ગરૂડ પુરાણ (અ.૮) । garud puran

અધ્યાય આઠમો

ગરૂડજી ભગવાનને પુછે છે હે પ્રભુ! પુણ્યવાનની ઉત્તરક્રિયા તેના પુત્રે કેવી રીતે કરવી તે કહો. ત્યારે ભગવાને કહ્યું, પુણ્યવાનોએ વૃદ્ધાવસ્થા આવતા શરીર વ્યાધીસ્ત થતાં કાનમાં આંગળી નાખતાં સંભળાતો ધબકાર ન સંભળાય ત્યારે મૃત્યુકાલ પાસે આવ્યો છે તેમ સમજવું અને મૃત્યુથી નિર્ભર થઈ પરલોકના સુખાર્થે આળસ તજી પાપોનું પ્રાયાશ્ચિત કરવું.

મૃત્યુનો સમય તદ્દન પાસે અવી જાય ત્યારે સ્નાન કરી શાલિગ્રામની વિધિપુર્વક પુજા કરવી નૈવેદ્ય અર્પણ કરવું. બ્રાહ્મણોને દાન દેવું, અષ્ટાક્ષરી તથા દ્વાદશાક્ષરી મંત્રનો જાપ કરવો ભગવાનનું નામ સાંભળતા પાપ બળી જાય છે, માટે તેના સંબંધીઓએ તેની પાસે બેસી દશ અવતારના નામ, તેમજ ભગવાનના નામ સંભળાવવા મરનાર કદાપિ પુત્રને બોલાવવા હેતુથી ભગવાનનું નામ લેશે તો પણ તે મુક્તિ પામશે. ભગવાનના નામનાં પાપી કરતાં પાપ થાકે એટલા પાપો બાળવાની શક્તિ છે, વળી યમધર્મ પણ પોતાના દૂતોને કહે છે ભગવાનનું નામ લેનારને અડકશો નહી, મારે પાસે લાવશો નહિ, પરંતુ જેની જીભે ભગવાનનું નામ લેવાતું નથી. જેનું માથું ભગવાનને નમતું નથી તેને મારી પાસે ઝાલી લાવો. જેઓ નિરંતર ભગવાનનું નામ લે છે. તેને નરક-યમ અને તેમના દૂતો પણ સ્વપ્ને પણ જણાતા નથી માટે વિષ્ણુનું સ્મરણ કરવુ, ગીતા સહસ્ત્ર નામ વાંચવા, વંચાવવા એકાદશીનું વ્રત ગીતા, ગંગાજળ, તુલસીપત્ર વિષ્ણુંનુ ચરણોદક તથા ભગવાનનું નામ મુક્તિ અપાવનાર છે.

વળી અંતકાલે વાછરડી સહીત ગાય સંકલ્પ કરી વેદ જાણનાર બ્રાહ્મણને આપવામાં આવે તેમ જ પુત્ર જે કાંઈ દાન આપે તે મરનારને માટે અક્ષય થાય છે. મરનારના હાથે દાન કરાવનાર સત્પુત્ર કહવાય છે, અંતકાળે તેમજ ગ્રહણને દિવસે જે દાન કરવામાં આવે તેનાથી મોટું ફળ મળે છે. તલ, લોહ, સોનું કપાસિયા, મીઠું, સપ્તધાન પૃથ્વી અને ગાય આ દાનથી મહાન પાપો નાશ પામે છે. મારા પરસેવાથી ઉત્પન્ન થયેલા ત્રિવિધ તલનું દાન કરવાથી અસુરો સંતુષ્ઠ પામે છે. કાયિક, વાચિક અને માનસિક પાપોનો શ્વેત, કૃષ્ણ અને કપિલ વર્ણના તલ નાશ કરે છે.

એક હાથે પૃથ્વીનો સ્પર્શ કરી બીજા હાથે લોખંડનું દાન કરનાર પ્રાણી કદીએ યમમાર્ગને જોતો નથી. વળી, લોહદાનને લીધે ઉરણ શ્યામસુત્ર શુંડામર્ક, ઉદુંબર તથા શેષંબલ આ પંચ યમદૂહા સંતુષ્ટ થાય છે. વળી, ગુપ્તદાન કરવાથી ભુવલોક ભુલોક અને સ્વર્ગલોકના વાસી સંતુષ્ટ થાય છે.

જ નરપાત ભુમિદાન કરતો નથી તે પ્રત્યેક જન્મે દરિદ્ર થાય છે. જે ભુમિદાન કરી શકે તેમ ન હોય તેણે ગૌદાન કરવું જોઈએ. મૃત્યું દુ:ખ નિવારણાર્થે નું ‘રૂદ્રધેનું’ કરજ મીટાવવા. ઋણધેનું અને મોક્ષધેનુંનું દાન કરવું પછી વિધિપુર્વક વૈતરણી ધેનુનું દાન કરવું. તિર્થાદિ કરતાં ગાયનું દાન કરનાર સહસ્ત્રગણું પુણ્ય પ્રાપ્ત કરે છે. પરંતુ દાન આપનારે સતપાત્રને જ દાન આપવુ.

હે ગરૂડ ! મેં પહેલા જે વૈતરણી માટે કહ્યું હતું તે પાસ ઉતરવા કાળી, રાતી અથવા ધોળી ગાયના શિંગડાને સુવર્ણથી, પગની ખરીઓ રૂંપાથી મઢાવવી. અને દોહવા માટે કાંસાનું પાત્ર આપવું. કાળા રંગના બે લુગડાંથી ગાયને ઢાંકવી, ગળે ઘંટડી બાંધવી અને ગાય પાસે કપાસિયા પર ત્રાંબાના પાત્ર પાસે વસ્ત્ર મુકવુ, કાંસાના વાસણમાં ઘી નાખી તેમાં યમરાજની સુવર્ણ પ્રતિમા પાસે લોઢાનો દંડ મુકવો. વળી એક ખાડો ખોદી તેમાં પાણી ભરી તેમાં શેરડીનું નાવ, સારા વસ્ત્રોથી વીંટીં મુકવું. પછી તેમા યમની પ્રતિમા મુકી યથાવિધિ ગાયને સંકલ્પ કરવો, પ્રાર્થના કરવી. હે જગન્નાથ હે શરણાગત વત્સલ! હું ભવસમુદ્રમાં ડુબ્યો છું. ત્રિવીધ તાપથી તપ્યો છું તો હે ભુદેવ ! મારો ઉદ્ધાર કરો. હું જે દક્ષિણા સહિત વૈતરણીનું દાન કરું છું તે સ્વીકારો. યમમાર્ગમાં સો યોજનના વિસ્તારવાળી હે વૈતરણી તમારામાંથી સુખરૂપે તરી જવા હું દાન કરું છું. અને ધેનુકા, યમમાર્ગમાં તમે મારૂં રક્ષણ કરજો આમ કહી દાન કરવું, વિદ્વાન માણસે નાશવંત દેહનો ભરોસો ન કરતા નિરોગી અવસ્થામાં દાન કરવું. પૃથ્વી પર જન્મ લઈને જે જે પુણ્યો કર્યા તે યમમાર્ગમાં આગળ આવે છે, અને પુણ્યના પ્રભાવે મનુષ્યત્વ પામે  અને તે પુણ્યનો ઉ૫ભોગ કરે છે શ્રાદ્ધ તેમ જ વિધિપૂર્વક કરેલું દાન હે ગરૂડ ! હું સ્વીકારું છું. જે કોઈ પોતાના નિમિત્તે દ્રવ્ય ખર્ચે તો હજારગણું બહેનના નિમિતે ખર્ચે તો દશહજારગણું, અને બંધુના નિમિતે ખર્ચે તો અક્ષય ફળ પ્રાપ્ત કરે છે. અને મૃત્યુકાળે યમનો ભય રહેતો નથી.

       ઈતિશ્રી ગરૂડ પુરાણે સારોદ્વારે આતુર દાન નિરૂપણો નામાષ્ટોધ્યાય.

Leave a Comment

gu Gujarati
X