ગરૂડ પુરાણ (અ-પ) । garud puran

       અધ્યાય પાંચમો

હિંસાદિકર્મ કરીને જીવે, વ્યાપાર અથવા તીર્થયાત્રા કરનારાઓને લુંટે તે કસાઈ ને ત્યાં ઘેટાંબકરાં વગેરે પશુઓ થાય છે. ઝેર ખાઈ આત્મહત્યા કરનાર પર્વત પર કાળો સર્પ સરજે છે શ્વેચ્છાચારી વનમાં હાથી સરજે છે. વૈશ્વદેવ ન કર્યા છતાં બધે ગમે ત્યાં જમનારો બ્રાહ્મણ ઉજ્જડ વનમાં વાઘ સરજે છે, બ્રાહ્મણ જન્મી ગાયત્રી સંધ્યા ન કરનાર, દુષ્ટ છતાં સાધુપણું દેખાડનાર બગલા સરજે છે, અનાધીકારી પાસે બ્રાહ્મણ યજ્ઞ કરાવે છે તે ભુંડ તેમજ દક્ષિણા લોભથી તે ગધેડું સરજે છે. ભોજન કરતાં મંત્રોચ્ચાર ન કરનાર કાગડો સરજે છે. વિદ્યા ભણવા સુપાત્ર બ્રાહ્મણે ઈચ્છા ન દર્શાવી હોય ને બ્રાહ્મણ ન ભણાવે તો બળદ થાય. ગુરૂનો તિરસ્કાર કરનારો, અને વાદ કરનાર બ્રાહ્મણ નિર્જન પ્રદેશમાં બ્રહ્મરાક્ષસ સરજે છે.

દરેક કથા, મન વગર આપે તો તે અજગર સરજે છે. મિત્રદ્રોહી પર્વત પરની ગરધણ અને વ્યાપારમાં ઠગનારો ઘુવડ સરજે છે, બ્રાહ્મણ, ક્ષત્રી વગેરે ચાર વર્ણ તથા બ્રાહ્મચર્યાદિ આશ્રમોની નિંદા કરનાર હોલો અથવા કબુતર સરજે છે  આશાનો ભંગ કરનારો, સ્નેહ તોડનારો અને દ્વેષથી સ્ત્રીનો ત્યાગ કરનારો ચકોર પક્ષી સરજે છે. મા, બાપ ગુરૂ બહેન અને ભાઈ વગેરેનો દોષ કરનારો એમને ત્યાં જન્મ લઈ ત્યાં જ નાશ પામે છે. સાસુસસરાનો દ્વેષ કરનાર ગાળો દઈને કલહ કરે છેને જળો સરજે છે. તેમની અવગણના કરનારા જુ સરજે છે, પતિનો ત્યાગ કરી પરપુરૂષનું માને તો ગરોળી કે આંધળી ચાકરણ સરજે છે. પોતાના કુળનો નાશ કરનારો, સગોત્રી સ્ત્રીની સાથે વ્યભિચાર કરનારો જરખ થઈ પછી રીંછની યોનીમાં જાય છે, પતિવ્રતા સાથે સંભોગ કરનાર કામાંધ મારવાડમાં પિશાચ સરજે છે.  ગુરૂપત્ની સાથે વિષયના ઈચ્છાવાળો કાચબો સરજે છે. રાણી સાથે ગમન કરનારો ઊંટ અને મિત્રપત્ની સાથે ગમન કરનારો ગધેડો અથવા અસુર સરજે છે. ગુદાદ્વારાએ મૈથુન કરનારો ગધેડું અથવા અસુર સરજે છે. શુદ્ર સાથે ગમન કરનારો ઉચ્ચ યોનીવાળો પુરુષ બળદ સરજે છે. અતિ વિષયોનું સેવન કરનાર પુરૂષ ઘોડો સરજે છે. અગિયારમાંના નિમિતનું જમનાર બ્રાહ્મણો, તપોધન અથવા કાયટિઆમાં ખપે છે. અને કુકડો થાય છે જે અધમ દ્રવ્ય લઈને દેવોની પુજા કરનાર બ્રાહ્મણ તપોધન થાય છે. શ્રાદ્ધાદિ તેમજ યજ્ઞાદિ ક્રિયાઓ કરાવવા અધિકારરહિત થાય છે જ્યાં સુધી સુર્ય, ચંદ્ર અને નક્ષત્રો હોય છે ત્યાં સુધી પોતીકા સાતે કુળનો નાશ કરે છે હે ગરૂડ, લોઢા અને પથ્થરનું ચુર્ણ તથા ઝેર જીરવી શકાય પણ બ્રાહ્મણનું દ્રવ્ય જીરવી શકવાનો સંભવ નથી.

બ્રાહ્મણનું દ્રવ્ય હરણ કરીને દ્રવ્યને બદલે આણેલા અન્નાદિરસ વડે પુષ્ટ થયેલા હાથી, ઘોડો વગેરે યુદ્ધ વખતે નાશ પાપે છે, વેદ તથા શાસ્ત્રોમાં કુશળ બ્રાહ્મણને પડતો મુકીને બીજાને દાન આપીનાર અનેક વાર નરક ભોગવી, તે પ્રાણી જન્માંધ, દરિદ્ર, તથા યાચક સરજે છે. પોતે અથવા બીજાએ આપેલી બ્રાહ્મણની જમીન જો હરણ કરે તો તે વિષ્ટામાં સાઠ હજાર લાખ વર્ષો સુધી કીડો સરજે છે બ્રાહ્મણોને વર્ષાસન આપનાર લાખ ગાયોનું પાલન કર્યાનુ ફળ મેળવે છે. હે ગરૂડ ! એ રીતેના ચીહ્નો જે જીવને પ્રાપ્ત થાય છે તે સર્વે નિજકર્મો પાર્જીત છે આવા પાપ કરનાર યમલોકે જઈ નરક યાતના ભોગવી બાકી રહેલાં પાપના ઉપયોગ અર્થે ઉપર કહેલી યોનીઓમાં જન્મ લે છે, પછી અહીં હજારો નીચ યોનીમાં જન્મ લઈ ભાર વહેવો વગેરે દુ:ખનો ઉપભોગ લે છે. જીવો વૃષ્ટિ, શીત તથા ઉષ્ણતાથી પ્રાપ્ત થનારા દુ:ખ ભોગવીને પાપ પુણ્ય સમાન થાય એટલે તેમને મનુષ્યજન્મ પ્રાપ્ત થાય છે. અને તે માતાના ઉદરમાં તે મરણપર્યંત દુ:ખ ભોગવે છે.

ઈતિશ્રી ગરુડપુરાણે સારોદ્વારે પાપી જન્માદિ દુ:ખનિરૂપણ નામ પંચમોધ્યાય.     

Leave a Comment

gu Gujarati
X