ડિપ્રેશન, તેના કારણો અને ઉપાયો.

નમસ્કાર સ્વાગત છે તમારું.

આજે આપણે એક એવા વિષયની માહિતિ જાણીશું કે જે આજના જમાનામાં અતિ અગત્યનું છે. આજના આ ઝડપી જમાનામાં દરેક મનુષ્ય એટલો બધો પોતાના કાર્યોમાં રચ્યો પચ્યો રહે છે. કે તે પોતાની જાતને પણ ભુલી બેસે છે.એને એ પણ ખબર નથી રહેતી કે પોતાના તન અને મનની શું હાલત થઈ છે. એમાંયે આ ડિજીટલ યુગમાં મોબાઈલ, લેપટોપ કોમ્પ્યુટર જેવા સાધનો પણ ભાગ ભજવે છે.

       એ શું ભાગ ભજવે છે. ખબર છે ?

       આ બધી ડિજીટલ આઈટમો સૌ પ્રથમ તો તમને આળસુ બનાવે છે. બીજું આંખોની તાકાત બગાડી નાખે છે. ને કમજોર બનાવે છે. ત્રીજું મગજને પણ ડખોળી નાખે છે. મારી આ વાત તમને ખોટી લાગશે, તમે જ્યારે લાંબો સમય આ આઈટમો સાથે રહો છો ત્યારે આ બધી તકલીફો ઊભી થાય છે. આ તકલીફોની સાથે ઘરમાં પણ અમુક પ્રોબ્લેમો ઊભા થતા હોય છે. દરેકને પોત પોતાના પ્રમાણમાં પ્રોબ્લેમો હોય છે.

       આ ભાગદોડ વાળી આ ટાઈપની જીંદગીમાં આપણે કુદરતે આપેલા શરીરને આત્મા સાથે ટકાવી રાખવાની કોશિશ કરતી રહેવી જોઈએ. તો જ જીંદગી જીવવાની મજા આવશે. તો આ કોશિશ કઈ રીતે કરવી ? અને શા માટે ? તેના માટે શું કરવું ? તેના વિશે આજે આપણે જાણીશું.

       સૌ પ્રથમ તો આપણા જીવનમાં આવતા દરેક પ્રોબ્લેમને વિભાજીત કરો. એમાંથી જે નકામા હોય તેને કાઢી નાંખો તેને યાદ જ નહી કરવાના, બાકીના જે છે તેમાંથી અતિ અગત્યના પ્રોબ્લેમને સમજી વિચારીને હળવાશથી ઉકેલવાના. હળવાશથી ઉકેલવા માટે સૌ પહેલા મનને શાંત રાખતા શીખવું પડે છે.

       ક્યારેક માણસ કુટુંબથી દૂર રહીને એકલતા અનુભવતો હોય છે. પણ એકલતાને ના માણી શકે તો ડિપ્રેશનમાં જવાની બીક રહે છે. ડિપ્રેશન એક એવો રોગ છે. કે જે માણસ ડિપ્રેશનનો રોગી હોય છે. તે પોતાની તકલીફ સામે વાળી વ્યક્તિને દર્શાવતો નથી કે અંદાજો પણ લાગવા દેતો નથી. લોકો સામે એવું વર્તન કરે છે કે જાણે એને કશી તકલીફ જ નથી.

પણ જો તમે તેની હાલતને સમજીને તેની સાથે લાગણીભર્યો વ્યવહાર કરીને રહેશો તો એ બધી વાતો કરશે અને પોતાની તકલીફ જણાવશે. એ જ સમયથી એનો ઉપાય શરૂ કરી દેવાનો કે જેનાથી તે વધુ ડિપ્રેશનમાં ના જતો રહે.

       ડિપ્રેશનગ્રસ્ત વ્યક્તિ એટલી હદે જઈ શકે છે કે તે પોતે ગુસ્સે થઇને કોઈનું મર્ડર પણ કરી શકે છે અથવા તે સહન નહી થતા તે પોતાની જાતને કંટ્રોલ કરતા કરતા દિવાલોમાં માથું પણ પટકાવવા માંડે છે. આ રીતે ગુસ્સે થયેલાને પહેલાં તમે શાંતિથી સાંભળો અને જ્યાં સુધી તે શાંત ના થાય ત્યાં સુધી તેની હા માં હા અને ના માં ના કરતા રહી જેવું તેનું મગજ શાંત થશે કે તરત તેને બધું સમજાવા લાગશે અને પોતાની વર્તણુક પર પણ શરમ અનુભવશે.

       પણ હા, જો તમે ડિપ્રેશનમાં રહેલા રોગીની સામે જંગે ચડી ગયા તો પછી તેની તાકાત બમણી થઈ જતી હોય છે. પછી તેને ખબર નથી હોતી કે તે શું કરે છે. જેને અમુક અંધશ્રદ્ધાળુ લોકો ભુત પ્રેતનો વળગાડ કહે છે. પણ ખરેખર તો તે ડિપ્રેશનમાં હોય છે.

       તાજેતરમાં જ આપણે જોયું કે ફિલ્મ અને ટીવી દ્વારા લોકપ્રિય થનાર હીરો સુશાંતસિંહ રાજપુત કે જેણે ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી લીધી. તેની પાછળનુ કારણ શું હતું તેના ઘરના દરેક સભ્યો અલગ અલગ જીવતા હતા. અને નાની ઉંમરમાં માતાનું મરણ આ ઉપરાંત આટલી બધી ઈન્કમ, આટલું બધુ ટેલેન્ટ હોવા છતાં પોતે એકલા જ જીવન વ્યતિત કરતા હતાં. તેને આત્મહત્યા કરવાનો વિચાર આવવાનું કારણ ડિપ્રેશન જ હતું.

જો તેમણે પોતાની જીવનશૈલીમાં એકલતાને માણતા શીખી લીધું હોત તો તે એક દિવસ બોલિવુડમાં નંબર વન હીરો તરીકે સુપરસ્ટાર બની શકવાની ક્ષમતા હતી. વાત રહી એકલતાને કઈ રીતે અનુકૂળ બનાવવી. એકલતાને અનુકૂળ બનાવવા માટે ધ્યાન, યોગ પ્રાણાયામ દરેક મનુષ્યએ કરવા જરૂરી છે. ફક્ત એક્ષરસાઈઝ કરવાથી શરીર તંદુરસ્ત તો દેખાય છે. પણ, અંદરથી આત્મા અને મન જો તંદુરસ્ત નહીં હોય તો માનસિક રોગ જ થવાના છે.

તો એના માટે આપણે ધ્યાન, પ્રાણાયામ કરવા જરૂરી છે. ભગવાને આપણને એકલા જ મોકલ્યા છે. અને એકલાને જ બોલાવશે તો પછી વચ્ચેની જીંદગીમાં પણ એકલા રહેતા શીખવું જોઈએ. જો તમે એકલા રહેવાનો મતલબ એવો ના કાઢતાં કે રૂમમાં પુરાઈને રહેવું કે નોખું મકાન લઈ રહેવું કે જંગલમાં જતું રહેવું. એકલા મતલબ કે આપણે જે પણ કર્મ કરીએ છીએ તેનો કર્તા કોણ છે ? તો તે આપણે એકલા જ છીએ તો એ કર્તા એ આપણો આત્મા છે.

અને આ આત્મા એકલો જ રહે છે. પ્રભુનાં ઈશારા પર પણ આપણે તેને જબરદસ્તીથી ચંચળ મનના ઈશારા પર રાખીએ છીએ જેને કારણે અનેક તકલીફો ઊભી થાય છે. એના બદલામાં જો ધ્યાન, પ્રાણાયામ કરીને આત્મા સો પરમાત્મા એવા આત્માને જ મજબુત બનાવીએ તો ? મન પણ ચંચળ ના રહેતા આત્માની સાથે મળી સારા નિર્ણયો લેતા શીખે અને માનસિક રોગોથી દૂર રાખશે. આજે હું તમને એક અલગથી Request કરીશ.

       તો વાચકમિત્રો મારી તમને એક નમ્ર અરજ છે કે પ્લીઝ, આપ પણ દરરોજ સમય કાઢી ધ્યાન, યોગ પ્રાણાયામ કરો. જેથી આ ઝડપી જમાનામાં કોઈપણ પ્રકારના માનસિક રોગોથી દૂર રહી શકાય. બાકી પછી માનસિક રોગથી કેવા કેવા બનાવો બને છે તે તમે હમણાં આ લોકડાઉનના સમયગાળામાં જાણ્યું હશે.

આ કોરોનાના સમયમાં લોકડાઉનથી જો તમે નવરાં બેઠા કંટાળી ગયા હોય તો રોજ ઘરના દરેક સભ્યો એક બીજાને ધ્યાન, પ્રાણાયામ શીખવીને પોતાના મનને પ્રફુલ્લિત રાખશો ને સાથે આ લોકડાઉનના સમયમાં નવરા બેઠા થયેલા માનસિક તણાવથી બચવાની કોશિશ કરજો જેથી ફરીથી આપણે નોકરી ધંધામાં સહેલાઈથી પ્રગતિ કરી શકીએ.

આ લેખનો વિડીયો જુવો:- https://youtu.be/Ih6n94VbYOQ

       અસ્તું.

Leave a Comment

gu Gujarati
X