ગરૂડ પુરાણ (અ.૯) । garud puran

અધ્યાય નવમો

       ગરૂડ પુછે છે, હે પ્રભુ ! અંત સમયે દાન કરવા સંબંધમાં મને કહ્યું. પરંતુ ખરેખરા મૃત્યુકાળ પાસે આવે ત્યારે શું કરવું તે કહો. ભગવાન કહે છે, હે ગરૂડ ? પ્રાણીના મરણ સમયે તુલસીના છાયા નીચે ગાયના છાણનો ચોકો કરવો, ચોકો કરવાથી ત્યાં શીવ, બ્રહ્મા, વિષ્ણું દેવો આવે છે. ચોકો નહિ કરવાથી યમદુતો ત્યાં પ્રવેશે છે. માટે અવશ્ય ચોકોએ કરેલા તુલસીપત્ર અને દર્ભ મુકવાં. તેમજ તલના કણ વેરવા.પાસે સફેદ આસન ઉપર તેમજ શાલિગ્રામની શિલા સ્થાપન કરવી. મરણ સમયે તેના દર્શન થાય તો મુક્તિ મળે છે. દર્ભવાળા ચોકામાં માનવનું મૃત્યું થાય તો તે પુત્રહિન હોવા છતાં સ્વર્ગને પામે છે. ચોકામાં તલનો ઉપયોગ કરવાથી પિશાચ-દૈત્યો નાસી જાય છે. પૃથ્વી સદાય પવિત્ર છે છતાં લીંપીંને મરનારને સુવાડવો તેમજ અગ્નિહોત્ર, શ્રાદ્ધકર્મ બ્રહ્મભોજન તથા દેવપુજા પૃથ્વીને લીંપ્યા વિના કરવા નહિં

       ચોકામાં સુવાડ્યા પછી સુવર્ણ અને રત્ન તેના મુખમાં મુકવું, પછી શાલિગ્રામનું ચરણોદક તેના મુખમાં મુકવું. આમ કરવાથી મરનાર વૈકુંઠલોકને પામે છે. વળી ગંગોદકનું પાન કરાવવાથી સકળ પાપો નાશપામી વૈકુંઠને પામે છે. દર્શન, સ્પર્શન પાન અને કીર્તનમાંથી ગંગાજીનું એક પણ કરવામાં આવે તો અનેક પાપોમાંથી મુક્તિ મળે છે. વળી ગંગાનો જપ જપ કરવાથી વિષ્ણું પ્રાપ્ત થાય છે. પછી યથાશક્તિ ભાગવત સાંભળવું. મૃત્યુ સમયે ભાગવતના અડધા અથવા પા શ્લોકનો ઉચ્ચાર કરનાર ફરથી જન્મતો નથી. બ્રાહ્મણે વેદ અને ઉપનિષદોના પાઠ કરવા ક્ષત્રિયે શિવ અથવા વિષ્ણુંનું સ્તવન કરવું તેથી તેમની મુક્તિ થાય છે. ભગવાન કહે છે, હે ગરૂડ પ્રાણના પ્રયાણ સમયે ઉપવાસ કરવો. વૈરાગ્ય પાળનાર બ્રાહ્મણને આતુર સન્યાસ આપવો, કંઠે પ્રાણ હોય ત્યારે હું સન્યાસી છું. એમ કહેનાર વૈકુંઠલોકમાં જાય છે.

       પુણ્યવાનનો પ્રાણ મુખનું છિદ્ર, ૧ ચક્ષુના ૨, નાસિકાના ૩, તથા કર્ણના ૨, છિદ્રો દ્વારા જાય છે, નાભિ આગળ ભેગા રહેલા પાન અને અપાનવાયું ત્યારે જુદા પડે છે. અને પ્રાણરૂપી વાયુ સુક્ષ્મ થઈને શરીરમાંથી નીકળી જાય છે. અને નીચે પડે છે. ચેષ્ઠાહીન થઈ જાય છે અસ્પૃશ્ય અને દુર્ગંધયુક્ત બને છે. એ જ દેહને બાળવામાં આવે એટલે ભસ્મ થાય અને જો દેહમાંથી પ્રાણવાયું જતાં પૃથ્વી, જળ, તેજ વાયુ અને આકાશના તત્વો તેમા મળી જાય છે. અને શબ્દાદિ વિષયોથી વીંટળાયેલો ઈન્દ્રિયોયુક્ત જીવત સ્વકર્મથી પ્રાપ્ત થયેલા દેહમાં તે પ્રવેશ કરે છે.

       ઈતિશ્રી ગરૂડપુરાણે સારોદ્વારે ક્રિયમાણ કૃત્ય નિરૂપણો નામ નવમોધ્યાય.

Leave a Comment

gu Gujarati
X