ઓખાહરણ – કડવું -૧૧ થી કડવું -૨૦ મું./ okhaharan

ઉમિયા વાણી બોલિયાં, તું સુણ બાણાસુર રાય; તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ૧. ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટીક પૂત્ર સમાન; મુજને ટાળે વાંઝિયો, આપો એ વરદાન, ૨. કોઈક દેશનો રાજા જોઈશ, રાખશે મારૂં નામ; પોષ માસથી પુરણ માસે, પૂરણ થશે મન કામ. ૩. વર પામી વળીઓ બાણાસુર, શોણિતપુરમાં જાય; બાણામતીને ગર્ભ રહ્યો છે, તેનો કહું મહિમાય.

gu Gujarati
X