વટ સાવિત્રી વ્રત / Vat savitri vrat

જેઠ સુદ અગિયારસથી આ વટ સાવિત્રી વ્રત પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે શરૂ કરી પૂનમના દિવસે પુરું કરવું. ઘણી બહેનો જેઠ સુદ તેરસથી પણ વટ સાવિત્રી વ્રતનો આરંભ કરે છે.

ભીમ અગિયારસ / નિર્જળા એકાદશી

એક વર્ષની ચોવીસ અગીયારસમાં જે ખૂબ જ પૂણ્યકારક અને શ્રેષ્ઠ એકાદશી હોય તો તે છે નિર્જળા એકાદશી જેઠ સુદ ૧૧. આ એકાદશી માતા કુંતાજી પોતાના પાંચે પુત્રોને નિર્જળા એટલે કે જળ પણ નહીં પીવાનું તેવી કરાવતા હતા.

વરૂથિની એકાદશી / Varuthini Ekadasi

પગ ચાવતા ચાવતા રીંછ રાજાને ખેંચી એક જંગલમાં લઈ ગયું. હવે રાજા ગભરાય ગયો તપસ્યા અને ધર્મને કારણે ક્રોધ કે હિંસા ન કરતા રાજા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો.

સત્યનારાયણની કથા / satyanarayan katha

ભગવાન સત્યનારાયણની કથા ઘર ૫ર જાતેે કરી શકાય તે માટે પૂૂૂજા વિધિ, સામગરી, પાંંચ અધ્યાય સાથે કથા નો વિડીયો પણ સાથે રજુ કરેલ છે.

કામદા એકાદશી / kamdaa ekadasi

પતિ-પત્ની કામદા એકાદશીના પ્રભાવથી પહેલાં થી પણ વધારે સુંદર રૂપ ધારણ કરીને વિમાન પર આરૂઢ થઈને અત્યંત શોભાયમાન થવા લાગ્યાં.એકાદશીનું વ્રત પ્રયત્નપૂર્વક કરવું જોઈએ

શનિવારની વ્રતકથા / shanivarni vratkatha

શનિદેવે કહ્યું સૂર્ય એક રાશિ ઉપર એક મહિનો, ચંદ્રમા સવા બે દિવસ, મંગળ દોઢ મહિનો, બુધ અને શુક્ર એક મહિનો, ગુરુ તેર મહિના રહે છે હું કોઈપણ રાશિ ઉપર સાડા સાત વર્ષ

પાપમોચની એકાદશી / papamochani ekadashi

અપ્સરાની આવી વાત સાંભળી મેઘાવીના નેત્ર આશ્ચર્યચકિત થઈ ગયા.

અરૂંધતી વ્રત । Arundhati vrat

આ વ્રત ચૈત્ર સુદી ત્રીજના દિવસે કરવામાં આવે છે, વ્રત કરનારે સવારે વહેલા ઊઠી સ્નાન કરી, એક પાટલા પર લાલ રંગનું કપડું પાથરી તેમાં અનાજ મુકવું. તેના ઉપર પવિત્ર જળ ભરેલો લોટો મુકવો અને એના પર તાસક મુકી ઘીનો દીવો કરવો. ત્યારપછી એ સ્થાપનની સિંદૂર કેસર, હળદર અને કાજળથી પુજા કરવી. ત્યારપછી લોટાને લાલ વસ્ત્રમાં લપેટીને આરતી-પ્રાર્થના કરવી. આ વ્રત વિધિપૂર્વક કરનાર સ્ત્રીનો ચુડી ચાંદલો અખંડ રહે છે.

અલૂણા વ્રત / Aluna Vrat in gujarati

નારદજીએ ફરતાં ફરતાં કૈલાશધામમાં આ બે બાળકો રમતાં જોઈ લીધેલા. આથી તેઓ ભગવાન શંકર પાસે જઈ કહેવા લાગ્યાં : ‘પ્રભુ ! તમે અહીં તપ કરો છો, અને ત્યાં તમારી પત્નીએ બાળકો પણ ઉત્પન્ન કરી લીધા !’ આ સાંભળી ભોળા શંકર ધુંધવાઈ ગયા અને અને ધુવાં પુવા થતાં ઘેર આવી પહોંચ્યાં.

વૈભવલક્ષ્મી વ્રતકથા । Vaibhav Laxmi Vrat Katha

આ વ્રત કરનારના પ્રત્યેક મનોરથો મા લક્ષ્મીજી પાર પાડે છે. આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે. જેને વ્રત કરવાની ઈચ્છા હોય તેણે સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો પહેરવા અને મનમાં જ ‘જય મા વૈભવ લક્ષ્મીજી જય મા વૈભવ લક્ષ્મીજી’ એવો જાપ કરવો. સાંજે દીવાબત્તીના સમયે હાથ-પગ ધોઈ પૂર્વ દિશા તરફ એક પાટલો ઢાળી તેની ઉપર લાલ કપડું પાથરવું. લાલ કપડુ; ન હોય તો સ્વચ્છ કપડું પાથરવું. પાટલા ઉપર નાની સરખી ચોખાની ઢગલી કરી તેની ઉપર પાણી ભરેલો કળશીયો કે લોટો મુકવો. એની ઉપર એક નાની વાટકીમાં સોનાનું ઘરેણું મુકવું. સોનાનું ઘરેણું ન હોય તો ચાંદીનું મુકવું. એ પણ ન હોય તો રોકડો રૂપિયો મુકવો. ત્યારબાદ અગરબત્તી સળગાવવી. શક્ય હોય તો ઘીનો દિવો પણ કરવો. માતા વૈભવ લક્ષ્મી ‘શ્રીયંત્ર’ પ્રસન્ન થાય છે. તેના દર્શન કરવા અને આશકા લેવી. ત્યારબાદ ‘લક્ષ્મી સ્તવન શ્લોક’ નો પાઠ કરવો, આટલું કર્યા બાદ વાટકીમાં મુકેલ ઘરેણાં કે રૂપિયાને કંકુ, હળદર, ચોખા અને લાલ ફૂલ ચઢાવી પૂજા કરવી. પ્રસાદ માટે મિષ્ટાન બનાવવું. શક્ય ન હોય તો પ્રસાદ તરીકે સાકર કે ગોળ પણ મુકી શકાય. ત્યારબાદ માતાજીની આરતી ઉતારવી અને ભક્તિભાવથી અગિયાર કે એકવીસ વાર ‘જય મા વૈભવ લક્ષ્મી’ બોલવું અને પ્રસાદ વહેંચવો.

gu Gujarati
X