘળા બાંધવાદિકોએ ક્ષૌર કરાવવું, ક્રિયા કરનારે પણ કર્મો કરી ફરી સપિંડીને દિવસે ક્ષાર કરાવવુ, દશ દિવસ સુધી બ્રાહ્મણને મિષ્ટાન્ન જમાડવુ, પ્રેતની મુક્તિ માટે પ્રભુ પ્રાર્થના કરવી. હે ભગવાન ! આપ આદિ તેમજ અંત રહિત છો શંખ, ચક્ર, ગદા ધારણ કરનાર કમળ જેવા નેત્રવાળા છો. આપ જ પ્રેતને મોક્ષ આપનાર થજો, આમ નિત્ય શ્રાદ્ધ કર્યા પછી શબ્દો બોલવા પછી સ્નાન કરી ગાયને ખવડાવી ભોજન કરવું.

ઈતીશ્રી ગરૂડપુરાણે સારોદ્વારે દશગાત્રવિધિ નિરુપણ પુરાણે નામૌકાદશોધ્યાય.

Leave a Comment

gu Gujarati
X