વૈભવલક્ષ્મી વ્રતકથા । Vaibhav Laxmi Vrat Katha

આ વ્રત કરનારના પ્રત્યેક મનોરથો મા લક્ષ્મીજી પાર પાડે છે. આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે. જેને વ્રત કરવાની ઈચ્છા હોય તેણે સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો પહેરવા અને મનમાં જ ‘જય મા વૈભવ લક્ષ્મીજી જય મા વૈભવ લક્ષ્મીજી’ એવો જાપ કરવો. સાંજે દીવાબત્તીના સમયે હાથ-પગ ધોઈ પૂર્વ દિશા તરફ એક પાટલો ઢાળી તેની ઉપર લાલ કપડું પાથરવું. લાલ કપડુ; ન હોય તો સ્વચ્છ કપડું પાથરવું. પાટલા ઉપર નાની સરખી ચોખાની ઢગલી કરી તેની ઉપર પાણી ભરેલો કળશીયો કે લોટો મુકવો. એની ઉપર એક નાની વાટકીમાં સોનાનું ઘરેણું મુકવું. સોનાનું ઘરેણું ન હોય તો ચાંદીનું મુકવું. એ પણ ન હોય તો રોકડો રૂપિયો મુકવો. ત્યારબાદ અગરબત્તી સળગાવવી. શક્ય હોય તો ઘીનો દિવો પણ કરવો. માતા વૈભવ લક્ષ્મી ‘શ્રીયંત્ર’ પ્રસન્ન થાય છે. તેના દર્શન કરવા અને આશકા લેવી. ત્યારબાદ ‘લક્ષ્મી સ્તવન શ્લોક’ નો પાઠ કરવો, આટલું કર્યા બાદ વાટકીમાં મુકેલ ઘરેણાં કે રૂપિયાને કંકુ, હળદર, ચોખા અને લાલ ફૂલ ચઢાવી પૂજા કરવી. પ્રસાદ માટે મિષ્ટાન બનાવવું. શક્ય ન હોય તો પ્રસાદ તરીકે સાકર કે ગોળ પણ મુકી શકાય. ત્યારબાદ માતાજીની આરતી ઉતારવી અને ભક્તિભાવથી અગિયાર કે એકવીસ વાર ‘જય મા વૈભવ લક્ષ્મી’ બોલવું અને પ્રસાદ વહેંચવો.

gu Gujarati
X