વરૂથિની એકાદશી / Varuthini Ekadasi

પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માન્ધાતા નામનો રાજા રાજ્ય કરતો હતો. રાજા ખૂબ જ ઉદાર અને ધાર્મિક વિચાર વાળો હતો. એકવાર જ્યારે રાજા જંગલમાં તપસ્યામાં લીન હતો ત્યારે એક જંગલી રીંછ આવ્યું અને રાજાના પગ ચાવવા માંડ્યું. રાજા ગભરાયો નહીં અને પોતાની તપસ્યામાં લીન રહ્યો.

       થોડીવાર પછી પગ ચાવતા ચાવતા રીંછ રાજાને ખેંચીને એક જંગલમાં લઈ ગયું. હવે રાજા ગભરાય ગયો પણ તપસ્યા અને ધર્મને કારણે ક્રોધ કે હિંસા ન કરતા રાજા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો. રાજાની પુકાર સાંભળીને ભક્તવત્સલ ભગવાન શ્રી વિષ્ણુ પ્રગટ થયા અને તેમણે ચક્ર દ્વારા રીંછને મારી નાંખ્યો.

       રાજાનો પગ રીંછ ખાઈ ચુક્યો હતો. જેનાથી રાજા ખૂબ જ ઉદાસ થયો. જેને જોઈને ભગવાન વિષ્ણુ બોલ્યા હે વત્સ ! દુ:ખી ના થઈશ. તુ મથુરા જા અને ત્યા વરૂથિની એકાદશીનું વ્રત કરીને મારા વરાહ અવતાર મૂર્તિની પૂજા કરજે. તેના પ્રભાવથી તું ફરીથી સુદ્રઢ અંગોવાળો થઈ જઈશ.

       આ રીંછે તારો પગ ખાધો છે એ તારા પૂર્વ જન્મનો અપરાધ હતો. ભગવાનની આજ્ઞા માનીને રાજાએ મથુરા જઈને શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યુ. જેના પ્રભાવથી તે સુંદર અને સપૂર્ણ અંગોવાળો થઈ ગયો.

કામીકા એકાદશી વ્રત કથા:-https://youtu.be/hY8MjzP1gsY

Leave a Comment

gu Gujarati
X