અરૂંધતી વ્રત । Arundhati vrat

આ વ્રત ચૈત્ર સુદી ત્રીજના દિવસે કરવામાં આવે છે, વ્રત કરનારે સવારે વહેલા ઊઠી સ્નાન કરી, એક પાટલા પર લાલ રંગનું કપડું પાથરી તેમાં અનાજ મુકવું. તેના ઉપર પવિત્ર જળ ભરેલો લોટો મુકવો અને એના પર તાસક મુકી ઘીનો દીવો કરવો. ત્યારપછી એ સ્થાપનની સિંદૂર કેસર, હળદર અને કાજળથી પુજા કરવી. ત્યારપછી લોટાને લાલ વસ્ત્રમાં લપેટીને આરતી-પ્રાર્થના કરવી. આ વ્રત વિધિપૂર્વક કરનાર સ્ત્રીનો ચુડી ચાંદલો અખંડ રહે છે.

ગરૂડપુરાણ (અ.૧૭) । garud puran

આ પુરાણ સર્વ દુ:ખનો નાશ કરનાર તેમ જ ધર્મ, અર્થ કામ અને મોક્ષ આપનાર છે આ પુરાણ બ્રાહ્મણ સાંભળે તો તેને વિદ્યા પ્રાપ્ત થાય, ક્ષત્રીય સાંભળે તો રાજ પ્રાપ્ત થાય. વૈશ્ય સાંભળે તો ધનવાન થાય અને શુદ્ર સાંભળે તો પાતકોથી મુક્ત થાય.

ગરૂડપુરાણ (અ.૧૩) । garud puran

મૃત્યુનું સુતક પિતરાઈઓ સુધાંને દશ દિવસ લાગે છે. ચોથી પેઢીએ દશ રાત્રિ, પાંચમીએ છ રાત્રિ, સાતમીએ ત્રણ રાત્રી સુતક જાણવું ને દૂરનો ગોત્રિ મર્યો હોય તો સ્નાન કરવું, વિદેશમાં મર્યો હોય તો ખબર સાંભળ્યા સુધીના દિવસો બાદ કરી બાકીના દિવસોનું સુતક પાળવું. અને દસ દિવસ થઈ ગયા હોય તો એક વરસમાં ત્રણ રાત્રિ સુતક પાળવું, ને વરસ થઈ ગયું હોય તો સ્નાન કરવું પહેલાં સુતકના છ દિવસ પછી બીજું સુતક આવે તો પહેલું સુતક દસ દિવસે કાઢતા બે સુતકો નીકળી જાય છે. દાંત ઉગ્યા પહેલા મરે તો સ્નાન કરવું, દાંત ઉગ્યા પછી ને ચૌલ કર્મ કર્યા પહેલા મરે તો એક રાત, ચૌલ કર્મ કર્યા પછીથી ને જનોઈ દિધા પહેલા મરે તો ત્રણ રાત અને મોટી ઉંમર હોય તો દસ રાતે સુતક જાણવું.

gu Gujarati
X