સૂતક એટલે શું ? સૂતક કેટલા દિવસનું હોય ?

સૂતક : સૂતક એટલે શું ?  સુતકની ગણતરી ક્યારથી કરવી ? સૂતક કેટલા દિવસનું હોય ?

       સૂતકની ગણતરી મૃત્યુના દિવસથી જ કરવી.

       જ્યારે અગ્નિહોત્રી બ્રાહ્મણોએ મૃત્યુનાં દિવસથી નહી પણ, અગ્નિસંસ્કાર કર્યાથી કરવી કે જે કામ ન કરવાથી મોટું નુકશાન થતું હોય તો તે કામ કરી શકાય છે.

       જે લોકો આપઘાત- આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યા હોય તેનું સૂતક લાગતું નથી. પતિત વ્યક્તિના મૃત્યુથી સપિંડોને સૂતક લાગે નહીં.

       દસ દિવસનું સૂતક કોને કોને લાગે ?

       તો દસ દિવસનું સૂતક દરેક વર્ણનાં લોકોને લાગે છે. ચાર પેઢીનાં કુટુંબના લોકોને દસ દિવસનું સૂતક લાગે છે. માતા-પિતા મરણ પામે તો પુત્ર ને દસ દિવસનું સૂતક લાગે છે. જ્યારે પાંચ પેઢીનાંને છ દિવસનું અને સાત પેઢી સુધીના કુટુંબને ત્રણ દિવસનું સૂતક લાગે છે. જ્યારે સાત પેઢી ઉપરને સોહક કહે છે.

       હવે આપણે વિગતવાર સૂતકની માહિતિને સમજીશું.

       (૧) જે ઘરમાં ૧૦ થી ૧૨ દિવસનું બાળક કે જે પુત્ર હોય તે મરણ પામે તો માતા-પિતાને ત્રણ રાત્રિનું સૂતક લાગે છે. જ્યારે ૧૦ થી ૧૨ દિવસની પુત્રી મરણ પામે તો એક રાત્રિનું સૂતક લાગે છે. બાકીનાં બધા ફક્ત સ્નાન કરી લે એટલે શુદ્ધ ગણાય છે.

       (૨) જે ઘરમાં ૧૩ દિવસથી ૬ માસ સુધીનું બાળક કે જે દિકરો હોય તે મરણ પામે અને જો અગ્નિદાહ કર્યો હોય તો માતા-પિતાને ત્રણ રાત્રિનું અને બાકીનાને રાત્રિનું સૂતક લાગે છે. જ્યારે ૧૩ દિવસથી ૬ માસ સુધીનું બાળક કે જે દિકરી છે. તે મરણ પામે તો માતા-પિતાને એક જ રાત્રિનું અને બાકી બધા સ્નાન કરી લીધા પછી શુદ્ધ ગણાય છે.

       (૩) ૭ મહિનાથી ત્રણ વર્ષ સુધીનાં દિકરાનું મૃત્યુ થાય તો મા-બાપને ૩ રાત્રિનું ને બાકી કુટુંબીને એક રાતનું સૂતક લાગે છે. જ્યારે ૭ મહિનાથી ત્રણ વર્ષની દિકરી મૃત્યુ પામે તો માતા-પિતાને ત્રણ રાત્રિનું સૂતક લાગે છે. બાકી કુટુંબીજનોને સ્નાન કરવાથી શુદ્ધિ ગણાય છે.

              (૪) ૩ વર્ષ પછી અને જનોઇ દીધા પહેલાં દિકરાનું મરણ થયું હોય તો તેમાં માતા-પિતા અને તેની સાત પેઢી સુધીના કુટુંબીઓને ત્રણ રાત્રિનું સૂતક લાગે છે.

 (૫) ૩ વર્ષ પછી અને સગાઈ કરેલી દિકરી મરણ પામે તો તે દિકરીના માતા-પિતાને ત્રણ રાત્રિનું સૂતક લાગે છે. જ્યારે બાકીના કુટુંબીજનોને એક રાત્રિનું સૂતક લાગે છે.

       (૬) પરણેલી દિકરીનું જો મરણ થાય તો તે પરણેલી દિકરીનાં માતા-પિતાને ત્રણ રાત્રિનું સૂતક લાગે છે. 

       (૭) જ્યારે પરણેલા દિકરીના માતા-પિતાનું મૃત્યું થાય તો પરણેલી દિકરીને ત્રણ રાત્રિનું સૂતક લાગે છે.

       (૮) પરણેલી દિકરીનું પિયરમાં મૃત્યું થાય તો ભાઈઓને ત્રણ રાત્રિનું સૂતક લાગે છે. જ્યારે પિયર સિવાય બીજે ક્યાંય મૃત્યું થાય તો એક જ રાતનું સૂતક લાગે છે.

       (૯) પરણેલી બહેન જો મૃત્યુ પામે તો તે મરનારની પરણેલી બહેનને ફક્ત દોઢ જ દિવસનું સૂતક લાગે છે. એ જ રીતે જનોઈ દીધેલ ભાઈનું મૃત્યુ થાય તો પણ મરનારની પરણેલ બહેનને ફક્ત દોઢ જ દિવસનું સૂતક લાગે છે.

       (૧૦) જનોઈ દીધેલ ભાણેજ મૃત્યુ પામે તો મામા-મામી નાના-નાની અને માસીને ત્રણ રાત્રિનું સૂતક લાગે છે.

       (૧૧) જેના માતાનાં પિતા એટલે કે નાના મરણ પામે તો તે મરનાર નાના ની દિકરીના દિકરાને ત્રણ રાત્રિનું સૂતક લાગે છે.

       (૧૨) કોઈનાં નાની કે માસી મરણ પામે તો ભાણેજને ફક્ત દોઢ જ દિવસનું સૂતક લાગે છે.

       (૧૩) જો જમાઈનું મૃત્યુ થાય તો સાસુ-સસરાને એક જ દિવસનું સૂતક લાગે છે.

       (૧૪) જનોઈ દીધેલ સાળાનું મરણ થાય તો મરનારનાં બનેવીને એક જ રાત્રિનું સૂતક લાગે છે.

       (૧૫) ફઈ જેના મરણ પામે તે મરનાર ફઈનાં ભત્રીજા અને ભત્રીજીને દોઢ દિવસનું સૂતક લાગે છે.

       (૧૬) જો આપણા ફઈ અથવા માસીનો દિકરો મરણ પામે તો આપણે દોઢ દિવસનું સૂતક લાગે છે.

       આ તો થઈ મરણને લગતા સૂતકની વાત. હવે આપણે જોઈશું પ્રસુતિ એટલે કે સુવાવડનાં સમયે લાગતા સૂતકની માહિતિ.

       (૧) જે સ્ત્રી ગર્ભવતી હોય અને જો એની પ્રસુતિ પિયરીયામાં થાય તો તે પ્રસુતિ થયેલ સ્ત્રીનાં ભાઈઓ અને માતા-પિતાને ત્રણ ત્રણ રાત્રિનું સૂતક લાગે છે.

       (૨) બીજુ કે જે સ્ત્રી ગર્ભવતી હોય અને તેની પ્રસુતિ સાસરીયામાં થાય તો પિયર પક્ષમાં કોઈને સૂતક લાગતું નથી. એ જ રીતે સાસરીયા વાળાને ત્રણ રાત્રિનું વૃદ્ધિ સૂતક લાગે છે.

વિગતવાર માહિતિ નીચેની ઈમેજમાં આપેલી છે.

       જે માહિતિ અહીં કોષ્ટકમાં નથી દર્શાવેલ તેને ફક્ત સ્નાનથી શુદ્ધિ થાય છે.

       તો આ હતી આપણા પુરાણોમાં આપેલી માહિતિ કે જે ‘‘ ગુરૂ પૂરાણ’’ ના અધ્યાય -૧૩ માં શ્લોક નં- ૪ થી બતાવવામાં આવી છે.

       કોઈ પણ જગ્યાએ કોઈને પણ સવા મહિનો સૂતક લાગે એવું ક્યાંય વર્ણન નથી અને હા. જે લોકોને પણ આ સૂતકની માહિતિમાં શંકા જેવું લાગતું હોય તે ગૂરૂપુરાણ વાંચી જુએ. જેનાથી શંકાનું સમાધાન થઈ જશે.

       હવે પછી ચોઘડીયાની સાચી ગણતરી કેમ કરવી તેની વિસ્તૃત માહિતિની ચર્ચા પણ આપણે ધર્મમંચ પર કરીશું

આ લેખનો વિડીયો જુવો:- https://youtu.be/IcnFZeD5mKg

Leave a Comment

gu Gujarati
X