નાળિયેરી પુનમ । રક્ષાબંધન । raxabandhan

       રક્ષાબંધનનો તહેવાર શ્રાવણમાસની પુનમના દિવસે મનાવવામાં આવે છે.

       આ તહેવારને આપણે બળેવ, નાળિયેરી પુનમ તરીકે પણ ઓળખીએ છીએ. જેમાં આપણે સૌથી પહેલા જોઈશું નાળિયેરી પુનમ.

       આ શ્રાવણ માસની પુનમને દિવસે જે લોકો દરિયા ઉપર નિર્ભર હોય છે. તેમ જ દરિયાકાંઠે રહેતા હોય છે. તેઓ દરિયામાં નાળિયેર પધરાવે છે. આ કારણે શ્રાવણ માસની પુનમને નાળિયેરી પુનમ કહેવામાં આવે છે.

       હવે આપણે શ્રાવણ માસની પુનમને બળેવ શા માટે કહેવામાં આવે છે. તે જોઈએ. શ્રીમદ ભાગવત સ્કંધપુરાણ અને પદ્મપુરાણમાં ભગવાન વિષ્ણુના વામન અવતારની કથા આવે છે. તેમાં રક્ષાબંધનનો પ્રસંગ મળે છે. દાનવેન્દ્ર રાજા બલીના અહંકારને તોડવા ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરી બ્રાહ્મણના વેશમાં રાજા બલીને ત્યાં ભીક્ષા માંગવા ગયા. ગયા ભગવાને રાજા બલી પાસે ત્રણ પગલા ભૂમિ માંગી. ભગવાન વામનરૂપ જોઈ રાજા બલીએ હા કહીને ભૂમિ માપવા ભગવાને ત્રણ પગલાં ભર્યા આ ત્રણ પગલામાં આખું આકાશ, પાતાળ અને ધરતી માપીને લઈ લીધી ને રાજા બલીને રસાતળમાં મોકલી દીધો પણ રાજા બલીએ પોતાની ભક્તિને કારણે ભગવાન વિષ્ણું પાસેથી રસાતળમાં પોતાની સામે રાતને દિવસ સતત સામે રહેવાનું વચન લઈ લીધું. તેથી ભગવાન વિષ્ણુ પણ રસાતળમાં જતા રહ્યાં.

       હવે આ બાજે લક્ષ્મીજી મુંજાયા કે ભગવાનને રસાતળમાંથી અને વચનમાંથી મુક્ત કઈ રીતે કરવાં. તેવામાં નારદજી ત્યાં આવી પહોંચ્યા નારદજીએ ઉપાય બતાવ્યો કે રાજા બલીને તમે રાખડી બાંધી ભાઈ બનાવો અને ભગવાને છોડાવી લાવો ત્યાર પછી લક્ષ્મીજી એ રાજા બલીને રાખડી બાંધી અને ભગવાન વિષ્ણુને છોડાવી ને પોતાની સાથે લાવ્યા. તે દિવસ હતો શ્રાવણ માસની પુનમનો. આ કારણે બળેવ તરીકે ઓળખીએ છીએ.

       શ્રાવણ માસ પુનમના દિવસને રક્ષાબંધન તરીકે શા માટે ઓળખવામાં આવે છે. તેની પાછળ પળ એક કથા છે. કે એક વાર યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પુછ્યું ‘‘ હે ભગવાન મને રક્ષાબંધનની એ કથા સંભળાવો કે જેનાથી મનુષ્યના સર્વે પ્રકારના દુ:ખ દુર થાય છે.

       ભગવાન કૃષ્ણએ કહ્યું હે યુધિષ્ઠિર ! એકવાર દેવતાઓ અને અસુરો વચ્ચે યુદ્ધ થયુ, આ યુદ્ધ સતત બાર વર્ષ ચાલ્યું. અસુરોએ દેવતાઓને તથા દેવતાઓના પ્રતિનિધિ ઈન્દ્રને પણ પરાજીત કરી દીધા. આવી દશામાં દેવતાઓ સાથે ઈન્દ્ર પણ અમરાવતી ચાલ્યા ગયા. પેલી બાજુ દૈત્યરાજે ત્રણે લોકને પોતાના વશમાં કરી લીધા. અને રાજકીય ઘોષણા કરી દીધી કે ઈન્દ્રદેવ સભામાં આવે નહિ દેવતાઓ તથા મનુષ્યો યજ્ઞ કર્મ કરે નહી પણ મારી પુજા કરે.

       દૈત્યરાજની આવી ઘોષણાથી યજ્ઞ-વેદ પઠન પાછળ તથા ઉત્સજો વગેરે બંધ થઈ ગયાં. ધર્મનાં નાશથી દેવતાઓનું બળ ઘટવા લાગ્યું. આ જોઇ ઈન્દ્ર પોતાના ગુરૂ બૃહસ્પતિ પાસે થયા ને તેના ચરણોમાં પડીને કહેવા લાગ્યાં. ગુરુવર ! આવી દશામાં મને એવું પ્રતિત થાય છે. કે મારે પ્રાણ ત્યાગવો જોઈએ. કેમ કે ના તો હું ભાગી શકું છું કે ના તો હું યુદ્ધ ભૂમિમાં ટકી શકું છું. માટે મને કોઈ ઉપાય બતાવો.

       બૃહસ્પતિએ ઈન્દ્રની વેદના સાંભળી રક્ષાનું વિધાન કરવા કહ્યું. શ્રાવણ માસની પુનમના દિવસે સવારે વહેલા ઉઠી આ મંત્રથી રક્ષાનું વિધાન સંપન્ન કર્યું.

       ‘‘ યેન બન્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ:

       તેન ત્વમભિવધ્નામિ રક્ષે મા ચલ મા ચલ:’’        

       ઈન્દ્રની પત્નિ ઈન્દ્રાણીએ શ્રાવણ માસની પુર્ણિમાંના પાવન અવસરે બ્રાહ્મણો દ્વારા સ્વસ્તી વચન કરાવી રક્ષા તંતુ લઈ ઈન્દ્રના જમણાં હાથમાં કાંડે બાંધ્યું. આ રક્ષા તંતુ બાંધીને ઈન્દ્ર યુદ્ધભૂમિમાં લડવા ગયા. ત્યાં આ રક્ષાબંધનના રક્ષાતંતુના પ્રભાવને કારણે દૈત્યો નિહાર થઈ અને જતા રહ્યા ને ઈન્દ્રનો વિજય થતન રાજ પાછું મેળવ્યું. આ દિવસથી રક્ષાબંધનની શરૂઆત થઈ.

       આપણને આ કથામાં અંતમાં બીજી પણ એક કથા મળી કે બ્રાહ્મણો શાં માટે ફક્ત એક તાંતણાવાળી રાખડી પોતાના યજમાનોને બાંધે છે. ત્યારે એ પણ ખબર પડી કે બ્રાહ્મણ રાખડી બાંધતા સમયે ક્યો મંત્ર બોલે છે.

       રક્ષાબંધનને આપણે ભાઈ બહેનના પ્રેમની વાત કરીએ તો તે એકબીજા પ્રત્યેના કર્તવ્યની યાદ અપાવે છે.

       ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે ચિતોડની રાજમાતા કર્મવતીએ મુગલ બાદશાહ હુમાયુને રાખડી મોકલી પોતાનો ભાઈ બનાવ્યો અને હુમાયું સંકટના સમયે બહેન કર્મવતીની રક્ષા માટે ચિતોડ આવી પહોંચ્યા.

       આજકાલ તો બહેન ભાઈને રાખડી આપે ને ભાઈ પોતાની ઈચ્છા મુજબ કંઈક ભેટ સોગાદ આપી દે એટલે પત્યું.

       ના, એવી નથી જે પણ સ્ત્રી રક્ષાનો તાંતણો  જે પણ પુરૂષને બાંધે તે પુરૂષની ફરજ બને છે તે સ્ત્રીની રક્ષા કરવાની. લોકો દરેક જગ્યાએ અલગ-અલગ ભલે હોય પરંતુ અંતે તો તે એક મનની પવિત્ર ભાવનાનો સંબંધ છે.  

Leave a Comment

gu Gujarati
X