ગરૂડપુરાણ (અ.૧૭) । garud puran

આ પુરાણ સર્વ દુ:ખનો નાશ કરનાર તેમ જ ધર્મ, અર્થ કામ અને મોક્ષ આપનાર છે આ પુરાણ બ્રાહ્મણ સાંભળે તો તેને વિદ્યા પ્રાપ્ત થાય, ક્ષત્રીય સાંભળે તો રાજ પ્રાપ્ત થાય. વૈશ્ય સાંભળે તો ધનવાન થાય અને શુદ્ર સાંભળે તો પાતકોથી મુક્ત થાય.

ગરૂડપુરાણ (અ.૧૬) । garud puran

કેટલાક મુર્ખજન તથા મારી માયાથી મોહિત થઈને એક વખત ખાવું તથા ઉપવાસ વગેરે શોષણ કરનારા નિયમ ધારણ કરીને જ્ઞાન સિવાય જ મોક્ષના સુખની ઈચ્છા કરે છે. કેટલાક અવિચારી મસ્તક પર જટાનો ભાર ધારણ કરીને તથા અંગ પર કાળા હરણનું ચામડું ધારણ કરીને દાંભિક વેશથી લોકોને ફસાવીને પોતે પડવા છતાં બીજાને પણ સંસારમાં નાખે છે,

ગરૂડપુરાણ (અ.૧પ) । garud puran

સ્ત્રી ઋતુ મતી થતા સ્ત્રીને ચાર દિવસ સુધી અશ્પૃશ્ય ગણવી, ઋતુ રહ્યા પછી સોળ રાત ગર્ભ ધારણ કરવાનો કાળ છે. અને તેમાએ ચૌદમી રાતે ગર્ભ રહેતા મહાન ધાર્મિક પુત્ર ગર્ભથી જન્મે છે. વીર્ય પતન કાળે જે વિચારો કરે તેવા જ ગુણવાળા પુત્રપુત્રી જન્મે છે.

ગરૂડપુરાણ (અ.૧૪) । garud puran

હે ભગવાન ! યમલોકનું સવિસ્તાર વર્ણન મને કહી સંભળાવો. ત્યારે ભગવાને કહ્યું, હે ગરૂડ, એ સ્થાન નારદાદિ ઋષિઓને ગમન કરવા યોગ્ય છે દક્ષિણ તથા નૈઋત્યની વચ્ચે યમપુર આવેલું છે.

ગરૂડપુરાણ (અ.૧૩) । garud puran

મૃત્યુનું સુતક પિતરાઈઓ સુધાંને દશ દિવસ લાગે છે. ચોથી પેઢીએ દશ રાત્રિ, પાંચમીએ છ રાત્રિ, સાતમીએ ત્રણ રાત્રી સુતક જાણવું ને દૂરનો ગોત્રિ મર્યો હોય તો સ્નાન કરવું, વિદેશમાં મર્યો હોય તો ખબર સાંભળ્યા સુધીના દિવસો બાદ કરી બાકીના દિવસોનું સુતક પાળવું. અને દસ દિવસ થઈ ગયા હોય તો એક વરસમાં ત્રણ રાત્રિ સુતક પાળવું, ને વરસ થઈ ગયું હોય તો સ્નાન કરવું પહેલાં સુતકના છ દિવસ પછી બીજું સુતક આવે તો પહેલું સુતક દસ દિવસે કાઢતા બે સુતકો નીકળી જાય છે. દાંત ઉગ્યા પહેલા મરે તો સ્નાન કરવું, દાંત ઉગ્યા પછી ને ચૌલ કર્મ કર્યા પહેલા મરે તો એક રાત, ચૌલ કર્મ કર્યા પછીથી ને જનોઈ દિધા પહેલા મરે તો ત્રણ રાત અને મોટી ઉંમર હોય તો દસ રાતે સુતક જાણવું.

ગરૂડપુરાણ (અ.૧ર) । garud puran

શૈયાદાન લેનાર વિદ્વાન બ્રાહ્મણનાં પગ ધોઈ વસ્ત્રાદિ આપી પુજન કરવું. તેમજ લાડું, ચોળાના પુડલા અથવા વાટેલી દાળના વડા કરી જમાડવા. પછી શૈયા પર સુવર્ણના પુરૂષની સ્થાપના કરી તેનું પુજન કરી બ્રાહ્મણને શૈયા આપવી.

ગરૂડપુરાણ (અ.૧૧) । garud puran

દશ ગાત્રાદિ કર્મ એટલે શું અને તેથી શું થાય તે કહો ? ભગવાને કહ્યું હે ગરૂડ ! પુત્રે પિતાના શોકનો ત્યાગ કરી પિતૃઋણથી મુક્ત થવા પંડદાનાદિ કર્મ કરવું, જો પુત્ર ન હોય તો પત્નીએ એ

ગરૂડપુરાણ (અ.૧૦) । garud puran

બીજે કે ત્રીજે દિવસે સ્મશાનમાં જવું ત્યાં સ્નાન કરી ઊન અને સૂતરની બનાવેલી પવિત્રી ધારણ કરી, ત્યાં રહેતા ચંડાળને યથાશક્તિ દાન આપી અડદનું બલિદાન આપતા યમાયત્વેતિનો ઉચ્ચાર કરવો, ત્રણ ડાબી પ્રદક્ષિણા કરવી,

ગરૂડ પુરાણ (અ.૯) । garud puran

પુણ્યવાનનો પ્રાણ મુખનું છિદ્ર, ૧ ચક્ષુના ૨, નાસિકાના ૩, તથા કર્ણના ૨, છિદ્રો દ્વારા જાય છે, નાભિ આગળ ભેગા રહેલા પાન અને અપાનવાયું ત્યારે જુદા પડે છે. અને પ્રાણરૂપી વાયુ સુક્ષ્મ થઈને શરીરમાંથી નીકળી જાય છે.

ગરૂડ પુરાણ (અ.૮) । garud puran

કાનમાં આંગળી નાખતાં સંભળાતો ધબકાર ન સંભળાય ત્યારે મૃત્યુકાલ પાસે આવ્યો છે તેમ સમજવું અને મૃત્યુથી નિર્ભર થઈ પરલોકના સુખાર્થે આળસ તજી પાપોનું પ્રાયાશ્ચિત કરવું.

gu Gujarati
X