ગરૂડપુરાણ (અ.૧૬) । garud puran

કેટલાક મુર્ખજન તથા મારી માયાથી મોહિત થઈને એક વખત ખાવું તથા ઉપવાસ વગેરે શોષણ કરનારા નિયમ ધારણ કરીને જ્ઞાન સિવાય જ મોક્ષના સુખની ઈચ્છા કરે છે. કેટલાક અવિચારી મસ્તક પર જટાનો ભાર ધારણ કરીને તથા અંગ પર કાળા હરણનું ચામડું ધારણ કરીને દાંભિક વેશથી લોકોને ફસાવીને પોતે પડવા છતાં બીજાને પણ સંસારમાં નાખે છે,

gu Gujarati
X