ગરૂડ પુરાણ (અ.૧) । garud puran


શ્રી ગરૂડ પુરાણ

અધ્યાય- પહેલો

        ગ્રંથારંભે પરમાત્માનું સ્મરણ કરું જે મધુસુદન વૃક્ષરૂપે છે. તેમનું મૂળ ધર્મ છે યજ્ઞો ડાળીઓ છે. અને ફળ મોક્ષ છે.

     નૈમિષારણ્યમાં શૌનકાદિક ઋષિઓ સ્વર્ગ પ્રાપ્તિ માટે હજાર વર્ષ સુધી યજ્ઞ કરતા હતાં. વહેલી સવારે હવન કરી સુતજીને પ્રશ્ન પુછ્યો, હે સુત, આપે મને સુખદ દેવમાર્ગને કહ્યો હવ અમને ભયપ્રદ યમમાર્ગ ને કહો. સૌનકાદિ ઋષિઓનો પ્રશ્ન સાંભળી સુતપુરાણી કહેવા લાગ્યા ઋષિઓ, પાપી પુરૂષોને દુ:ખદેનાર યમમાર્ગને શ્રી ભગવાને ગરૂડની જેમ કહ્યો હતો તેમ હું તમારા પ્રશ્ન કહું છું તે સાંભળો.

This image has an empty alt attribute; its file name is images-50-2.jpg

     એક વખત ભગવાન વૈકુંઠમાં હતા ત્યારે ગરૂડે પુછ્યું ભગવાન આપે અમને ભક્તિમાર્ગ ન તો કહ્યો પણ હવે આપને ભજી શકે તેમ હોવા છતાં ભજતા નથી તેવા પાતકી માણસોની જે ગતિ થાય છે તે મને કહો.

ત્યારે ભગવાને કહ્યું હે ગરૂડ સાંભળતા ત્રાસ છુટે તેવા યમમાર્ગને હું કહું તે તમે સાંભળો. પાપી નિર્દય, ધનથી ભાન ભુલેલા પરસ્ત્રી અને પરધન લંપટ તેમજ સદૈવ માયામાં ફસાઈ વિષયોમાં આસક્ત રહે છે તે નરકમાં પડે છે.

     માણસને પૂર્વ સંચિત કર્મોથી બાલ્યાવસ્થામાં, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં વ્યાધિગ્રસ્ત થાય છે ત્યારે તેને પોતાનું મૃત્યું થવાનું છે તેવું ભાન થવા છતાં પણ પુત્ર, પુત્રાદિક સ્ત્રી, ધન વગેરેની માયા મુકાતી નથી. તે સંબંધીઓના તિરસ્કાર ભર્યા શબ્દો સાંભળતો હોવા છતાં કુતરાની માફક સંબંધીઓથી અપાતું અન્ન ખાય છે.

     વૃદ્ધાવસ્થા અશક્તિ અને રોગથી ઈન્દ્રિયો શિથિલ થાય છે. જઠરાગ્નિ મંદ પડે છે, નાડીઓ કફથી રૂંધાય છે. નેત્રો પહોળા થઈ જાય છે. આ સ્થિતિમાં માણસ સંબંધીઓની વચ્ચે સુતેલો હોય છે તેને બોલાવવામાં આવે છે. છતાં બોલી શકતો નથી. અને અંતે મરણની ઘડી આવે છે ત્યારે તેને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે, સત્ય સમજી શકે છે પણ તે બોલી શકતો નથી તે સમયે યમદુતો જેમનો વેશ ઘણો ભયંકર હોય છે.

જેમના વાળ શીસોળિયાની જેમ ઉભા હોય છે, કાગડાના પીછાં જેવાં કાળા હોય છે. તેમજ ભયાનક અને નખના આયુધવાળા હોય છે. તેમજ ભયાનક નેત્રોવાળા, હાથમાં કાળાપાશવાળા અને દાંત કકડાવતા ત્યાં આવે છે. આ ક્ષણ મરનારને ચાર યુગ જેવી દુ:ખને લીધે લાગે છે. મરનારને વૃશ્વિકદંશની વેદના થાય છે, મોંમાથી ફીણ નીકળે છે. લાળ દદડે છે અને જે પાતકી પ્રાણી હોય છે તેમનો પ્રાણ ભયંકર યમદૂતોને જોઈ મળદ્વારે જાય છે.

     યમદૂતો અંગુઠા જેવડા શરીરવાળાં જીવને પકડે છે, અને યમલોકમાં લઈ જવા યાતનાઓ ભોગવવા જે શરીર સાથે આવેલું હોય છે. તેમાં જીવને પ્રવેશ કરાવી ગળે પાશ બાંધી જેમ બંદિવાનને ન્યાયાધિશ લઈ જાય તેમ તે જીવની પાસે વારંવાર નર્કના દુ:ખોનું વર્ણન કરતાં, તેને ધમકાવતા મારતા યમમાર્ગે લઈ જાય છે. મરનારનો જીવ તે સમયે પોતાના સંબંધીઓના રૂદનધ્વનિથી સાંભળી હાહાકાર કરે છે.

     રસ્તે જતાં કુતરાઓ કરડે ને પ્રાણીને પોતાના કર્મો યાદ આવે છે. આ જીવને ક્ષુધા તૃષા વેંઠતા તપી ગયેલી ધરતી પરથી કોયડાનો માર ખાતા; જ્યાં મુશ્કેલીઓથી ચાલવું પડે તેવા છાંયડા વગરના માર્ગે પડતા આખડતા જવું પડે છે.

     હે ગરૂડ, બે અથવા ત્રણ મુહૂર્તમાં પ્રાણીને યમદૂતો યમલોકમાં લઈ જાય છે. અને ભયંકર નરક કુંડો બતાવવામાં આવે  છે. અહીં પ્રાણીને યમયાતનાનો અનુભવ કરાવીને યમદૂતો અત્યંત ત્વરાએ આકાશમાર્ગે આવે છે. ત્યારે વાસનાએ બંધાયેલો જીવ પોતાના દેહમાં ખોળિયામાં પ્રવેશ કરવા ફાંફા મારે છે પણ યમદૂતો તેને પકડી રાખે છે તેથી નિરૂપાય થઈ ક્ષુધાતૃષાથી વ્યાકુળ થઈ શોક કરે છે.

     હે ગરૂડ, મરનારના પુત્રાદિકોનો અંત સમયે આપેલ પિંડ તથા દાનનો તે જીવ ઉપભોગ કરે છે. પરંતુ જો તે પ્રાણી, પાતકી, અથવા નાસ્તિક હોય તો એ પિંડ દાનથી તેને તૃપ્તિ થતી નથી. પાતકી પ્રાણીને શ્રાદ્ધ તેમજ તલ વાળા જળની અંજલી પ્રાપ્ત થતી નથી છતાં પણ મરનારનાં સંબંધીઓએ તેમનું શ્રાદ્ધ વગેરે કરવું જ જોઈએ. અગર જો શ્રાદ્ધાદિ કર્મો તેની પાછળ કરવામાં ન આવે તો તે જીવ પિશાચરૂપે દુ:ખથી પીડાતો કલ્પકાળ સુધી ભમ્યા જ કરે છે.

પાપો ભોગવ્યા વિના છુટકો થતો નથી. તેનો ક્ષય થતો નથી. વંશજોએ તેની પાછળ પુણ્ય કરવું જોઈએ. શ્રાદ્ધાદિ ક્રિયાઓ કરવી જ જોઈએ. તેમજ મરણના દિવસથી દસ દિવસ સુધી પીંડ આપવા જોઈએ. આ આપેલા પિંડમાંથી દરેક દિવસે ચાર ભાગ થાય છે, તેમાંના બે ભાગથી જીવને મળેલો નવો દેહ પુષ્ટ થાય છે ત્રીજો ભાગ યમદૂતોને મળે છે અને ચોથા ભાગથી પ્રેત જીવનદેહ પામે છે.

     પુત્રાદિએ આપેલા પહેલાં દિવસના પિંડથી પ્રેતનું મસ્તક, બીજા દિવસના પિંડથી ડોક અને ખંભા, ત્રીજા દિવસના પિંડથી છાતી, ચોથા દિવસના પિંડથી બરડો, પાંચમાં દિવસના પિંડથી નાભી છઠ્ઠા દિવસના પિંડથી કેડ, અને ગુદ્દાસ્થાનો સાતમાં દિવસના પિંડથી નાડીઓ, આઠમા દિવસના તથા નવમાં દિવસના પિંડથી જાંઘો – પગ ઉત્પન્ન થાય છે.

અને દશમાં દિવસના પિંડથી તેને તૃષા-ક્ષુધા લાગે છે પિંડદાનથી ઉત્પન્ન થયેલો એક હાથ જેવડો દેહ અગિયારમાં તથા બારમાં દિવસે સંબંધીઓને આપેલા પિંડને ગ્રહણ કરતો મદારી જેમ મર્કટને ચલાવે તેમ યમદૂતોની ઇચ્છા પ્રમાણે આગળ માર્ગે ચાલે છે.

     યમમાર્ગે વૈતરણી નદી સિવાય સો હજાર યોજન લાંબો છે પ્રેમ રોજ બસ્સે યોજન જેટલો માર્ગ કાપે છે. આમ રાત દહાડો ચાલતા સુડતાલીસ દિવસે આ નગરો સૌમ્યપુરી, સૌરીપુરી, નગેંન્દ્રભવન ગંધર્વપુર શૈલાગમ કૌંચંપુર, ક્રુરપુર, દુ:ખદાતા, બ્રહ્મોપદપુ નાનાક્રંદપુર સુતપ્તભવન રૌદ્રપુર પર્યોષવર્ણ શિતાશય ધર્મપુર અને યમરાજનું નગર યામ્યપુરમાં પહોંચે છે.

     યમપાશથી બંધાયેલો પાતકી માનવ રસ્તે જતાં આ નગરો વટાવતા હાહાકાર કરે છે.

આ લેખનો વિડીયો જુવો:- https://youtu.be/I4vswuGe2cI

     ઈતિશ્રી સારોદ્વારે ગરુડપુરાણે પાપિનાહીકા, મુષ્ણિક દુ:ખ નિરૂપણ નામક પ્રથમોધ્યાય.

હવે પછી વાંચો અધ્યા બિજો

Leave a Comment

gu Gujarati
X