રામ નવમી નું મહત્વ / ram navami

નમસ્કાર વાંચક મિત્રો, સ્વાગત છે તમારૂં આપણી આ સાઈટ ‘‘ Dharmpanti.Com’’ પર. આજે આપણે જોઈશું કે ભગવાન શ્રી રામનાં જન્મ સમયનું દ્રશ્ય કે જે રામાયણમાં વર્ણવવામાં આવ્યું છે. આવો વાંચક મિત્રો ભગવાન શ્રી રામના જન્મોત્સવમાં આગળ વધીએ.

        જ્યારે પૃથ્વી પર લંકાધિપતિ રાજા રાવણનું જોર વધવા માંડ્યું ત્યારે દેવતાઓ સહિત પૃથ્વી પણ રડવા લાગી. ત્યારે દરેક દેવતાઓ સહિત બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી.

        આ પ્રાર્થના વખતે આકાશવાણી દ્વારા ભગવાન વિષ્ણુએ કહ્યું ‘‘ હે પૃથ્વી ! હે દેવતાઓ, મે આપ સર્વેની પ્રાર્થના સાંભળી છે. હું તમને વચન આપું છું કે હું પૃથ્વી પર અયોધ્યાના રાજા દશરથ અને કૌશલ્યાને ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થઈ રાવણનો નાશ કરી તમને બધાને રાવણના ત્રાસમાંથી છોડાવીશ.’’

        હવે આ વાતની લંકાધિપતિ રાવણને ખબર પડી. ત્યારથી રાવણે અયોધ્યા પર નવા-નવા દાવપેચ ખેલવાના ચાલું કર્યા પરંતુ રાવણનાં દરેક દાવપેચ નકામાં જાય.

        રાવણ સમજી ગયો કે આટ આટલા પ્રયત્ન કરવા છતાં અયોધ્યાના રાજા પરાજીત ના થયા તો હવે મારો અંત નિશ્ચિત જ છે. તેથી પોતાનો અંત ના આવે તેના માટે રાવણે બ્રહ્માજીની તપ આરાધના કરી ભગવાન બ્રહ્મા પાસે વરદાન માગ્યું કે ‘‘ દશરથ રાજાના અંશથી પુત્રોત્પતિ ના થાય. ’’

        આ સાંભળી બ્રહ્માજીને દુ:ખ થયું છતાં પણ ‘‘એવમસ્તુ’’ કહી વરદાન આપવા મજબુર થયાં.

        રાવણ વરદાન મેળવી કૌશલપુર ગયો ત્યાંથી કૌશલ્યાને ચોરી સમુદ્રમાં એક મચ્છ ને કૌશલ્યા સોંપી દઈ લંકા જતો રહ્યો.

        આ બાજુ બ્રહ્માજી રાવણનું રૂપ લઈને તે મચ્છ પાસે જઈ કૌશલ્યા માંગી લીધી. આ બાબતે તમને વધુ જાણકારી નીચેની વિડિયોમાં મળશે.

વિડીયો જોવા અહીં કલીક કરો :- https://youtu.be/CZsX1MWPzqY

—————————

        ભગવાન શ્રી રામનો જન્મ સમય

        લગ્ન – કર્ક

        વાર-મંગળવાર

તિથિ – ચૈત્ર સુદ -૯

        નક્ષત્ર – પુનર્વસુ

        મુહૂર્ત- અભિજીત

        સમય -બપોરે બાર વાગ્યે થયો હતો.

        આ દિવસે આપણે ઉપવાસ કરીએ છીએ. તે ઉપવાસનો અર્થ છે ઉપ એટલે પાસે. અને વાસ એટલે રહેવું. રામનવમીનો ઉપવાસ કરી આપણે ભગવાનનાં ગુણગાન ગાતાં ગાતાં ભગવાન શ્રી રામની સાનિધ્યમાં રહીએ છીએ. આમ, ભગવાનને યાદ કરતાં આપણી અંદર રહેલા દુર્ગુણોનો નાશ થાય છે. આમ, આપણે ભગવાન શ્રી રામનો જન્મદિવસનો ઉત્સવ મનાવીએ છીએ. જે આજે પણ આપણે હર્ષોલ્લાસ જાળવી રાખ્યો છે. જે રામનવમી તરીકે આપણે ઉજવીએ છીએ.

        બીજી રીતે જોઈએ તો ચૈત્ર માસની નવરાત્રિ પૂર્ણ થતાં નવમાં દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થવો અને નવરાત્રિ પૂરી થવી એ પણ એક જોગાનુજોગ નહીં પણ, બુરાઈનો અંત આણવા માટે મા શક્તિના ઉપાસનાનાં દિવસો કે જે બુરી શક્તિઓનો નાશ કરે છે. તે દૈવીશક્તિના ઉપવાસના છેલ્લાં દિવસે ભગવાન વિષ્ણુ રાજા દશરથને ત્યાં રામચંદ્રજી તરીકે જન્મ લઈ રાવણરૂપી નકારાત્મક શક્તિનો નાશ કરવા તરફનું પહેલું કદમ ધર્મ પ્રમાણે કહી શકાય.

        તો વાચકમિત્રો, આ ચૈત્ર માસની નવરાત્રિ જેટલી મહત્વની છે. તેટલુ મહત્વ આ રામનવમીનું પણ છે. તો આ રામનવમીના દિવસે આપણે આપણી અંદર રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ કરી સકારાત્મક ઉર્જા તરફ વળવા ભગવાન શ્રી રામનું ગુણગાન કરીશું.

        અસ્તુ.

Leave a Comment

gu Gujarati
X