હોળી નું મુરત કયારે છે | holi nu murat kyare chhe?

        મિત્રો, હોળી અને હોળીના બીજા દિવસે ધુળેટી મનાવાય છે. જે રંગભર્યો ઉત્સવ વસંતોત્સવ તરીકે પણ મનાવાય છે. આમ, આ બે દિવસ રંગેચંગે મનાવવામાં આવે છે. પરંતુ આ વર્ષે દર વરસની માફક ‘‘હોલીકા ઉત્સવ’’ નહિ મનાવી શકીએ કારણ કે, કોરોના વાયરસને કારણે લોકડાઉન પણ અમુક જગ્યાએ છે. તો લોકોને સોશિયલ ડિસ્ટન્સના કાયદા પ્રમાણે હોળી ધુળેટી મનાવવા અશક્ય છે. અને જો મનાવવામાં આવશે તો સરકારી કાયદાના પાલન સાથે મનાવવી પડશે. તો મિત્રો, આપણે આપણો પારંપરિક પર્વ પણ મનાવીશું. એ પણ સરકારશ્રીના નિયમ મુજબ જેથી આપણે હોળી ઉત્સવ મનાવતાં મનાવતાં આપણે બીજી હોળીમાં ના ઘુસી જઈએ ખાસ ધ્યાન રાખજો.

       હવે આપણે હોળી ક્યારે છે. અને ધુળેટી ક્યારે છે. તે જોઈશું. આપણે સૌ જાણીએ જ છીએ કે હોળી ફાગણમાસની પુનમે મનાવવામાં આવે છે. ને બીજા દિવસે ધુળેટી મનાવવામાં આવે છે.

       તો આવો વિસ્તારથી જોઈએ.

       હોળીનો તહેવાર પારંપરિક રીત રિવાજો મુજબ બે દિવસ સુધી મનાવવામાં આવે છે. જેમાં આપસી દુશ્મની ભુલીને રંગોત્સવ હળીમળીને મનાવવામાં આવે છે. વસંતઋતુમાં ફેલાયેલા વિભિન્ન રંગોની રંગતથી આ ધુળેટીને વસંતોત્સવ તરીકે પણ મનાવાય છે.

       સૌ પહેલાં જોઈશું આપણે સંવંત ૨૦૭૭ નાં તથા ૨૦૨૧માં ક્યારે હોળી મનાવવામાં આવશે, તે પછી હોળીની પૂજા વિધિ હોળીની ઝાળનો વર્તારો વિગેરે.

       તા ૨૮\માર્ચે સાંજે ૬:૫૩ થી ૮:૨૦ સુધી હોલીકા દહનનું શુભ મુહુર્ત છે. જેમાં પ્રથમ હોળીનું પુજન કરાય છે. પૂર્વ કે ઉત્તરમાં મુખ રાખીને પુજામાં અબીલ, ગુલાલ, કંકુ, નાળિયેર, પુષ્પ, કાચું સૂતર, જળનો લોટો, વિગેરે લઈ પ્રથમ હોલીકાની પુજા કરવી ત્યારબાદ કાચુ સૂતર હોલીકાને ફરતું વિંટાળતું જવું અને કળશ પર નાળિયેર રાખી કળશનું પાણી પણ ફરતું રેડતું જવું ત્યારબાદ તે નાળિયેરને હોળીકા હોળીકામાં પધરાવી દેવું. આ રીતે પુજા કરી પછી જ હોલીકાદહન કરવું. હોલીકા દહન થયા પછી હોલીકાની ઝાળ કઈ દિશામાં જાય છે, તેના પરથી આવનારાં ચોમાસાનું ભવિષ્ય ભાખવામાં આવે. આ હોળીની ઝાળથી તમે પણ ભવિષ્ય જોઈ શકો છો જેના માટે આ લેખની નીચે વિડિયો લીંક આપવામાં આવી છે, જેની મુલાકાત લેશો.

              હોળી પ્રગટાવ્યા પછી પણ પ્રદક્ષિણા ફરી શકાય  છે. જેમાં ઘાણી, દાળીયા, શ્રીફળ, પાણીનો કળશ લઈને ફરવામાં આવે છે. આ સમયે લોકો પોતાનાં રિવાજ મુજબ નાનાં બાળકોનાં જન્મ પછીની પહેલી હોળીનાં દર્શન કરાવવા લઈ જાય છે. જેને ધામધૂમથી ઉજવાય છે. તો મિત્રો, આ હોળી આપ સૌ માટે શુભ અને સુખદાયી નિવડે તેવી વ્રજવિહારીને પ્રાર્થના.

       આપ સૌને હોળીની શુભકામના.

Leave a Comment

gu Gujarati
X