ઓખાહરણ, કડવું -૪૧ થી કડવું -૫૦ મું. / okhaharan

ગામ તો ધારણ પડ્યું, ઊંઘ્યા સઘળા લોક; ચિત્રલેખા નગરમાં પેઠી, મુકી મનનો શોક. ૧૭. નારદે વિચાર્યું; ચિત્રલેખા, અનિરૂદ્ધને લઈ જશે. શિવ શામળિયો વઢશે, યુદ્ધ જોવા જેવું થાશે. ૧૮. ચક્કર ચોકી કરતું આવ્યું, મારગમાં નિરધાર, તે મારગે સામા મળિયા, નારદ બ્રહ્મકુમાર. ૧૯. નારદ કહકે છે. ચક્કરને દહાડે જાય છે ફરવા; એક ઘડીવાર બેસને, મુજ સાથેવાતો કરવા.

gu Gujarati
X