ધ્યાન કરવાનો પ્રયોગ, / ધ્યાનમાં પ્રવેશો

આપણી જીંદગીના દિવસોમાંથી આપણે કાયમી ૨૪ કલાકમાંથી થોડોક સમય કાઢવો જોઈએ. જે આપણા જીવન માટે જરૂરી છે.

        ૨૪ કલાકમાંથી થોડોક સમય કાઢો અને ધ્યાનમાં પ્રવેશો, શરૂ શરૂમાં થોડીક તકલીફ પડશે. ઉદાસી પણ લાગશે. ભલે લાગે. લાગવા દેવી.

        પરંતુ ચોવીસ કલાકમાં એક ઘડી કાયમી ચુપચાપ બેસી જાવ. ફક્ત આંખો મીંચીને બેસી રહો. બસ… કંઈ જ નહીં કરવાનું ફક્ત ને ફક્ત બેસી જ રહો.

        ના કંઈ કરો.

        ના કાંઈ ગાવ.

       નહીં કાંઈ મંત્ર જાપ કરો.

        ના કાંઈ માળા ફેરવો.

        નહીં પ્રાર્થના કરો.

        કાંઈ પણ નહીં કરવાનું એકદમ સાઈલન્ટ બેસી રહો પણ,

        નહીં બેસી શકો. શું કામ કે આપણી કાયમીની આદતને લીધે વિચાર આવ્યા જ કરશે. વિચારોની લાઈન ચાલ્યા જ કરશે. ચાલવા દ્યો. તે લાઈનમાં આવતા વિચારોને જોતા રહો, ફક્ત જોતા રહેવાનું. કોઈપણ પ્રકારના વિચારોના પક્ષપાત વગર જેમ કે, આ વિચાર સારો છે. કે આ વિચાર ખરાબ છે. એવો કશોયે ભાવ નહી રાખવાનો. એવી રીતે જોતા રહો કે જેમ આપણે આકાશમાં ચાલતા વાદળો, રસ્તે ચાલતા માણસો, વાહનો, પશુઓને જેમ જોઈએ છીએ તેમ જોતા રહો. જાણે કોઈ સીનેમા જોતા હોઈએ છે. તેમ જોતાં રહો.

        કોઈ પણ પ્રકારનાં પ્રયોજન વગર જોતા રહો. તટસ્થ થઈને જોતા રહો. કોઈપણ પ્રકારનો લગાવ નહી રાખવાનો કે આ વિચાર સારો છે કે ખરાબ કંઈ જ નહી. શુન્ય ભાવમાં ગરકાવ થતા હોય તે રીતે ચુપચાપ જોતા રહો.

        વિચારોને નિકળવા દ્યો. આવે તો આવે. વિચારો ના આવે તો ના આવે, તેમાં કોઈ ઉત્સુકતા નહી રાખવાની. વિચારોના આવન-જાવન પર એક દિવસ એવો સમય આવશે કે આ બધા વિચારોની લાઈન જ સદાય માટે ખતમ થઈ જશે.

        અને ત્યારે ફક્તને ફક્ત સન્નાટો જ રહી જાશે જ્યારે પહેલી વાર આ સન્નાટો અનુભવાશે ત્યારે એવો વિજળી ના કરંટ જેવો ધક્કો લાગશે ને કે શરીરનાં દરેક રૂંવાડા કંપી ઊઠશે.

        કેમ કે તમે એવી અંતર-વ્યવસ્થામાં પ્રવેશ કરવા માંડ્યા છો કે જે આપણા જન્મ પહેલા માતાના ગર્ભમાં નવ મહીના જે નિરવ શાંતિ હતી તેવી અવસ્થામાં.

        આ મોટા ઝટકાથી તમારો સંબંધ આ સંસાર ટુટવા માંડશે. તમારો સંબંધ છીન્ન ભીન્ન થઈ જાવા લાગશે. આ દુનિયા ની ભીડભાડથી તમે સંબંધોની પેલે પર જતા રહેશો. આ મોટા ઝટકાથી જેમ એરોપ્લેન પહેલીવાર જમીન ઉપરથી આકાશ જવા ઝટકો લઈને પહોંચે છે. તેમ લાગશે. પણ ઘબરાવાનું બિલકુલ નહી, ભલે ઝટકો લાગે.

        એક વખત આકાશમાં ઉડવા માટે પાંખો ખુલી જાશે ને આ ઝટકાથી તો તમે ઉડતા શીખી જશો. આમ ઉડતા રહેવું તે પણ એક અમુલ્ય અનુભવ છે. આ અમુલ્ય આનંદમાં પ્રવેશ્યા પછી તમને એકાંત ક્યારેય નહી દુ:ખી નહી થાવ ત્યારે ભીડમાં પણ એકાંતનો અનુભવ કરશો. કારણ કે તમને હવે આ પ્રયોગથી સંસારની દરેક જંજાળમાંથી પોતાના આત્માને દુર રાખવાની કળા આવળી ગઈ છે.

        જેની અંદર આત્મ-સાધનાની કળા આવી ગઈ છે. તે હવે બજાર વચ્ચે પણ ધ્યાનમગ્ન જ હોય છે. નોકરી, ધંધા પર પણ ધ્યાનમગ્ન જ હોય છે. ભલે તમારું કર્મ કરતા હોય તો પણ અંતર આત્મામાં મીઠી ધુન શરૂ જ રહે છે. જે તમે શુન્ય એકાંત સાધ્યું છે. તે સતત હવે એક ઘડી નહીં પણ ચોવીસ કલાક તે ધુન જ વગડ્યા કરશે.

        આ દુનિયામાં સાંસારિક જીવન જીવવા છતાં પણ આ એકાંતની ધુન તમને એક અલગ જ અનુભવ આપશે. અને આ સંસારરૂપી માયાજાળમાંથી મુક્તિનો માર્ગ બનાવવામાં મદદ કરશે.

        તો આવો રાહ શેની જુઓ છો ?

        આજથી અને આ ઘડીથી જ પ્રયોગનો આરંભ કરીએ.

        નમસ્તે… ગુડ લાઈફ & ગુડ લક.

આ લેખ માટેનો વિડીયો:- https://youtu.be/Pqk8huNz3Cs

Leave a Comment

gu Gujarati
X