ઓખાહરણ, કડવું -૬૩ થી કડવું- ૭૦ મું. / okhaharan

નારદ કહે છે કૃષ્ણજીને, મેં નથી કર્યો અન્યાયજી; જોયા પછી તમે જાણશો, ધણી ફુટડી છે કન્યાયજી. ૩૦. ભલી રે કન્યાય, ભલી રે વહુ તમે ભલો કર્યો વિચારજી; હમણાં મારા પુત્રના ત્યાં શા છે સમાચારજી. ૩૧. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી, દસ લાખ દૈત્યનો એકીવારે, પુત્રે આણ્યો કાળજી.

ઓખાહરણ – કડવું -૧ થી કડવું – ૧૦ । Okhaharan

૧. માતા જેની પાર્વતી ને પિતા શંકર દેવ; નવ ખંડમાં જેની સ્થાપના, કરે જુગ ભૂતળ સેવ. ૨. સિંદૂરે શણગાર સજ્યા, ને કંઠે પૂષ્પના હાર, આયુદ્ધ ફરશી કર ધરીને, હણ્યા અસુર અપાર. ૩. પહેલા કરમાં જળકમંડળ, બીજે મોદિકે આહાર; ત્રીજા કરમાં ફરશી સોહીએ, ચોથે જપમાળ રે.

gu Gujarati
X