ઓખાહરણ – કડવું -૩૧ થી કડવું -૪૦ મું./ okhaharan

ચંદા તું તો જીવો કરડો વરસ, સ્વપ્ને થયો સંયોગ; શાપ દઉં છું સૂરજ દેવતા, મૂજ જોગે પડિયો વિજોગ. ૧. સ્વપ્નામાં મારા પિયુજી શું, અમે કરતા લીલા લહેર, અમૃતસરા હું પીતી હતી, તેમાં તે મેલ્યું ઝેર. ૨. કંથ વિજોગણ કામની, ગઈ પંડિતની પાસ, હું તમને પુંછું પંડિતો, એક દિન કીતના માસ. ૩. ફરી ફરી પંડિત એ કહે, સાંભળ ઓખા કરજોડ; એક પળ પિયુ વિના લાગે વરસ કરોડ. ૪. ઓખા પૂછે ઓ પંખીડા, તારી બે પાંખો માંગીશ; હું મારા સાજનને મળી, તારી પાંખો પાછી દઈશ.

ઓખાહરણ – કડવું -૨૧ થી કડવું -૩૦ મું./ okhaharan

હિ શ્યામાને, એથી બીજું શું નરશું જી; નવ રહી આશા પરણ્યા કેરી; મુજ જોબન જાય ઝરતું રે, સહિયર. ૭. બીજી વાત રૂચે નહિ મુજને, ભરથાર ભોગમાં મનજી; આહીં પુરૂષ આવે તો પરણું, નવ પુછું જોષીને લગ્ન રે. સહિયર. ૮. વચન રસિક કહેતાં તરૂણી ભારે આવે લટકતી ચાલે જી; પ્રેમ કટાક્ષે પીયુને બોલાવે, તે રૂદિયા ભીતર સાલે રે. સહિયર.

ઓખાહરણ – કડવું -૧૧ થી કડવું -૨૦ મું./ okhaharan

ઉમિયા વાણી બોલિયાં, તું સુણ બાણાસુર રાય; તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ૧. ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટીક પૂત્ર સમાન; મુજને ટાળે વાંઝિયો, આપો એ વરદાન, ૨. કોઈક દેશનો રાજા જોઈશ, રાખશે મારૂં નામ; પોષ માસથી પુરણ માસે, પૂરણ થશે મન કામ. ૩. વર પામી વળીઓ બાણાસુર, શોણિતપુરમાં જાય; બાણામતીને ગર્ભ રહ્યો છે, તેનો કહું મહિમાય.

મોબાઈલ શાપ કે અભિશાપ / Mobile shap ke abhishap

જે કામ મોબાઈલમાં આપણે મોટા નથી કરી શકતા એ નાના બાળકો કરી શકે છે. આ જમાનામાં જે બાળકો જન્મે છે. તે પણ દર બાળકે એક નવી જ જનરેશન અપડેટ થઈ જન્મતી હોય તેવું લાગે છે

કિશોરો અને સોશિયલ મીડિયા / social media

90% થી વધુ કિશોરો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે અને તેમાંથી 71% લોકો આ એપ્લિકેશન્સમાં એક કરતા વધારે એકાઉન્ટ ધરાવે છે. સોશ્યલ મીડિયા શા માટે લોકપ્રિય છે તે જોવાનું સરળ છે, પરંતુ કિશોરવયના મગજ પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની અસરો અથવા તો જોખમો શું છે તે જોઇએ.

હોળી નું મુરત કયારે છે | holi nu murat kyare chhe?

સૌ પહેલાં જોઈશું આપણે સંવંત ૨૦૭૭ નાં તથા ૨૦૨૧માં ક્યારે હોળી મનાવવામાં આવશે, તે પછી હોળીની પૂજા વિધિ હોળીની ઝાળનો વર્તારો વિગેરે.

ઓખાહરણ – કડવું -૧ થી કડવું – ૧૦ । Okhaharan

૧. માતા જેની પાર્વતી ને પિતા શંકર દેવ; નવ ખંડમાં જેની સ્થાપના, કરે જુગ ભૂતળ સેવ. ૨. સિંદૂરે શણગાર સજ્યા, ને કંઠે પૂષ્પના હાર, આયુદ્ધ ફરશી કર ધરીને, હણ્યા અસુર અપાર. ૩. પહેલા કરમાં જળકમંડળ, બીજે મોદિકે આહાર; ત્રીજા કરમાં ફરશી સોહીએ, ચોથે જપમાળ રે.

અરૂંધતી વ્રત । Arundhati vrat

આ વ્રત ચૈત્ર સુદી ત્રીજના દિવસે કરવામાં આવે છે, વ્રત કરનારે સવારે વહેલા ઊઠી સ્નાન કરી, એક પાટલા પર લાલ રંગનું કપડું પાથરી તેમાં અનાજ મુકવું. તેના ઉપર પવિત્ર જળ ભરેલો લોટો મુકવો અને એના પર તાસક મુકી ઘીનો દીવો કરવો. ત્યારપછી એ સ્થાપનની સિંદૂર કેસર, હળદર અને કાજળથી પુજા કરવી. ત્યારપછી લોટાને લાલ વસ્ત્રમાં લપેટીને આરતી-પ્રાર્થના કરવી. આ વ્રત વિધિપૂર્વક કરનાર સ્ત્રીનો ચુડી ચાંદલો અખંડ રહે છે.

અલૂણા વ્રત / Aluna Vrat in gujarati

નારદજીએ ફરતાં ફરતાં કૈલાશધામમાં આ બે બાળકો રમતાં જોઈ લીધેલા. આથી તેઓ ભગવાન શંકર પાસે જઈ કહેવા લાગ્યાં : ‘પ્રભુ ! તમે અહીં તપ કરો છો, અને ત્યાં તમારી પત્નીએ બાળકો પણ ઉત્પન્ન કરી લીધા !’ આ સાંભળી ભોળા શંકર ધુંધવાઈ ગયા અને અને ધુવાં પુવા થતાં ઘેર આવી પહોંચ્યાં.

વૈભવલક્ષ્મી વ્રતકથા । Vaibhav Laxmi Vrat Katha

આ વ્રત કરનારના પ્રત્યેક મનોરથો મા લક્ષ્મીજી પાર પાડે છે. આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે. જેને વ્રત કરવાની ઈચ્છા હોય તેણે સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો પહેરવા અને મનમાં જ ‘જય મા વૈભવ લક્ષ્મીજી જય મા વૈભવ લક્ષ્મીજી’ એવો જાપ કરવો. સાંજે દીવાબત્તીના સમયે હાથ-પગ ધોઈ પૂર્વ દિશા તરફ એક પાટલો ઢાળી તેની ઉપર લાલ કપડું પાથરવું. લાલ કપડુ; ન હોય તો સ્વચ્છ કપડું પાથરવું. પાટલા ઉપર નાની સરખી ચોખાની ઢગલી કરી તેની ઉપર પાણી ભરેલો કળશીયો કે લોટો મુકવો. એની ઉપર એક નાની વાટકીમાં સોનાનું ઘરેણું મુકવું. સોનાનું ઘરેણું ન હોય તો ચાંદીનું મુકવું. એ પણ ન હોય તો રોકડો રૂપિયો મુકવો. ત્યારબાદ અગરબત્તી સળગાવવી. શક્ય હોય તો ઘીનો દિવો પણ કરવો. માતા વૈભવ લક્ષ્મી ‘શ્રીયંત્ર’ પ્રસન્ન થાય છે. તેના દર્શન કરવા અને આશકા લેવી. ત્યારબાદ ‘લક્ષ્મી સ્તવન શ્લોક’ નો પાઠ કરવો, આટલું કર્યા બાદ વાટકીમાં મુકેલ ઘરેણાં કે રૂપિયાને કંકુ, હળદર, ચોખા અને લાલ ફૂલ ચઢાવી પૂજા કરવી. પ્રસાદ માટે મિષ્ટાન બનાવવું. શક્ય ન હોય તો પ્રસાદ તરીકે સાકર કે ગોળ પણ મુકી શકાય. ત્યારબાદ માતાજીની આરતી ઉતારવી અને ભક્તિભાવથી અગિયાર કે એકવીસ વાર ‘જય મા વૈભવ લક્ષ્મી’ બોલવું અને પ્રસાદ વહેંચવો.

gu Gujarati
X