જયાં હનુમાનજીનું નામ લેવુ પણ પાપ છેે.

આ ઘોર કળીયુગમાં ભગવાનના પ્રતિનિધિ તરીકે હનુમાનજી સદેહે આ પૃથ્વી ઉપર હાજરાહજુર છે. એટલા માટે મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજીના મંદિરમાં લોકોની લાંબી લાઈન લાગી હોય છે. અને લોકો પોત-પોતાની મનોકામના હનુમાનજીને સંભળાવે છે.

       પરંતુ એક જગ્યા એવી પણ છે કે જ્યાંના લોકો હનુમાનજીની પૂજા નથી કરતા પરંતુ એ લોકોના હ્રદયમાં હનુમાનજી પ્રત્યે નફરત ભરેલી છે.

       સામાન્ય રીતે સમગ્ર વિશ્વમાં કૃષ્ણને માખણચોર તરીકે ઓળખવામાં આવે છે. પણ અહીંના લોકો હનુમાનજીને ચોર કહે છે. શેનો ચોર કહે છે ખબર ? જે આપણે આગળ જોઈશું.

       હનુમાનજી પ્રત્યે આ નફરત આજ-કાલની નથી પણ, એ વખતની છે. કે જ્યારે રામ-રાવણના યુદ્ધમાં મેઘનાદ નાં નાગપાશમાં બંધાઈને લક્ષ્મણજી બેહોશ થઈ ગયા હતાં. આ સમયે લક્ષ્મણને હોંશમાં લાવવા માટે સુશેણ નામનાં વેદ્યે હનુમાનજીને હિમાલયમાંથી સંજીવની જડીબુટ્ટી લાવવા કહ્યું હતું. એ તો આપ સૌ જાણો જ છો.

       ત્યારે હનુમાનજી પવનવેગે ઉડીને ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં આવેલ દ્રોણાગીરી પર્વત ઉપર પહોંચ્યાં. દ્રોણાગીરી પર્વત ચમોલી જીલ્લાના જોશીમઠના એરિયામાં ફેલાયેલો છે. આ પર્વતની તળેટીમાં દ્રોણાગીરી નામનું એક ગામ છે. આ ગામનાં લોકોનું કહેવુ છે કે હનુમાનજી જ્યારે સંજીવની બુટ્ટી લેવા આવ્યા ત્યારે ગામની એક વૃદ્ધ મહિલાએ હનુમાનજીને પર્વતનો એ ભાગ બતાવ્યો જ્યાં સંજીવની બુટ્ટી ઉગતી હતી. આ જડીબુટ્ટી સુધી પહોંચવાનો રસ્તો પણ એ સ્ત્રીએ જ બતાવ્યો હતો.

       હવે બન્યું એવું કે હનુમાનજી જડીબુટ્ટી ઓળખી શક્યા નહી અને એ મુંજવણમાં તેઓએ જડીબુટ્ટીને બદલે તે જ્યાં જડીબુટ્ટી ઉગતી હતી એ આખો ભાગ જ ઉખેડી ને લઈ ગયા.

       આમ આ વિસ્તારના લોકોની નજરમાં હનુમાનજી એક ચોર છે. અને એ પણ પર્વતચોર.

       હનુમાનજીનાં આવા વ્યવહારને કારણે અહીની સ્થાનિક પ્રજા હનુમાનજીથી નારાજ છે.

       હનુમાનજી પ્રત્યેની નારાજગી એટલી હદે છે કે ભુલથી પણ જો હનુમાનજીનું નામ લેવાઈ જાય તો પણ અથવા હનુમાનજીની પૂજા કરે તો પણ તેને નાત અને ગામની બહાર મુકી દેવાય છે.

       આમ જોઈએ તો આ ગામમાં ભગવાન શ્રીરામ પ્રત્યે કોઈ નારાજગી નથી. ઉલ્ટાનાં રામની પૂજા ખુબ જ ધામધુમથી કરે છે. ભક્તિભાવના સાથે કરે છે.

       અહીંના લોકો દર વર્ષે દ્રોણગીરી પર્વતની પૂજા કરે છે પરંતુ, આ પૂજામાં મહિલાઓને સામેલ નથી કરતાં. એનું કારણ છે કે દ્રોણાગીરી પર્વત નો એ હિસ્સો કે જ્યાં જડીબુટ્ટી ઉગતી હતી. એ બતાવનાર એક મહિલા જ હતી. તેથી મહિલાને ગુન્હેગાર ગણીને પૂજામાં સામેલ નથી કરતાં.

       સ્વાભાવિક જ વાત છે. શું કોઈ તમારા ઘરમાં આવીને ચપટી ખાંડ માગે અને ખાંડ માટે તમે ખાંડનું પાત્ર બતાવી તેમાંથી  ખાંડ લેવાનું કહો પણ, તે ખાંડને બદલે ખાંડનું આખુ પાત્ર જ ઉપાડી જાય તો શું તમે તેનો આદર સત્કાર કરશો કે નફરત ? બસ, આમ જ આ દ્રોણાગીરી પર્વત અને હનુમાનજી વચ્ચે પણ આવું જ થયું છે.

આ માહીતીને વિડીયો રુપેે જુવો:- https://youtu.be/VJOnabsXaJQ

Leave a Comment

gu Gujarati
X