સોનું અને લગ્નબંધન / Gold and marriage

સોનું ખનીજ તત્વ છે. આ તત્વ કુદરતી ખજાનામાંથી મળી આવતી ધાતુમાંથી સૌથી નરમ ધાતુ છે. જે ચળકતી પીળા રંગની ધાતું છું આ ધાતુનો વધુ પડતો ઉપયોગ દાગીના બનાવવામાં થાય છે.

કેમ કે આ ધાતુ નરમ હોવાને કારણે કોઈપણ ઘાટમાં ઘડાઈ જાય છે. બીજો ઉપયોગ આનો ધન સંગ્રહ કરવામાં થાય છે. કેમ કે દાગીના બનાવી લ્યો એટલે ધન સાચવવું ના પડે.

આ ધાતુ મોંઘી હોવાને કારણે થોડીક જગ્યામાં ધન સચવાઈ જાય છે. ને દાગીના રૂપે હોવાથી ધારણ કરવાથી લાગે પણ સારું છે.

       માનવી આ ધાતુ પાછળ આદીકાળથી મોહિત થતો ચાલ્યો છે. રાજ રજવાડાના સમયમાં આપણે જોઈએ તો રાજાઓ તેની રાણીઓને સોનાના દાગીનાથી મઢીને ખુશ કરતા હતાં.

તેની દેખાદેખીમાં નગરના શાહુકારો પણ પોતાની પત્નિઓને સોનાના દાગીનાથી ખુશ કરવા લાગ્યા.

       આમ, આ એક પ્રથા બની ગઈ પછી ભલે સોનાનો ભાવ ઓછો હોય કે વધુ પણ દાગીના તો સોનાનાં જ જોઈએ.

       સોના પાછળની માનવીની ઘેલછા કેવી છે ? એ જોવા જેવી છે. અને આ ઘેલછા દેખાદેખીમાં ઉતરી આવી છે. જે એક પ્રથાના રૂપમાં પરિવર્તિત થઈ ગઈ છે.

આ પરિવર્તન મધ્યમવર્ગનાં માનવીની કમર તોડી નાખે છે, આજના જમાનામાં આગળ-પાછળનો કશો જ વિચાર કર્યા વગર બીજાનું આંધળુ અનુકરણ કરીને દાગીના તો સોનાના જ બનાવે પણ એ ના જોવે કે તેની આવક અને આવકનો સ્ત્રોત શું છે, અને આપણેે શું છે.

       ખાસ કરીને જોઈએ તો લગભગ સ્ત્રીઓને દાગીના પાછળની એવી તો ઘેલછા હોય છે. કે તે ક્યારેક તો પોતાનાેે સંસાર વિખેરાય જાય તો ભલે પણ દાગીના તો જોઈએ જ. એટલી હદે પહોંચી જાય છે.

જો કે આ જીદમાં તેને અને તેના કુટુંબને નુકશાન પણ પહોંચે છે. પણ એ નુકશાન એક બાજુ ને સોનાના દાગીના એક બાજુ.

છે ને બાકી ઘેલછા.

       જો તમારી આવક સારી હોય, આવકનાં પ્રમાણમાં ધન સાચવવું મુશ્કેલ થતું હોય ને જો સોનાનાં દાગીના ઘડાવીએ તો યોગ્ય સદુપયોગ થયો કહેવાય.

બાકી જો આવક ઓછી હોય ને સોનાના દાગીના ઘડાવવા એ સમજણ નથી પણ એક પ્રકારની દેખાદેખી જ છે.

       મોંઘવારી સામે જોઈએ તો જે કુદકે ને ભુસકે વધતી જ હોય છે. મોંઘવારી ઘટતી જોઈ છે તમે ?

તો આવી આ કપરી મોંઘવારીમાં શું સોનાનો ભાવ થોડો કાંઈ ઘટવાનો છે.

તે પણ વધશે જ. સામાન્ય વાત છે.

       શું આ મોંઘવારી સામે આપની આવક પણ સો ટકા વધે છે ખરી ?

       નહી,

તો આને દેખાદેખી ના કહેવાય તો શું કહેવાય ?

       આમ, આ દેખાદેખી એક પ્રથાના રૂપમાં લગ્ન સંબંધોમાં તો એટલી હદે પહોંચી છે કે, જો લગ્નમાં સામસામા પક્ષે સોનાનાં દાગીનાની લેવડ-દેવડ ના થાય તો જાન પાછી જતી રહે.

અથવા તો બધુ સમુસુતરુ પાર પડે તો આવનારી વહુ જો દાગીના ઓછા લાવી હોય કે ના લાવી હોય તો સાસુ-નણંદ વિગેરે મેણાં-ટોણાં દઈ માનસિક ત્રાસ આપે છે.

       પણ તમે ગમે તેમ કરો દાગીના વગર તો ના જ ચાલે. એે પણ સોનાના જ જોઈએ.

       કાં ?

       તો, કે એમાં આપણું સ્ટેટસ ખરાબ દેખાય.

       હવે ! આમાં સ્ટેટસ જાળવવા જતા કોઈના ઘરની હાલત ખરાબ થઈ જાય એ નહીં જોવાનું ?

       ઘણી જગ્યાએ પુરૂષો પણ માવડીયા થઈ જઈને પોતાની જીવનસંગીની કે જે પોતાના મા-બાપને મુકીને એક અજાણ્યા પર પુરૂષને જીવનભરનો સાથ આપવા આવી હોય જે પણ પોતાના મા-બાપનો એક સોનાના દાગીનાથી વિશેષ કાળજાનો કટકો છે.

એની કોઈ વેલ્યું નહીં ?

શું માણસ કરતાં દાગીના વધું કીમતી છે ?

       પરંતુ એ સોનાની માંગણી કરતા એ માવડીયા પુરૂષને એ ખબર નથી હોતી શું? મા-બાપ, ભાઈ-ભાંડુ, બાળ-બચ્ચા બધાા જ્યારે મુકીને જતાં રહેશે ને ત્યારે આ દાગીના વગરની જે આવી છે ને તે જ તારી સાથે જીવનનાં સુખ-દુ:ખમાં ઊભી રહેશે. બીજું કોઈ નહી રહે. તારું સોનું પણ નહીં.

       સોનું ભલે દરેકને વહાલું હોય પણ, એ એટલે સુધી તો વહાલું નાં જ હોવું જોઈએ કે જેનો લગ્ન જેવાં પવિત્ર અને વિશ્વાસભર્યા બંધનોમાં હાજરીને ફરજિયાત કરવી.

       લગ્ન સંબંધમાં જે સોનાનાં દાગીના આપવાની જે નકામી ને આંધળી પ્રથા છે. તે બંધ થવી જોઈએ.

       આ બંધ કરવા માટે કોઈએ તો પગલું ઉઠાવવું જ પડશે.

       શું તમે એમ માનો છો કે સોનાંના દાગીનાને લગ્નમાં જોડવા જરૂરી છે ?

       મારી જાણ મુજબ તો નહીં, આ એક પ્રકારનો કુરિવાજ છે. ને આ રિવાજ અવતર્યો છે. બીજે ક્યાંયથી નહીં પણ, આપણાં જ કુટુંબની સ્ત્રીઓમાંથી.

કેમ કે, રિત-રિવાજ બાબતે પુરૂષો કરતા વધારે પડતાં સ્ત્રીઓ જ આગળ પડતું બોલતી હોય છે. ને જો વચ્ચે પુરૂષ બોલે તો. તરત જ ડાયલોગ આવે.

       ‘‘ તમે ચૂપ રહો, તમને રિવાજમાં ખબર ના પડે. ’’

       અથવા તો ડોળા કાઢીને ચૂપ કરાવી દે, આવુ થાય છે. સમાજમાં તમે જોતા જ હોય છે. આ સત્ય જ છે. ખોટું નથી.

       પરંતુ આ રિત-રિવાજની વાત કરનારા આગેવાન બેનને એ ભુલાઈ જાય છે કે, પોતાને પણ દિકરી છે. જો દિકરી ના હોય તો એ વાત અલગ છે.

પણ જેને દિકરી છે તેણે તો આ દાગીના બાબતમાં ખુબ જ વિચારવું જોઈએ. કેમ કે કાલે સવારે એનો પણ વારો આવવાનો.

       ગરીબ-મધ્યમ વર્ગનો માનવી આ કારમી મોંઘવારીમાં પોતાનું કુટુંબ માંડ સાચવી શકતો હોય, એમાં જો લગ્ન જેવા પ્રસંગો આવે એમાયે દિકરીનાં તો તેને સૌથી વધુ ચિંતા સોનાના દાગીનાની જ હોય છે.

       જ્યાં સુધી આ સોનાની ઘેલછા કહો કે લગ્નમાં અપાતા દાગીના રૂપ દહેજ કહો તે સદંતર બંધ થાય એમાં જ મધ્યમ-ગરીબ વર્ગને ફાયદો છે. બાકી જો કરોડપતિ -લખોપતિ ભલે ને તેની દિકરીને સોને મઢાવી આપે આપણે શું ?

       એ ધનાઢ્યના પગરખાંમાં ગરીબ-મધ્યમવર્ગનો પગ આવવાનો નથી તો પછી શું કામ આંધળું અનુકરણ કરો છો ?

       ગરીબ માણસ એક દિકરી પરણાવે છે ને ત્યારે તેને સોનાનાં ભાવની ખબર પડેે છે. ત્યાં સુધી તેને ખબર જ નથી હોતી. શું કામ કે તે પોતાનાં પરિવારનું ગુજરાન કરવામાં જ સતત મથ્યા કરતો હોય છે.

છતાં પણ તે ગમે તેમ કરીને પોતાની દિકરીને સાસરીમાં કોઈનું મેણું ના ખાવું પડે ને એ માટે તે જીવ સટોસટ બાજી ખેલીને પણ સોનાનાં દાગીના ખરીદી આપે છે.

       મારા બાપ, હવે તો હદ થાય છે.

જ્યાં એક માવતરે પોતાની પરિસ્થિતિ મુજબ લાડકોડથી પોતાની દિકરીને મોટી કરી હોય એ શું માવતરને સોનાંના ઘરેણાંથી કમ હોય છે?

કે ઘરેણાની પ્રથા લગ્નનાં રિવાજમાં નાખી દીધી.

       શું સામાં પક્ષે પણ આ ગરીબની લાડકી દીકરીને લાડકોડથી જ રાખશે એની કોઈ ગેરેંટી ખરી ?

    (આ બાબતે હું અહીં વધુ લખતો નથી ફરી ક્યારેય જણાવીશ વિઝીટ કરતા રહેજો આ dharmpanti વેબસાઈટની)

       લગ્ન અને સોનાંના ઘરેણાં બંને અલગ વસ્તુ છે. કોઈ સોનાનાં લાલચીએ આ પ્રથા બનાવી હોય એવું લાગે છે.

               લગ્ન એ બે પવિત્ર આત્માનો આ સંસાર ચલાવવા માટે સપ્તપદીનાં સાત વચનોથી રચવામાં આવતો ભગવાન બ્રહ્માંનો કાયદો છે.

સોનારૂપી ધાતુથી ભ્રષ્ટ કરવો એ આપણાં માટે ખુબ દુ:ખદાયી વાત છે, તે ઓછું હોતા, તેમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. જે બંધ થવું જોઇએ.

       સોનું એ એક ખનીજની નરમ ધાતું છે. બીજું કાઈ નહીં, હા, તમારી પાસે ધન સચવાતું ના હોય તો દાગીના બનાવો, પહેરો. પહેરવાની ના નથી પણ, આને રિવાજ બનાવવો યોગ્ય નથી.

       વાચકમિત્રો, તમને આ મારો લેખ જો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્ષમાં અવશ્ય કોમેન્ટ કરશો, મેં સાચું કહ્યું કે ખોટું ? જો ખોટું કહ્યું હોય તો તેનું કારણ પણ અવશ્ય જણાવશો.

       અંતમાં કહું તો:

       ‘‘સોનાના દાગીના કરતા લગ્નના પવિત્ર બંધનને ઘરેણું સમજો.’’ તમારા ઘરમાં જે અજાણી સ્ત્રી તમને પરણીને આવી છે તે પણ તેના માવતરનું ઘરેણું છે. તેનાંથી કિંમતી ઘરેણું તેના માવતર પાસે નહોતું એમ જ સમજીને સંસારના મંડાણ કરજો.

વિડીયો જુવો:- https://youtu.be/Ih6n94VbYOQ

                                      અસ્તુ.

Leave a Comment

gu Gujarati
X