પંચક એટલે શું? જો પંચકમાં મોત થાય તો?

સ્વાગત છે તમારૂં વાચકમિત્રો આજે આપણે જોઈશું પંચક વિશેની માહિતિ કે જેમાં પંચક એટલે શું ? પંચક કઈ રીતે બને છે ? તેમજ પંચકમા ક્યા કાર્યો કરવા અને ક્યા કાર્યો ના કરવા તેના વિશેની માહિતિ.

        પંચાંગમાં એક શબ્દ આવે છે પંચક. આ પંચકના સમયગાળામાં ઘણાં ખરા કાર્યો કરવામાં આવતા નથી તેમજ કોઈપણ મૃત્યુ થયું હોય તો તેની વિધિ પણ વ્યવસ્થિત રીતે કરવી પડતી હોય છે.

ઘણીવાર એવું પણ બને છે કે પંચક ક્યારે બેસે છે. ને ક્યારે ઊતરે છે તે ખબર નથી પડતી. અત્યારના આ ડિજીટલ યુગમાં પંચાંગ સાથે હોતું નથી.

પહેલાના સમયમાં પંચાંગનું પોકેટ વર્ઝન સાથે રાખતા હતા પણ હવે ડિજીટલ યુગમાં તો દરેક પાસે મોબાઈલ હોય છે. તો મારા મનમાં વિચાર આવ્યો કે હું અહીં પંચક વિશેની માહિતિ આપના સમક્ષ રજૂ કરુ.

પંચક એટલે શું ?

        કેટલાક માણસો શ્રવણ નક્ષત્રથી લઈને પાંચ નક્ષત્રને પંચક કહે છે. જ્યારે કેટલાક લોકો ધનિષ્ઠા નક્ષત્રથી લઈને રેવતી નક્ષત્ર સુધીના નક્ષત્રોને પંચક કહે છે. જો કે પંચાંગોમાં પણ ધનિષ્ઠાથી જ પંચકની ગણતરી કરાય છે.

 પંચક કઈ રીતે બને છે ?

        ચંદ્ર કુંભ અને મીન રાશિ એમ બે રાશિમાં રહે તે સમયને પંચક કહે છે. એટલે કે કુંભનો ચંદ્ર થાય ત્યારે પંચક બેસે છે. અને મેષનો ચંદ્ર થાય ત્યારે પંચક ઊતરે છે, સાડા પાંચ નક્ષત્રોનું પંચક ગણાય છે.

પંચકમાં શું કરવું અને શું ના કરવું

        પંચકમાં જ્યારથી ધનિષ્ઠા નક્ષત્ર અડધું બાકી હોય ત્યારથી શરૂ કરીને નવું મકાન બાંધવું, ઘાસ ખરીદવુ, બળતણ ખરીદવુ. મડદાને અગ્નિદાહ દેવો, મૃતકની ઉત્તરક્રિયા કરવી, શય્યાદાન વગેરે તમામ કાર્યો. તથા દક્ષિણ દિશાની મુસાફરી વગેરે સઘળા કાર્યોમાં હંમેશા કલ્યાણની ઈચ્છાવાળા માણસે પંચકનો ત્યાગ કરવો.

        ધનિષ્ઠા નક્ષત્રમાં કોઈ પણ કાર્ય કરવાથી ધનનો નાશ થાય છે. શતતારા નક્ષત્રમાં કોઈ પણ કાર્ય કરવાથી જીવની હાનિ થાય છે. પૂર્વા ભાદ્રપદામાં કરવામાં આવેલું કાર્ય રાજ્ય તરફથી શિક્ષા કરાવનારું થાય છે.

વળી, ઉત્તરા ભાદ્રપદામાં કરેલું કાર્ય મરણ કરનારું હોય છે. તેમજ રેવતી નક્ષત્રમાં જો કોઈ પણ કાર્ય કરવામાં આવે તો તેનાથી આગ લાગવી, અથવા દાઝવુ, વિગેરે ખરાબ ફળ પ્રાપ્ત થાય છે.

         પંચકમાં ઘર પર છત ભરવી નહીં, ઘરનું ખત કરવું નહીં, પલંગ-શેટીની સફાઈ કે રિપેરીંગ કે ખરીદીનો ઓર્ડર આપવો નહીં, કેરોસિન, કોલસા, ગેસનો વધારાનો જથ્થો બને ત્યાં સુધી ખરીદવો નહીં.

દક્ષિણ દિશા તરફ પ્રવાસ કરવો નહી. પંચકમાં બને ત્યાં સુધી ઘર ભાડે લઈ ફેરવવું નહીં, પંચકમાં મૃત્યુ થાય તો મૃતદેહની અગ્નિસંસ્કાર કરતા પહેલાં બ્રાહ્મણ દ્વારા વ્યવસ્થિત વિધિ કરીને જ અગ્નિસંસ્કાર કરવા જોઈએ બાકી હાનિસુચક ગણાય છે. 

        પંચકમાં પૂર્વાર્ધમાં ઉઠમણું રાખવું નહીં, પંચકમાં અશુભ કાર્યો કરવા નહી પણ ઘણાં ખરા શુભ કાર્યો જેવા કે વિવાહ, વાસ્તુ વિગેરે કરી શકાય.

પંચકમાં મકાન ભાડે લઈને ફેરવાય નહી પણ નવા મકાનનું વાસ્તુ કરી રહેવા જઈ શકાય. આ તો થઈ પંચક વિશેની માહિતિ અને પંચકમાં શું કરવું અને શું ના કરવું તે.

        મને મળેલી માહિતિ મુજબ મે તમારી સમક્ષ પંચક વિશેની માહિતિ રજૂ કરી છે. જો તમને આ માહિતિ સારી લાગી હોય અથવા માહિતિમાં કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો કોમેન્ટ બોક્ષમાં અવશ્ય જણાવશો.

આ માહીતી તમારે જો વિડીયો તરીકે જોવી હોય તો નિચે કલીક કરો

https://youtu.be/fVeWe9H9guQ

    અસ્તુ.  

Leave a Comment

gu Gujarati
X